લોકસભા ચૂંટણી દરમિયાન ઑનલાઇન પેમેન્ટ પર રહેશે RBIની નજર

Share this story

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નૉન-બેન્કિંગ પેમેન્ટ સિસ્ટમ ઑપરેટર્સને લોકસભા ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. RBIએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં નૉન-બેન્કિંગ પેમેન્ટ સિસ્ટમ ઑપરેટર્સને મોટી રકમના વ્યવહારો પર દેખરેખ કરવાનો આદેશ.

RBIનું કહેવું છે કે ભારતીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી દરમિયાન ડિજિટલ પેમેન્ટના ઉપયોગને લઈને ચિંતિત છે. ચૂંટણી પંચનું માનવું છે કે ઑનલાઈન પેમેન્ટનો ઉપયોગ ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી ફંડ ટ્રાન્સફર કરવા અથવા ચૂંટણી લડતા ઉમેદવારોને પૈસા આપવા માટે થઈ શકે છે. આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે RBIએ ચૂંટણી દરમિયાન ડિજિટલ પેમેન્ટ પર દેખરેખ રાખવા માટે ખાસ માર્ગદર્શિકા જારી કરી છે. આ ઉપરાંત, કેન્દ્રીય બેન્કે એ પણ સ્પષ્ટ કર્યું છે કે RBIના નિર્દેશોનો હેતુ ચૂંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોને ફંડ ટ્રાન્સફર રોકવાનો છે.

સેન્ટ્રલ બેંકે પોતાના આદેશમાં ભારતીય ચૂંટણી આયોગ દ્વારા વધારવામાં આવેલી ચિંતાઓનો હવાલો આપ્યો છે. તેમણે પેમેન્ટ કંપનીઓને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરવા અને સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક રીતે ચૂંટણી વખતે કેશનું ચલન વધી ગયું છે. આરબીઆઈએ સામાન્ય રીતે બેંકને કેશના ટ્રાન્ઝેક્શન પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો :-