ગણેશ પંડાલ બાંઘતા એકસાથે 15 યુવાનોને લાગ્યો કરંટ, એકનું મોત

Share this story

આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે ગણેશભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીની તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે. ત્યારે વડોદરાના પાદરા નજીકના ગામમાં મોટી દુર્ઘટના ઘટી હતી. પાદરાના ડબકા ગામમાં ગણેશ પંડાલ બાંધી રહેલા એક સાથે 15 યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ગણેશ પંડાલ બાંઘતા એકસાથે 15 યુવાનોને લાગ્યો કરંટ, એકનું મોત, 14 ઘાયલ, મચી ભાગદોડ

પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ડબકા ગામે 15 યુવકોને કરંટ લાગાવાની ઘટનાથી ભક્તિમય માહોલ શોકમય બની ગયો હતો. ડબકા ગામે આવેલા વેરાઇ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધી રહ્યા હતા, તે દરમિયાન લોખંડની એંગલ હાઇટેન્શન લાઇનને અડી જતાં 15 યુવકોને અચાનક કરંટ લાગ્યો હતો. જેમાં 1 યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે 14 યુવાનોને શરીરના અલગ અલગ ભાગો પર ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ ડબકા ગામે છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર આ વર્ષે યુવક મંડળ દ્વારા 12 ફૂટની શ્રીજીની સ્થાપના માટે 15 ફૂટ ઊંચો પંડાલ બનાવી રહ્યા હતા. ત્યારે રાત્રી સમયે પંડાલ બનાવતી વખતે પંડાલનો પોલ 11 કેવી વીજ લાઈનને અડી જતા પંડાલ બનાવવાનું કામ કરી રહેલ 15 યુવકોને કરંટ લાગતા દોડાદોડ થઈ જવા પામી હતી. જે બાદ તાત્કાલીક તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે 14 યુવકો સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :-