Home Blog Page 662

સુરત, નર્મદામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી

0

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને ભરૂચમાં બારેમેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચના વાલિયામાં બે દિવસમાં કુલ 18 ઈંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આજનો દિવસ ભારે છે.

ગુજરાતમાં ફરી આભ ફાટવા જેવી સ્થિતિ, 14 કલાકમાં 11 ઇંચ વરસાદથી ભરૂચનું વાલિયા ડૂબ્યું, ચારેતરફ ભયાનક સ્થિતિ

આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 4 સપ્ટેમ્બર 2024, બુધવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધાર વરસાદ પાટણના સાંતલપુરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાધનપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગે આજે ​​ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, નર્મદા અને છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને અમદાવાદ સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે.

ભારે વરસાદ મુદ્દે રાહત કમિશનરે પત્રકાર પરિષદ યોજી, જેમાં રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યુ કે ચાલુ સિઝનમાં રાજ્યમાં 118% વરસાદ પડ્યો છે. રાજ્યના 14 જિલ્લા સૌથી વધુ પૂરથી અસરગ્રસ્ત છે. તમામ જિલ્લાઓમાં રેસ્ક્યૂની કામગીરી કરાઈ છે. 42,083 લોકોનું સ્થળાંતર કરાયું છે. વિવિધ ટીમો દ્વારા સર્વે બાદ સહાયની ચુકવણી કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે 22 મૃતકોના પરિવારજનોને ₹88 લાખની સહાય આપવામાં આવી છે. 2,223 કી.મી. રોડનું સમારકામ 10 દિવસમાં પૂર્ણ કરાશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતી રહેશે. છઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પંચમહાલ સહિતના કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો :-

સ્ટીલથી બનાવી હોત તો શિવાજીની પ્રતિમા ન પડતી, ગડકરીનું મોટું નિવેદન

0

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટી પડ્યા બાદ હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટી પડ્યા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જ્યાં એક તરફ વિપક્ષી પાર્ટીઓ સત્તાધારી મહાયુતિ ગઠબંધન પર પ્રહારો કરી રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો પ્રતિમા ક્યારેય પડી ન હોત. તેમણે એક ઘટના પણ શેર કરી જ્યાં તેને કોન્ટ્રાક્ટર દ્વારા મૂર્ખ બનાવવામાં આવ્યો.

ભાજપ નેતાએ હાઈવે ઓથોરિટીના કામકાજનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બ્રિજ બનાવામાં સ્ટેનલેસ સ્ટીલનો જ ઉપયોગ કરવો જોઈએ. મને ખબર છે કે, જ્યારે હું મુંબઈમાં 55 ફ્લાયઓવર બનાવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને મૂરખ બનાવ્યો હતો. તેણે પાઉડર કોટિંગ કરીને લોખંડ આપ્યું અને તે લીલા રંગનું હતું. તેણે કહ્યું કે આમાં કાટ નહીં લાગશે. પરંતુ જ્યારે તેને લગાવવામાં આવ્યું ત્યારે થોડા જ તેમાં સમયમાં નુકસાન થવા લાગ્યું. જો સમુદ્રથી 30 કિલોમીટર સુધીના અંતરે કંઈક કામ કરવું હોય તો સ્ટીલ લગાવ્યા વિના કામ નહીં ચાલશે. જો શિવાજીની પ્રતિમામાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે કોઈ પણ સ્થિતિમાં તૂટી ન પડી હોત.

એક અધિકારીએ જણાવ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા માલવણના રાજકોટ કિલ્લામાં બપોરે 1 વાગ્યે પડી. તેમણે કહ્યું કે, તજજ્ઞો પતનનું ચોક્કસ કારણ શોધી કાઢશે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લામાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હોવાથી આ પણ કારણ હોઈ શકે છે. આ દરમિયાન સિંધુદુર્ગ જિલ્લા પોલીસે શિવાજી મહારાજની પ્રતિમાને તોડી પાડવાના સંબંધમાં શિલ્પકાર જયદીપ આપ્ટે વિરુદ્ધ મંગળવારે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. વિપક્ષ સતત સરકાર પર શિલ્પીને છુપાવવાનો આરોપ લગાવી રહ્યો છે.

એ સામાન્ય બાબત છે કે જ્યાં હાર્ડ રોક હશે ત્યાં ડ્રિલ કરવા માટે મજબૂત મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સોફ્ટ માટી ધરાવતા વિસ્તારોમાં અન્ય મશીનો લગાવી શકાય છે. આ રીતે મને લાગે છે કે સ્થળના આધારે મશીનો પણ અલગ-અલગ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે હતા ત્યારે તેમણે શિવાજીની પ્રતિમા તૂડી પડવા બદલ માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી અમારા માટે ભગવાન સમાન છે. અમે તેમની અને તેમની પૂજા કરનારાઓની માફી માંગીએ છીએ. આ પહેલા જ સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું 100 વાર પગ સ્પર્શ કરીને માફી માંગવા તૈયાર છું. આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પણ આ અંગે માફી માગી હતી.

આ પણ વાંચો :-

ગણેશ પંડાલ બાંઘતા એકસાથે 15 યુવાનોને લાગ્યો કરંટ, એકનું મોત

0

આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે ગણેશભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીની તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે. ત્યારે વડોદરાના પાદરા નજીકના ગામમાં મોટી દુર્ઘટના ઘટી હતી. પાદરાના ડબકા ગામમાં ગણેશ પંડાલ બાંધી રહેલા એક સાથે 15 યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ગણેશ પંડાલ બાંઘતા એકસાથે 15 યુવાનોને લાગ્યો કરંટ, એકનું મોત, 14 ઘાયલ, મચી ભાગદોડ

પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ડબકા ગામે 15 યુવકોને કરંટ લાગાવાની ઘટનાથી ભક્તિમય માહોલ શોકમય બની ગયો હતો. ડબકા ગામે આવેલા વેરાઇ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધી રહ્યા હતા, તે દરમિયાન લોખંડની એંગલ હાઇટેન્શન લાઇનને અડી જતાં 15 યુવકોને અચાનક કરંટ લાગ્યો હતો. જેમાં 1 યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે 14 યુવાનોને શરીરના અલગ અલગ ભાગો પર ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ ડબકા ગામે છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર આ વર્ષે યુવક મંડળ દ્વારા 12 ફૂટની શ્રીજીની સ્થાપના માટે 15 ફૂટ ઊંચો પંડાલ બનાવી રહ્યા હતા. ત્યારે રાત્રી સમયે પંડાલ બનાવતી વખતે પંડાલનો પોલ 11 કેવી વીજ લાઈનને અડી જતા પંડાલ બનાવવાનું કામ કરી રહેલ 15 યુવકોને કરંટ લાગતા દોડાદોડ થઈ જવા પામી હતી. જે બાદ તાત્કાલીક તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે 14 યુવકો સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :-

બિહારમાં ફરી રાજકારણ ગરમાયું, તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત

0

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓની આ મુલાકાત પટનાના સીએમ સચિવાલયમાં થઈ હતી. આ લગભગ 8 મહિના પછી જોવા મળ્યું છે જ્યારે તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર વચ્ચે મુલાકાત થઈ હતી. આ બંને નેતાઓ વચ્ચે છેલ્લી મુલાકાત લોકસભા ચૂંટણી પહેલા થઈ હતી. આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

Nitish wins vote, seeks 'united Opposition' to fight BJP in 2024 polls | Nitish wins vote, seeks 'united Opposition' to fight BJP in 2024 polls

સચિવાલયમાં બંને નેતાઓ વચ્ચેની ટૂંકી મુલાકાત બાદ બિહારના રાજકારણમાં ફરી એકવાર અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે બિહારમાં નવા ઇન્ફોર્મેશન કમિશનરની નિમણૂક થવાની છે અને તેમાં વિપક્ષના નેતાની પણ સલાહ લેવામાં આવી રહી છે. આ સાથે માનવ અધિકાર આયોગમાં પણ કેટલીક જગ્યાઓ ખાલી છે. બેઠક બાદ જ્યારે તેજસ્વી યાદવને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સરકાર પોતે જ આ અંગે માહિતી આપશે.

એવું પણ માનવામાં આવે છે કે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ અને વર્તમાન સીએમ વચ્ચે બંધારણની નવમી અનુસૂચિમાં 65 ટકા અનામતના મુદ્દાને સામેલ કરવાને લઈને ચર્ચા થઈ હતી. બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ તેજસ્વી યાદવે કહ્યું કે નવમી સૂચિના મુદ્દા પર ચર્ચા થઈ. સીએમએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને અમે પણ અમારા મંતવ્યો વ્યક્ત કર્યા છે.

આ પણ વાંચો :-

રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને મળ્યા રાહુલ ગાંધી

0

હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાક દિવસોની અટકળો બાદ હવે વિનેશ ફોગાટ અને રાહુલ ગાંધીની મુલાકાતના સમાચાર આવ્યા છે. ભારતીય કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને મળ્યા છે.

રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા રાહુલ ગાંધીને મળ્યા હતા - Gujarati News | Wrestlers Vinesh Phogat and Bajrang Punia met Rahul Gandhi - Wrestlers Vinesh Phogat and Bajrang Punia met Rahul

મહત્વનું છે કે, બંને કુસ્તીબાજો અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાતની તસવીર સામે આવી છે, જે બાદ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વિનેશ ફોગાટ કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉતરી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે વિનેશ ફોગાટ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. હવે આ બેઠકનું ચિત્ર સપાટી પર આવ્યા બાદ આની શક્યતા વધી રહી છે.

ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતા દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહતો જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ ચાલી રહ્યાં હતા.

મહત્ત્વપૂર્ણ છે કે વિનેશ ફોગાટ ગત શનિવારે ખેડૂત આંદોલનના 200 દિવસ પૂર્ણ થવા પર ખેડૂતો પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને શંભૂ અને ખનૌરી બોર્ડર પહોંચી હતી. આ દરમિયાન વિનેશ ફોગાટને એવો સવાલ પણ કરવામાં આવ્યો કે શું તે ચૂંટણી મેદાનમાં ઉતરશે? પહેલવાને જવાબ આપ્યો કે તે રાજનીતિ વિશે તો નથી જાણતી પણ ખેડૂતોનું પૂર્ણ સમર્થન કરે છે.

વિનેશ ફોગાટની સંભવિત રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેમને ચૂંટણીમાં મોટું સમર્થન મેળવી શકે છે. જો કે વિનેશે હજુ સુધી રાજકારણમાં પ્રવેશવાની ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ રાજકીય પક્ષો તેને આકર્ષવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :-

ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા

0

ભારતીય શેરબજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઇ છે. જેમાં આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 709.94 પોઈન્ટ ઘટીને 81,845.50 પર ખુલ્યો હતો. નિફ્ટી 189.9 પોઈન્ટ ઘટીને 25,089.95 પર ખુલ્યો હતો. મંગળવારે સેન્સેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી સતત 14મા ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા | Sandesh

સેન્સેક્સ પરના મોટાભાગના શેર ઘટાડા સાથે ખૂલ્યા. માત્ર 3 શેરો એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા અને બજાજ ફિનસર્વ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ જેવા આઈટી શેર 1.25 ટકા સુધી તૂટ્યા હતા. જેએસડબલ્યુ સ્ટીલ સૌથી વધુ 2 ટકા ડાઉન હતો. એલએન્ડટી, ટાટા સ્ટીલ, એનટીપીસી, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, એક્સિસ બેંક, એસબીઆઈ જેવા શેરોમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

હવે બજાર માટે આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હવે થાક બજાર પર પ્રભુત્વ જમાવી રહ્યો છે? વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ મંગળવારે એક નોંધમાં જણાવ્યું હતું કે બજારમાં કરેક્શનની શક્યતા છે અને તેની પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે. આ કારણો મૂળભૂત અને તકનીકી બંને છે. જોકે, બ્રોકરેજ ફર્મે એમ પણ કહ્યું હતું કે આ કરેક્શનનો અર્થ એવો નથી કે ભારતીય બજારની તેજીનો અંત આવશે. બુલ રનમાં લગભગ અડધી મુસાફરી જ આવરી લેવામાં આવી છે.

એકંદરે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 3.10 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.10 લાખ કરોડનો ઘટાડો થયો છે. હવે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો, BSE સેન્સેક્સ હાલમાં 594.38 પોઇન્ટ અથવા 0.72 ટકાના ઘટાડા સાથે 81,961.06 પર છે અને નિફ્ટી 50 190.05 પોઇન્ટ અથવા 0.75 ટકાના ઘટાડા સાથે 25,089.80 પર છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ 82,555.44 પર અને નિફ્ટી 25,279.85 પર બંધ થયો હતો.

આ પણ વાંચો :-

૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૪/ આ રાશિ માટે બુધવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી-ખાંસી-થાક લાગવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગતિ.

વૃષભઃ

સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ, નોકરી-ધંધામાં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.

‌મિથુનઃ

કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બરોબર વાંચીને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ. સંતાનની પ્રગતિથી માન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્કઃ

આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઇને આવ્યો છે. આવકમાં વધારો થાય. પરિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળે. આરોગ્ય સારૂં રહેશે. માત્ર જમણી છાતીની કાળજી રાખવી.

‌સિંહઃ

મનમાં ચંચળતા રહે. આપનું મન કોઇ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રોને મળવાનું થાય. પ્રિય પાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગતિથી આનંદ. ધંધામાં પ્રગતિ. સત્તા, હોદ્દો, માનમાં વધારો થાય.

કન્યાઃ

દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધામાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલાઃ

વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.

વૃ‌શ્ચિકઃ

સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. માતા-પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદાકારક નીવડે. વાહન સુખ, મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય જળવાય.

ધનઃ

માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના-ભાઇ બહેનો સાથે સારૂં. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકરઃ

માન-સન્માનમાં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ. પરિવારમાં આનંદ. સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય, સંતાન તરફથી પ્રેમ મળતો જણાય. આરોગ્ય સારૂ.

કુંભઃ

આર્થિક બાબતો અંગે શુભ દિવસ. છતાં આજે કોઇને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૈસા ફસાઇ ન જાય. તેનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂં.

મીનઃ

આનંદ-ઉત્સાહ સભર દિવસ જણાય. આર્થિક પાસુ મજબુત બને. પરિવારના સ્ત્રીવર્ગને સફળતા મળતી જણાય. પત્નિ સાથે ઉત્તમ પ્રેમ જળવાશે.ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ના સમર્થનમાં આવ્યા મનોજ મુન્તાશીર, જાણો શું કહ્યું?

કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મને લઈને થયેલા વિવાદ બાદ સેન્સર બોર્ડે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ દરમિયાન કંગનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કવિ અને લેખક મનોજ મુન્તાશીરનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મનોજ મુન્તાશીરે ફિલ્મને સર્ટિફિકેટ ન મળવા પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ફિલ્મના જે-જે ભાગ પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવવામાં આવ્યો છે, તેના પર મનોજ મુન્તાશીરે પ્રશ્નો ઉઠાવ્યા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે પણ વાત કરી. તેમણે વાંધો ઉઠાવનારાઓને વિનંતી કરી કે, “જો તેમને કોઈ સમસ્યા હોય તો તેઓ કંગનાને કોર્ટમાં લઈ જાય, કાયદો નક્કી કરશે.” વીડિયો શેર કરતી વખતે, કંગના રનૌતે તેના કેપ્શનમાં લખ્યું છે કે ‘ઇમરજન્સી vs અભિવ્યક્તિની સ્વતંત્રતા’.

કંગના રનૌતને કોર્ટમાં લઈ જાઓ... કાયદો નક્કી કરશે', મનોજ મુન્તાશીરે કેમ કહ્યું, ઈમરજન્સી રિલીઝ મોકૂફ - 'Take Kangana Ranaut to court... the law will decide', why did Manoj ...

મનોજે વીડિયોમાં કહ્યું- ઈમરજન્સી 6 સપ્ટેમ્બરે રિલીઝ નહીં થાય, કારણ કે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ નથી મળ્યું. તે સારી વાત છે. પરંતુ સર્ટિફિકેટની આ રમત આડેધડ શા માટે રમાઈ રહી છે? સંપૂર્ણપણે રમવું જોઈએ. અમારી પાસેથી વધુ એક પ્રમાણપત્ર છીનવી લેવું જોઈએ કે અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરતા લોકો છીએ. મહાનતાના આ ઢોંગને છોડી દો, અમે એક ફિલ્મ સહન કરી શકતા નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે વાત કરીએ.

‘ઇમરજન્સીમાં શું સમસ્યા છે… સમસ્યા એ છે કે ઇન્દિરા ગાંધીની ઘાતકી હત્યા બતાવવામાં આવી છે. તો શું ઈન્દિરાજી રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા હત્યા નહીં? સમસ્યા એ છે કે ઈન્દિરા ગાંધીના હત્યારાઓને શીખ બતાવવામાં આવ્યા છે. તો શું સતવંત સિંહ અને બિઅંત સિંહ શીખ ન હતા? સમસ્યા એ છે કે જરનૈલ સિંહ ભિંડરાનવાલેને આતંકવાદી ગણાવવામાં આવ્યો છે. તો શું હજારો નિર્દોષોને મારનાર એ બદમાશ આતંકવાદી ન હતો?

મનોજ મુન્તાશીરે વધુમાં કહ્યું કે, “ઓકે, ઈમરજન્સીમાં શું સમસ્યા છે, સમસ્યા એ છે કે ઈન્દિરા ગાંધીની ઘાતકી હત્યા બતાવવામાં આવી છે. તો શું ઈન્દિરા ગાંધીનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયું હતું અને હત્યા થઈ નથી? તેમની સમસ્યા એ છે કે ઈન્દિરા ગાંધીના હત્યારાઓને શીખ બતાવવામાં આવ્યા છે, તો શું સતવંત સિંહ અને બેઅંત સિંહ શીખ નહોતા. પછી સમસ્યા એ છે કે જરનૈલ સિંહ ભિંડરાવાલેને બતાવવામાં આવ્યા છે તો શું તે હજારો નિર્દોષોની ક્રૂર હત્યા કરનારા આતંકવાદી ન હતા?

આ પણ વાંચો :-

ભરૂચમાં આભ ફાંટતા જળબંબાકાર જેવી સ્થિતિ, 18 ઇંચ વરસાદ

0

ગુજરાતમાં ફરી ભારે વરસાદ થી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. ભરૂચમાં આભ ફાંટતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભરૂચમાં સોમવાર અને મંગળવાર સવારે 10 વાગે સુધી 18 ઇંચ વરસાદ પડ્યો છે. ભરૂચના વાલિયા તાલુકામાં મંગળવારે આભા ફાટતા માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા બે – ત્રણ દિવસથી ભારે વરસાદ વરસતા ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લા જળબંબાકાર થઇ ઘયા છે. સુરત અને વલસાડમાં પણ મંગળવારે સવારે 6 થી 10 વાગે સુધી 4 ઇંચ વરસાદ પડ્યો છે.

Top News: માંગરોળમાં 18 ઇંચ વરસાદ, હેલિકૉપ્ટરથી લોકોનું સ્થળાંતર, જાણો આજે ક્યાં પડશે વરસાદ? - BBC News ગુજરાતી

ભરૂચ 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચના વાલિયા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ વાલિયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 297 મીમી વરસાદ પડ્યો છે. વાલિયા ઉપરાંત ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીયે તો આમોદમાં 14 મીમી, અંકલેશ્વરમાં 65 મીમી, ભરૂચ શહેરમાં 185 મીમી, હોંસોટમાં 33 મીમી, જંબુસરમાં 12 મીમી, ઝઘડિયામાં 40 મીમી, નેત્રંગમાં 94 મીમી, વાગરામાં 89 મીમી વરસાદ પડ્યો છે. આમ છેલ્લા 24 કલાકમાં ભરૂજ જિલ્લામાં કુલ 92.11 મીમી એટલે કે સાડા 3 ઇંચ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં 2 થી 6 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સોમવારથી ઘણા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે સવારના 6 થી 10 વાગે સુધી સૌથી વધુ ભરૂચના વાલિયામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરવાડામાં 4 ઉંચ, વલાડના 3.8 ઇંચ, વાપીમાં 3 ઇંચ, પલસાણામાં 2.8 ઇંચ, કચ્છના રાપરમાં અઢી ઇંચ, સુરતના માંગરોળમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સવારના 6 થી 10 વાગે સુધી ધોલેરા, માંડલ, વિરમગામમાં અડધા ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો :-

Netflix સીરિઝ ‘IC814’ ધ કંદહાર હાઈજેકમાં બદલાશે આતંકીઓના નામ ?

0

Netflix સીરિઝ ‘IC814’ પર વિવાદ વધી રહ્યો છે. વધતા વિવાદ વચ્ચે નેટફ્લિક્સ કન્ટેન્ટ હેડને સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારે કહ્યું કે આ દેશના લોકોની ભાવનાઓ સાથે રમવાનો કોઈને અધિકાર નથી. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું હંમેશા સન્માન કરવું જોઈએ. તમારે કંઈપણ ખોટી રીતે રજૂ કરતા પહેલા વિચારવું જોઈએ. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.

ભારે હોબાળા બાદ અંતે Netflix ઝુક્યું: ‘IC 814: ધ કંદહાર હાઈજેક’ સીરિઝમાં ફેરફાર માટે તૈયાર 1 - image

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના વડા મોનિકાની બેઠકમાં આ વિવાદ પર ચર્ચા થઈ હતી. અંતે Netflixએ કેન્દ્ર સરકારને કહ્યું કે તેઓ વેબ સીરિઝ ‘IC 814: The Kandahar Hijack’ના વાંધાજનક ભાગમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. આ સિવાય એ પણ ખાતરી આપવામાં આવી કે ભવિષ્યમાં નેટફ્લિક્સ પર જે પણ ફિલ્મો કે વેબ સીરિઝ રિલીઝ થશે, તે દેશના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

29 ઓગસ્ટના રોજ રીલિઝ થયેલ ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ અનુભવ સિન્હા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. 1999માં નેપાળથી ભારત આવી રહેલા પ્લેનના અપહરણ પ્રકરણ કંદહાર પ્લેન હાઇજેકની ઘટના પર આધારિત સીરિઝમાં કુલ 6 એપિસોડ છે. આ સીરિઝના બે હાઇજેકર્સના નામને લઇને વિવાદ ઉભો રહ્યો છે. આ પ્લેનને પાંચ હાઈજેકર્સ દ્વારા હાઈજેક કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓએ હાઇજેક દરમિયાન પોતાના જે કોડ નેમ રાખ્યા હતા તે જ ભોલા, શંકર, ડોક્ટર, બર્ગર અને ચીફ સીરિઝમાં બતાવાયા છે. લોકો જાતે કરીને લાગણી દુભાવવાના પ્રયાસો બદલ નેટફ્લિકસની ઝાટકણી કાઢી રહ્યાં છે અને આ આતંકીઓના સાચા નામ જ રજૂ કરવા વિરોધ કરી રહ્યાં છે.

આતંકવાદીઓ મુસ્લિમ હતા અને તેમના સાચા નામ ઈબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર સૈયદ, સની અહમદ કાઝી, મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહિમ અને શાકિર હતા. વિવાદ પછી, સરકારે Netflix હેડને બોલાવ્યા અને હવે OTT પ્લેટફોર્મ ફેરફારો માટે તૈયાર છે.

આ પણ વાંચો :-