Wednesday, Mar 19, 2025

હત્યાના આરોપમાં કન્નડ અભિનેતા દર્શનને પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

2 Min Read

કન્નડ અભિનેતા દર્શનની પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે. મૈસૂર પોલીસે અભિનેતાની મૈસૂરમાં તેના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી છે અને હવે તેને બેંગલુરુ લઈ જઈ રહી છે. આ કેસ તેની સામે ૯ જૂને નોંધવામાં આવ્યો હતો અને હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. તેની સામે આરોપ છે કે તે સતત આરોપીના સંપર્કમાં હતો. આ કેસ ચિત્રદુર્ગના રેણુકાસ્વામી નામના વ્યક્તિની હત્યા સાથે સંબંધિત છે.

Darshan Thoogudeepa Arrested News south cinema kannada actor darshan thoogudeepa in police custody in link with murder case Actor Arrested: જાણીતા સાઉથ એક્ટરની પોલીસે કરી ધરપકડ, સતત આરોપીઓના સંપર્કમાં હોવાનો થયો ખુલાસોરેણુકાસ્વામીનો મૃતદેહ ૯ જૂનના રોજ કામક્ષીપાલ્યા પાસે એક નાળામાં પડેલો મળ્યો હતો. એવું માનવામાં આવે છે કે ૮ જૂને આ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ સમાચારથી વ્યક્તિનો પરિવાર પણ દુખી છે અને તેણે તેના પરિવારને પોલીસ સ્ટેશન પણ બોલાવ્યા છે. રેણુકાસ્વામી વિશે વાત કરીએ તો તેઓ મેડિકલ શોપમાં આસિસ્ટન્ટ હતા અને તાજેતરમાં જ તેમના લગ્ન થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિનું સૌથી પહેલા ચિત્રદુર્ગથી અપહરણ કરવામાં આવ્યું હતું અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં લઈ જઈને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ગટરમાંથી વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને શરીર પર ઈજાના અનેક નિશાન પણ મળ્યા હતા. આ પછી જ પોલીસ એવા તારણ પર આવી કે આ હત્યાનો મામલો છે.

પોલીસે જણાવ્યું કે એક આરોપીએ દર્શનનું નામ જણાવ્યું છે અને દર્શન પર આરોપ છે કે તે સતત આરોપીઓના સંપર્કમાં હતો. આ મામલે તપાસ દરમિયાન કથિતરૂપે ગિરિનગરના ત્રણ લોકોએ હત્યા મામલે પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. ત્રણેયએ દાવો કર્યો હતો કે આ હત્યા પૈસાની લેવડ-દેવડ મામલે કરાઈ હતી. ક્રોસ ક્વેશ્ચનિંગમાં હત્યાનું સાચું કારણ સામે આવ્યું હતું. આરોપીઓએ દર્શનના કહેવા પર હત્યા કરી હતી.

દર્શનની હિટ ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘નમ્મા પ્રિતિયા રામુ’, ‘કલાસિપલ્યા’, ‘ગાજા’, ‘કરિયા’, ‘નવગ્રહ‘, ‘સારથી’, ‘બુલબુલ’ જેવી ફિલ્મોના નામ સામેલ છે, જેણે તેને સફળ અભિનેતા બનાવ્યો. એક્ટર બનાવવામાં મદદ કરી છે. અનાથારુ (૨૦૦૭) અને ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (૨૦૧૨) માટે તેમને વિવેચકોની પ્રશંસા મળી હતી. ક્રાંતિવીર સંગોલ્લી રાયન્ના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતા માટે કર્ણાટક રાજ્ય ફિલ્મ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article