Wednesday, Mar 19, 2025

ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા

2 Min Read

ભારતીય શેરબજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઇ છે. જેમાં આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 709.94 પોઈન્ટ ઘટીને 81,845.50 પર ખુલ્યો હતો. નિફ્ટી 189.9 પોઈન્ટ ઘટીને 25,089.95 પર ખુલ્યો હતો. મંગળવારે સેન્સેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી સતત 14મા ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા | Sandesh

સેન્સેક્સ પરના મોટાભાગના શેર ઘટાડા સાથે ખૂલ્યા. માત્ર 3 શેરો એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા અને બજાજ ફિનસર્વ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ જેવા આઈટી શેર 1.25 ટકા સુધી તૂટ્યા હતા. જેએસડબલ્યુ સ્ટીલ સૌથી વધુ 2 ટકા ડાઉન હતો. એલએન્ડટી, ટાટા સ્ટીલ, એનટીપીસી, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, એક્સિસ બેંક, એસબીઆઈ જેવા શેરોમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

હવે બજાર માટે આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હવે થાક બજાર પર પ્રભુત્વ જમાવી રહ્યો છે? વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ મંગળવારે એક નોંધમાં જણાવ્યું હતું કે બજારમાં કરેક્શનની શક્યતા છે અને તેની પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે. આ કારણો મૂળભૂત અને તકનીકી બંને છે. જોકે, બ્રોકરેજ ફર્મે એમ પણ કહ્યું હતું કે આ કરેક્શનનો અર્થ એવો નથી કે ભારતીય બજારની તેજીનો અંત આવશે. બુલ રનમાં લગભગ અડધી મુસાફરી જ આવરી લેવામાં આવી છે.

એકંદરે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 3.10 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.10 લાખ કરોડનો ઘટાડો થયો છે. હવે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો, BSE સેન્સેક્સ હાલમાં 594.38 પોઇન્ટ અથવા 0.72 ટકાના ઘટાડા સાથે 81,961.06 પર છે અને નિફ્ટી 50 190.05 પોઇન્ટ અથવા 0.75 ટકાના ઘટાડા સાથે 25,089.80 પર છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ 82,555.44 પર અને નિફ્ટી 25,279.85 પર બંધ થયો હતો.

આ પણ વાંચો :-

Share This Article