મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટી પડ્યા બાદ હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટી પડ્યા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જ્યાં એક તરફ વિપક્ષી પાર્ટીઓ સત્તાધારી મહાયુતિ ગઠબંધન પર પ્રહારો કરી રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો પ્રતિમા ક્યારેય પડી ન હોત. તેમણે એક ઘટના પણ શેર કરી જ્યાં તેને કોન્ટ્રાક્ટર દ્વારા મૂર્ખ બનાવવામાં આવ્યો.
ભાજપ નેતાએ હાઈવે ઓથોરિટીના કામકાજનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બ્રિજ બનાવામાં સ્ટેનલેસ સ્ટીલનો જ ઉપયોગ કરવો જોઈએ. મને ખબર છે કે, જ્યારે હું મુંબઈમાં 55 ફ્લાયઓવર બનાવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને મૂરખ બનાવ્યો હતો. તેણે પાઉડર કોટિંગ કરીને લોખંડ આપ્યું અને તે લીલા રંગનું હતું. તેણે કહ્યું કે આમાં કાટ નહીં લાગશે. પરંતુ જ્યારે તેને લગાવવામાં આવ્યું ત્યારે થોડા જ તેમાં સમયમાં નુકસાન થવા લાગ્યું. જો સમુદ્રથી 30 કિલોમીટર સુધીના અંતરે કંઈક કામ કરવું હોય તો સ્ટીલ લગાવ્યા વિના કામ નહીં ચાલશે. જો શિવાજીની પ્રતિમામાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે કોઈ પણ સ્થિતિમાં તૂટી ન પડી હોત.
એક અધિકારીએ જણાવ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા માલવણના રાજકોટ કિલ્લામાં બપોરે 1 વાગ્યે પડી. તેમણે કહ્યું કે, તજજ્ઞો પતનનું ચોક્કસ કારણ શોધી કાઢશે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લામાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હોવાથી આ પણ કારણ હોઈ શકે છે. આ દરમિયાન સિંધુદુર્ગ જિલ્લા પોલીસે શિવાજી મહારાજની પ્રતિમાને તોડી પાડવાના સંબંધમાં શિલ્પકાર જયદીપ આપ્ટે વિરુદ્ધ મંગળવારે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. વિપક્ષ સતત સરકાર પર શિલ્પીને છુપાવવાનો આરોપ લગાવી રહ્યો છે.
એ સામાન્ય બાબત છે કે જ્યાં હાર્ડ રોક હશે ત્યાં ડ્રિલ કરવા માટે મજબૂત મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સોફ્ટ માટી ધરાવતા વિસ્તારોમાં અન્ય મશીનો લગાવી શકાય છે. આ રીતે મને લાગે છે કે સ્થળના આધારે મશીનો પણ અલગ-અલગ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે હતા ત્યારે તેમણે શિવાજીની પ્રતિમા તૂડી પડવા બદલ માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી અમારા માટે ભગવાન સમાન છે. અમે તેમની અને તેમની પૂજા કરનારાઓની માફી માંગીએ છીએ. આ પહેલા જ સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું 100 વાર પગ સ્પર્શ કરીને માફી માંગવા તૈયાર છું. આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પણ આ અંગે માફી માગી હતી.
આ પણ વાંચો :-