નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ત્રીજી સરકારમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. વડાપ્રધાન પદની સાથે મોદી ઘણા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી પણ સંભાળશે. તેઓ કર્મચારી, પરમાણુ ઉર્જા, અવકાશ મંત્રાલય અને તમામ મુખ્ય નીતિ વિષયક મંત્રાલયનો હવાલો સંભાળશે. આ સિવાય અન્ય વિભાગોની કમાન જે અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવી નથી તેની કમાન પણ પીએમ મોદીના હાથમાં રહેશે. મોદી ૩.૦માં મોટાભાગના મોટા કેબિનેટ મંત્રીઓના પોર્ટફોલિયોને જાળવી રાખવામાં આવ્યા છે. ટોપ-૪ના પોર્ટફોલિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.
પીએમ મોદીએ પોતાની પાસે રાખેલા વિભાગોની યાદી
- પ્રધાનમંત્રી
- કાર્મિક, લોક ફરિયાદ, અને પેન્શન મંત્રાલય
- પરમાણુ ઉર્જા વિભાગ
- અંતરિક્ષ વિભાગ
- અન્ય તમામ વિભાગ જે કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં સાથી પક્ષોમાંથી ૧૧ મંત્રી બનાવવામાં આવ્યા છે. ૫ કેબિનેટ, ૨ સ્વતંત્ર, જ્યારે ૪ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ દરમયિાન આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મોદી ૩.૦ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સિતારામન સહિતના કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ ઉપસ્થિત છે. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય સામે આવ્યા છે, તે મુજબ વડાપ્રધાન આવાસ યોજનાનો વધુ એક્સટેન્ડ કરાશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે. આ પહેલા મોદી ૨.૦ સરકારની આગેવાની હેઠળ ૪.૨૧ કરોડ ઘર બની ચુક્યા છે. આ ઉપરાંત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો અને તમામને એલપીજી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.
આ પણ વાંચો :-

રેણુકાસ્વામીનો મૃતદેહ ૯ જૂનના રોજ કામક્ષીપાલ્યા પાસે એક નાળામાં પડેલો મળ્યો હતો. એવું માનવામાં આવે છે કે ૮ જૂને આ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ સમાચારથી વ્યક્તિનો પરિવાર પણ દુખી છે અને તેણે તેના પરિવારને 
અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણ જનસેના પાર્ટીના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, પવન કલ્યાણ આંધ્ર પ્રદેશ કેબિનેટમાં 
ભાગવતે કહ્યું- જે પ્રતિષ્ઠાને અનુસરીને કામ કરે છે, અભિમાની છે, પણ ભોગવિલાસ નથી કરતો, અહંકાર નથી કરતો, તેને જ સાચા અર્થમાં સેવક કહેવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સ્પર્ધા જરૂરી છે. આ સમય દરમિયાન, અન્યને પાછળ ધકેલી દેવાનું પણ બને છે, પરંતુ તેની પણ એક મર્યાદા છે. આ હરીફાઈ જૂઠાણા પર આધારિત ન હોવી જોઈએ.
પોલીસને ફરિયાદ કરતા વેપારીએ જણાવ્યું કે, ૨ એપ્રિલ, ૨૦૨૧ના રોજ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ દ્વારા તેની પાસેથી ૧૦ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય બિઝનેસમેને એ પણ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩માં દુર્ગા પૂજા દરમિયાન વોટ્સએપ કોલ પર તેની પાસેથી ૧૫ લાખ રૂપિયા અને બે સોફા સેટની માંગની સાથે-સાથે ધમકીઓ અને અપશબ્દો પણ કરવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે, પૂર્ણિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં સાંસદ પપ્પુ યાદવ અને તેમના નજીકના સાથી અમિત યાદવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૮૫/૫૦૪/૫૦૬/૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે સાંસદ પપ્પુ યાદવે પ્રતિક્રિયા આપતાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે, આજે દેશ અને પ્રદેશની રાજનીતિમાં મારા વધતા જતા પ્રભાવ અને સામાન્ય લોકોના વધતા
ઉલ્લેખનીય છે કે વાઘોડિયા બેઠક પર
અરજીકર્તાઓએ NEET-UG પરીક્ષા ૨૦૨૪માં 