ગુજરાતમાં ફરી ભારે વરસાદ થી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. ભરૂચમાં આભ ફાંટતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભરૂચમાં સોમવાર અને મંગળવાર સવારે 10 વાગે સુધી 18 ઇંચ વરસાદ પડ્યો છે. ભરૂચના વાલિયા તાલુકામાં મંગળવારે આભા ફાટતા માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા બે – ત્રણ દિવસથી ભારે વરસાદ વરસતા ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લા જળબંબાકાર થઇ ઘયા છે. સુરત અને વલસાડમાં પણ મંગળવારે સવારે 6 થી 10 વાગે સુધી 4 ઇંચ વરસાદ પડ્યો છે.
ભરૂચ 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચના વાલિયા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ વાલિયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 297 મીમી વરસાદ પડ્યો છે. વાલિયા ઉપરાંત ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીયે તો આમોદમાં 14 મીમી, અંકલેશ્વરમાં 65 મીમી, ભરૂચ શહેરમાં 185 મીમી, હોંસોટમાં 33 મીમી, જંબુસરમાં 12 મીમી, ઝઘડિયામાં 40 મીમી, નેત્રંગમાં 94 મીમી, વાગરામાં 89 મીમી વરસાદ પડ્યો છે. આમ છેલ્લા 24 કલાકમાં ભરૂજ જિલ્લામાં કુલ 92.11 મીમી એટલે કે સાડા 3 ઇંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે ગુજરાતમાં 2 થી 6 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સોમવારથી ઘણા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે સવારના 6 થી 10 વાગે સુધી સૌથી વધુ ભરૂચના વાલિયામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરવાડામાં 4 ઉંચ, વલાડના 3.8 ઇંચ, વાપીમાં 3 ઇંચ, પલસાણામાં 2.8 ઇંચ, કચ્છના રાપરમાં અઢી ઇંચ, સુરતના માંગરોળમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સવારના 6 થી 10 વાગે સુધી ધોલેરા, માંડલ, વિરમગામમાં અડધા ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો :-