આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનશે પવન કલ્યાણ!

Share this story

તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને આંધ્ર પ્રદેશમાં NDAના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે. ૧૨ જૂને ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે. સહયોગી દળ જનસેના વિધાયક દળની બેઠક મળી હતી. આ બેઠકમાં પવન કલ્યાણને જનસેના વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બની શકે છે.

અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણ જનસેના પાર્ટીના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, પવન કલ્યાણ આંધ્ર પ્રદેશ કેબિનેટમાં નાયબ મુખ્ય પ્રધાન પદ મેળવવા માટે તૈયાર છે. આ સાથે જ તેઓ પાંચ કેબિનેટ પોસ્ટ પણ માગી શકે છે.

જનસેના પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેનાલીના ધારાસભ્ય એન મનોહરે વિધાનસભામાં ફલોર લીડર તરીકે પવન કલ્યાણના નામની દરખાસ્ત કરી હતી, જેને અન્ય સભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો. જણાવી દઈએ કે, પવન કલ્યાણે પીઠાપુરમ વિધાનસભા ૧ બેઠક પર જીત મેળવી છે. તેમને YSR કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વાંગા ગીતાને ૭૦,૦૦૦ થી વધુ મતોના માર્જિનથી માત આપી હતી.

આંધ્રપ્રદેશ વિધાનસભા સત્ર ૧૭ જૂનથી ધારાસભ્યોના શપથ ગ્રહણ સાથે શરૂ થશે. બીજા દિવસે સ્પીકરની ચૂંટણી થશે. આંધ્ર કેબિનેટમાં ૨૫ સીટોમાંથી ટીડીપીને ૨૦, જનસેના + નાયબ મુખ્યમંત્રી પદ માટે 3, ભાજપ માટે ૨ બેઠકો સંભવિત છે.

આ પણ વાંચો :-