ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ છે, ચોમાસું આ વર્ષે ચાર દિવસ વહેલુ પહોચ્યું છે. નૈઋત્ય ચોમાસું વિધિવત બેસી ગયુ છે. ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું ૪ દિવસ વહેલું આવ્યું છે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચ્યું છે. આ સાથે મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા છે. બીજી તરફ રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે.
આજ રોજ ચોમાસાના વિધિવત આગમન સાથે સાબરકાંઠા,અરવલ્લી,મહિસાગર,પંચમહાલ,દાહોદ,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ, સહિત નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી,વલસાડ, જૂનાગઢ, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ૨૦ જિલ્લાઓ વરસાદની આગાહી છે જેમાં ૯ જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પડતી ગરમીમા તાપમાન ઘટતા લોકોને ગરમીથી રાહત મળી છે અને હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક સ્થળોએ હળવો વરસાદ રહેશે. તેમજ આગામી સમયમાં ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, જયાં ૨૦-૨૫ km ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ પવનની ઝડપમાં વધારો થશે.