ભાજપના ૪૦ ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં, મહારાષ્ટ્રમાં નવા જૂનીના સંકેત

Share this story

કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વાડેટ્ટીવારે દાવો કર્યો હતો કે સત્તારૂઢ મહાયુતિના ઓછામાં ઓછા ૪૦ ધારાસભ્યો એક મહિનામાં મહા વિકાસ અઘાડીમાં જોડાઈ શકે છે. બીજી તરફ શિવસેના જૂથના સંજય રાઉતે પણ કહ્યું કે, શિંદે સેનાના સાંસદ અમારા સંપર્કમાં છે, યોગ્ય સમયે પત્તા ખોલવામાં આવશે.

સરકારી ડોક્યુમેન્ટ પર માતાનું નામ ફરજીયાત, મહારાષ્ટ્ર સરકારે કેબિનેટમાં લીધો નિર્ણય | Sandesh

વિજય વાડેટ્ટીવારે કહ્યું કે શિવસેના અને એનસીપીના અન્ય દળના ૪૦ ધારાસભ્યોને અહેસાસ થયો કે MVA સત્તામાં આવી રહ્યું છે. તે જ કારણ છે કે તેઓ તેમના પક્ષના નેતાઓને ઘરવાપસી માટે કહી રહ્યા છે. શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતે પણ આ વાતની પુષ્ટિ કરી કે અન્ય સમૂહના કેટલાક ધારાસભ્યોએ પણ આ બાબતે સંકેતો આપેલા છે.

વિજય વડેટ્ટીવારનું આ નિવેદન NCP(SP)ના ધારાસભ્ય રોહિત પવાર દ્વારા કરવામાં આવેલા આવા જ દાવાના થોડા દિવસો બાદ આવ્યું છે. રોહિત પવારે કહ્યું હતું કે અજિત પવારની આગેવાની હેઠળના NCPના લગભગ ૧૯-૨૦ ધારાસભ્યો શરદ પવારના પક્ષમાં પાછા ફરવા માંગે છે.

આ પણ વાંચો :-