કેનેડામાં ૨૮ વર્ષના ભારતીય યુવાનની હત્યા, પોલીસને ટારગેટ કિલિંગની શંકા

Share this story

કેનેડામાં ભારતીયોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ભારતીયોને લગતા ક્રાઈમ પણ વધી રહ્યા છે. ઘણી વખત ક્રાઈમમાં ભારતીયો શિકાર બને છે, તો કેટલીક વખત ક્રાઈમમાં સામેલ પણ હોય છે. શુક્રવારે કેનેડાના સરી ખાતે એક પંજાબી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

કેનેડાથી દુઃખદ સમાચાર, ભારતીય મૂળના યુવાનની ગોળી મારી હત્યા, પોલીસને ટારગેટ કિલિંગની શંકા

કેનેડિયન પોલીસે જણાવ્યું કે યુવરાજ ગોયલ નામનો યુવક ૭ જૂનના રોજ તેના ઘરે જ મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેને ગોળી મારી દેવાયાની જાણકારી અમને મળી હતી. યુવરાજ ગોયલ નામનો યુવાન ૨૦૧૯માં સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો. તાજેતરમાં જ તેણે કેનેડાનું પીઆર સ્ટેટસ પણ મેળવ્યું હતું. સરે બ્રિટિશ કોલંબિયામાં આવેલ શહેર છે.

પોલીસે જે લોકોને શંકાના આધારે પકડ્યા છે તેમના નામ મનવીર બસરામ, સાહિબ બસરા, હરકિરટ જુટ્ટી અને કેઈલોન ફ્રાન્કોઈસ હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી ત્રણ વ્યક્તિ સરીના વતની હતા જ્યારે એક ઓન્ટારિયોથી આવ્યો હતો. તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો કેસ નોંધાયો છે. કેનેડા જેવા દેશમાં ભારતીય સ્ટુડન્ટની આ રીતે હત્યા થઈ જાય તે ભારતીય પરિવારો માટે બહુ આઘાતજનક વાત છે. યુવરાજના માતાપિતાએ કહ્યું કે કેનેડા સરકારે સમજવું જોઈએ કે અમે અમારા સંતાનોને એટલા માટે કેનેડા નથી મોકલતા કે તેના મૃતદેહો અહીં આવે.

યુવરાજના પરિવારને લાગે છે કે હત્યારાઓ કોઈ બીજાને મારવા માગતા હોય ભૂલથી યુવરાજને હત્યા કરી હોય તેવું લાગે છે. આ બાબતની ઊંડી તપાસ કરવામાં આવે તે જરૂરી છે. યુવરાજ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકોમ કરીને કેનેડા ગયો હતો. કેનેડા જતા પહેલાં તેણે ભારતમાં બે વર્ષ નોકરી કરી હતી અને કેનેડામાં તેણે ફાઈનાન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. કેનેડામાં બસંત મોટર્સ નામની કંપનીમાં તે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. તેની માતા કહે છે કે “કેનેડામાં પણ મારો દીકરો એક જવાબદાર નાગરિક બનીને રહેતો હતો. તેની આવી હાલત કેમ થઈ તેનો કેનેડા સરકારે જવાબ આપવો જોઈએ.

આ પણ વાંચો :-