નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ત્રીજી સરકારમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. વડાપ્રધાન પદની સાથે મોદી ઘણા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી પણ સંભાળશે. તેઓ કર્મચારી, પરમાણુ ઉર્જા, અવકાશ મંત્રાલય અને તમામ મુખ્ય નીતિ વિષયક મંત્રાલયનો હવાલો સંભાળશે. આ સિવાય અન્ય વિભાગોની કમાન જે અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવી નથી તેની કમાન પણ પીએમ મોદીના હાથમાં રહેશે. મોદી ૩.૦માં મોટાભાગના મોટા કેબિનેટ મંત્રીઓના પોર્ટફોલિયોને જાળવી રાખવામાં આવ્યા છે. ટોપ-૪ના પોર્ટફોલિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.
પીએમ મોદીએ પોતાની પાસે રાખેલા વિભાગોની યાદી
- પ્રધાનમંત્રી
- કાર્મિક, લોક ફરિયાદ, અને પેન્શન મંત્રાલય
- પરમાણુ ઉર્જા વિભાગ
- અંતરિક્ષ વિભાગ
- અન્ય તમામ વિભાગ જે કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં સાથી પક્ષોમાંથી ૧૧ મંત્રી બનાવવામાં આવ્યા છે. ૫ કેબિનેટ, ૨ સ્વતંત્ર, જ્યારે ૪ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ દરમયિાન આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મોદી ૩.૦ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સિતારામન સહિતના કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ ઉપસ્થિત છે. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય સામે આવ્યા છે, તે મુજબ વડાપ્રધાન આવાસ યોજનાનો વધુ એક્સટેન્ડ કરાશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે. આ પહેલા મોદી ૨.૦ સરકારની આગેવાની હેઠળ ૪.૨૧ કરોડ ઘર બની ચુક્યા છે. આ ઉપરાંત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો અને તમામને એલપીજી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.
આ પણ વાંચો :-