Home Blog Page 658

સુરતમાં ‘જળસંચય જન ભાગીદારી યોજના’નો શુભારંભ

સુરત મહાનગર પાલિકાના વિવિધ પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર જ નિર્ભર છે. આવકના નવા સ્ત્રોત ન હોવાથી પાલિકાએ કરકસર ભર્યું બજેટ બનાવી અધિકારીઓને કરકસર કરવા માટે સૂચના આપી હતી. પરંતુ વિવિધ કાર્યક્રમની જેમ આજે વડા પ્રધાનની વર્ચ્યુઅલ હાજરીવાળો જળસંચય યોજનાનો કાર્યક્રમ માટે સુરત પાલિકા 1.70 કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે. આ માટે સુરત પાલિકાની સ્થાયી સમિતિમાં વધારાના કામ તરીકે દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. વડાપ્રધાનની વર્ચ્યુઅલ હાજરી માટે 1.70 કરોડનો ખર્ચ છે. જો વડાપ્રધાન રૂબરૂ હાજર રહેવાના હોત તો પાલિકાને આ કાર્યક્રમ કેટલામાં પડત તે કલ્પના કરવી મુશ્કેલ છે.

આવતીકાલે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ‘જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ કરાવશે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ હાજર રહેશે. જોકે, આ કાર્યક્રમ પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં થવાનો હાવો છતાં પણ તેનો બેથી ત્રણ કલાકના કાર્યક્રમનો ખર્ચ અધધ 1.70 કરોડને પાર કરી જશે.

સુરત પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ હોવા છતાં પણ 60 લાખનો ખર્ચ મંડપ, સ્ટેજ માટેનો રહેશે. જ્યારે બ્રાન્ડીંગ, જાહેરાત, પ્રદર્શન, મુવી, પાર્કિંગને લગતી કામગીરી માટે પણ 60 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત 30 લાખનો ખર્ચ તો ઈલેટ્ર્કીટ વિભાગને સંલગ્ન કામગીરી માટે કરવામાં આવશે. જ્યારે ભોજન વ્યવસ્થા માટે 20 લાખનો ખર્ચ મળીને 1.70 કરોડનો ખર્ચ થઈ જશે. જો ઈન્ડોર સ્ટેડિયમ ન હોત અને જાહેરમાં કાર્યક્રમ હોત તો આ ખર્ચ કેટલો થાત તેનો અંદાજ કરવો મુશ્કેલ છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 45 મીનીટ વર્ચ્યુઅલ હાજરી આપશે તેના માટે અધધ 1.70 કરોડનો ખર્ચ પાલિકા કરવા જઈ રહી છે પરંતુ જો વડાપ્રધાન પોતે સુરતમાં આ કાર્યક્રમમાં હાજર રહેવાના હોત તો પણ આ ખર્ચની રકમ કેટલી થાય તેની પણ કલ્પના કરવી મુશ્કેલ બની જાય તેમ છે. આ કાર્યક્રમમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અંદાજે 7 હજાર લોકો જોડાય તેવો અંદાજ કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા આ કાર્યક્રમ માટે 1.70 કરોડના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી દીધી છે અને તેના કારણે અનેક ચર્ચાઓ પણ શરુ થઈ ગઈ છે.

આ પણ વાંચો :-

મુંબઈના લાલબાગના રાજાની પહેલી ઝલક, 16 કરોડનો મુગટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

0

મુંબઈના જાણીતા લાલબાગના રાજાની પહેલી ઝલક સામે આવી છે. આ વખતે તેમના મસ્તકની શોભ વધારી રહ્યો છે 16 કરોડનો મુગટ, જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જય જયકારા વચ્ચે ગણપતિ બાપ્પાએ ભક્તોને દર્શન આપ્યા. મોટી સંખ્યામાં ભક્તો એકઠાં થયા હતા. મુંબઈમાં લાલબાગના રાજા સૌથી પ્રખ્યાત ગણેશ મંડળમાંથી એક છે. મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં વીવીઆઈપીઓ અહીં દર્શન માટે આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધૂમ રહે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરથી શરુ થશે, જે 17 સપ્ટેમ્બર સુધી ચાલશે.

ganesh-mahotsav-first-glimpse-of-lalbaghcha-raja-16-crore-crown-becomes-center-of-attraction-392383

આ વર્ષે લાલબાગના રાજાની સ્થાપનાને 91 વર્ષ પૂરાં થશે. લાલ બાગના રાજાની પહેલી ઝલક જોવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કતારમાં જોવા મળ્યા હતા. ગણેશ મહોત્સવ દરમિયાન મુંબઈના લાલ બાગના રાજા સૌથી વધુ ચર્ચામાં રહે છે. લાલ બાગના રાજાની મૂર્તિની ઉંચાઈ લગભગ 20 ફુટ જેટલી હોય છે. ખાસ વાત એ છે કે બાપ્પાના મૂર્તિ બનાવવાની શરુઆત તેમના ચરણોથી કરવામાં આવે છે. તો વિસર્જન યાત્રા પણ ભારે ઠાઠમાઠથી નીકળે છે. લાલબાગના રાજના દર્શન માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે.

લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સુધીર સીતારામ સાલવીએ કહ્યું, લાલબાગના રાજાની પહેલી ઝલક સામે આવી છે. સારી રીતે મંડળની તૈયારીઓ થઈ છે. કાલથી લાલબાગના રાજાના દર્શન માટે લાઈન શરુ થઈ જશે. અમે લોકોને શાંતિથી શાનદાર રીતે દર્શન કરાવીશું.

આ પણ વાંચો :-

કેન્યામાં સ્કૂલ હોસ્ટેલમાં આગ લાગતા 17 વિદ્યાર્થીઓના મોત, 13 ઈજાગ્રસ્ત

કેન્યાની રાજધાની નૈરોબીમાં એક સ્કૂલ હોસ્ટેલમાં આગ લાગતા, પડતાં 17 વિદ્યાર્થીઓનાં મોત થયા છે, જ્યારે 13 અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

પોલીસ પ્રવક્તા રેસિલા ઓન્યાન્ગોએ જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે ન્યારી કાઉન્ટીમાં હિલસાઇડ એન્ડરાશા પ્રાઇમરી સ્કૂલની હોસ્ટેલમાં લાગેલી આગનું કારણ તપાસ હેઠળ છે. તેમણે કહ્યું કે અમે કારણોની તપાસ કરી રહ્યા છીએ અને જરૂરી કાર્યવાહી કરીશું.

કેન્યામાં સ્કૂલ હોસ્ટેલમાં ભીષણ આગ ફાટી નીકળી, 17 વિદ્યાર્થીઓના મોત, 13 ઈજાગ્રસ્ત

કેન્યાની બોર્ડિંગ સ્કૂલોમાં આગ અસામાન્ય નથી, આવી ઘટનાઓ ઘણીવાર એવી શાળાઓમાં બનતી હોય છે જ્યાં, વિદ્યાર્થીઓ મહત્તમ સમય માટે અભ્યાસ કરવા માટે રહે છે. કેટલીક ઘટનાઓ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત છે. ઉદાહરણ તરીકે, 2017 માં પણ, નૈરોબીની એક હાઇસ્કૂલમાં આગમાં 10 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો :-

કોલકત્તામાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નિવાસે ઇડીના દરોડા

0

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.સંદીપ ઘોષને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન નાણાકીય ગેરરીતિઓની સીબીઆઈ તપાસ માટે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસની મંજૂરી પણ આપી દીધી છે. હાઈકોર્ટના આ આદેશ સામે સંદીપ ઘોષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.

RG કાર હોસ્પિટલના ભૂતપૂર્વ અધિકારીએ દાવો કર્યો છે કે, ભૂતપૂર્વ આચાર્ય સંદીપ ઘોષ દાવો ન કરેલા મૃતદેહોને 'વેચાણ' કરવાના રેકેટમાં સામેલ હતા ...

કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે જોડાયેલા આરજી કર હોસ્પિટલ કેસમાં ED અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શુક્રવારે EDએ સંદિપ ઘોષના ઘર સહિત 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDની ટીમ હાવડા, સોનારપુર અને હુગલી પહોંચી ગઈ છે. હુગલીની એક જગ્યામાં આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નજીકના સંબંધીઓનું ઘર પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે RG કર મેડિકલ કોલેજમાં 8-9 ઓગસ્ટની રાત્રે એક ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી આ મામલો સતત વેગ પકડી રહ્યો છે. આ બાબતને લઈને દેશભરમાં વિરોધ થયો હતો. ડૉ.ઘોષની ભૂમિકા પહેલા દિવસથી જ શંકાના દાયરામાં રહી હતી અને તેના પર કેસને દબાવવાનો આરોપ પણ લાગ્યો હતો. ઘણા દિવસોની લાંબી પૂછપરછ બાદ CBIએ 2 સપ્ટેમ્બરે તેમની ધરપકડ કરી હતી. તેમને 10 સપ્ટેમ્બર સુધી CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

૦૬ સપ્ટેમ્બરે, ૨૦૨૪ / શુક્રવારના દિવસે આ રાશિના જાતકોને કામકાજમાં મળશે સફળતા, ધંધામાં ઉભી થશે નવી તકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

શારિરિક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતું સાંજ પછી ‌પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. ખાંસી નો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પડી આરોગ્ય સાચવવું.

‌મિથુનઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળ‍‍વાશે.

કર્ક‌ઃ

ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થયની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીય ક્ષેત્રે વિશ્વાસઘાતન થાય એની સાવધાની રાખવી.

‌સિંહઃ ‌

સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફ‍ળતા મળે. પરિવારમાં આંનદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી‌ ચિંતા રહે.

કન્યાઃ

મન ચંચળ રહે. વિચારો ‌વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રીવર્ગ થી લાભ. આરોગ્ય સાચવવું. ખંચ-વાઇના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ

ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પરિવારમાં સભ્યો સાથે શાંતિથી કામ લેવું અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિ માં સુધારો થતો જણાય.

‌વૃ‌શ્ચિકઃ

લક્ષ્મીજી ની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભ‍વાય. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ધનઃ

કાર્યક્ષેત્રે સફળતા. યશ પ્રતિષ્ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ. ‌પત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી ધંધામાં પ્રગતિ અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે. સ્વાસ્થય સારૂ રહેશે.

મકરઃ

ભાગ્ય બ‍ળવાન છે. આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધ‌ાર્મિક યાત્રા પ્રવાસ નું આયોજન થાય. સંતાનની સફળથા થી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પ્તય ક્ષેેત્રે આનંદની અનુભુતિ થાય. હાડકા, કમરના દુઃખાવાછા સાચવવું.

કુંભઃ

ખોટા ખર્ચ ઉપર કાબુ રાખવો. નાણાંની કિંનત સમજવી. જરૂરી છે. શેરબજાર તથા પ્રોપટી ના કાર્યોમાં લાભ. સંતાન સાથે ‌વાદ વિવાદ ટાળવા હિતવહ. શરદી, ખાંસનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ટાળવા. સાંજ પછી સુધારો જ‍ણાય.

મીનઃ

મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી ‌શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. ‌પત્નિ સાથે આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાય કરતી વ્યક્તિને વિશેષ સફળતા. આરોગ્ય જળ‍વાશે.

ઉત્તર કોરિયામાં સરમુખત્યાર કિમ જોંગે 30 અધિકારીઓને આપી ફાંસી, જાણો આ છે કારણ ?

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કોઈપણ ભૂલ કે બેદરકારીની ખુબ મોટી સજા આપે છે, તાજેતરમાં જ તેનું ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર કોરિયામાં વિનાશક પૂરથી દેશની હાલત ખરાબ થઇ ચુકી છે. આ પૂરને રોકવામાં નિષ્ફળ થયેલાં અધિકારીઓથી દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન ગુસ્સે થઈ ગયા અને આ તમામ 30 અધિકારીઓને મોતની સજા ફટકારી. જો કે આ લોકો સામે ભ્રષ્ટાચારના કેસ પણ નોંધાયા હતા.

સરમુખત્યાર કિમે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પૂરની તીવ્રતા જોઈને તે ગુસ્સે થઈ ગયો. તેમણે પરિસ્થિતિની અવગણના કરી અને અધિકારીઓને પૂરમાં તેમની બેદરકારી બદલ તાત્કાલિક મૃત્યુદંડની સજા ફટકારી.

ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કોઈપણ ભૂલ કે બેદરકારીને સહન કરી શકે નહીં. તેનું તાજેતરનું ઉદાહરણ સામે આવ્યું છે. હકીકતમાં, તાજેતરના વિનાશક પૂરથી દેશ ખરાબ રીતે હચમચી ગયો હતો. આ પૂરને રોકવામાં નિષ્ફળતાને કારણે સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન ગુસ્સે થઈ ગયા અને 30 અધિકારીઓને મોતની સજા ફટકારી. જો કે આ લોકો સામે ભ્રષ્ટાચારના કેસ પણ નોંધાયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોર્થ કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે જુલાઈમાં ચાગાંગ પ્રાંતમાં આવેલા વિનાશક પૂર બાદ કિમ જોંગ ઉને અધિકારીઓને કડક સજા કરવાનો આદેશ આપ્યો હતો. આ પૂરમાં લગભગ 4,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 15,000 થી વધુ લોકો બેઘર બન્યા હતા.

આ પણ વાંચો :-

શિમલામાં ગેરકાયદે મસ્જિદ નિર્માણ પર હોબાળો, વિધાનસભામાં પણ મામલો ઉછળ્યો

0

શિમલાના સંજૌલી વિસ્તારમાં મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. આ મુદ્દે સ્થાનિક લોકોએ તો વિરોધ પ્રદર્શન કર્યું જ પરંતુ આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે તીખા નિવેદનો શરૂ થઈ ગયા છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જેના કારણે રાજકારણ ગરમાયું છે.

બે દિવસમાં મસ્જિદ તોડી પાડો...' શિમલામાં ગેરકાયદે બાંધકામ અંગે હોબાળો, વિધાનસભામાં પણ મામલો ઉછળ્યો 1 - image

હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં મસ્જિદના નિર્માણના મુદ્દે કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, સંજૌલી બજારમાં મહિલાઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. ચોરીઓ થઈ રહી છે, લવ જેહાદ જેવી ઘટનાઓ ઘટી રહી છે, જે રાજ્ય અને દેશ માટે ખતરનાક છે. મસ્જિદનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. પહેલા એક માળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પછી મંજૂરી વિના બાકીની માળનું બાંધકામ કરવામાં આવ્યું. હવે 5 માળની મસ્જિદ બનાવી દેવામાં આવી. તંત્રને એ સવાલ છે કે, મસ્જિદના ગેરકાયદે બાંધકામનું વીજળી-પાણીમાં કાપ કેમ મૂકવામાં ન આવ્યો?

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. સુખુએ કહ્યું છે કે હિમાચલ પ્રદેશમાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે. મસ્જિદ સામે વિરોધ કરવા નીકળેલી ભીડ અંગે તેમણે કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. સીએમએ કહ્યું કે આ મામલે બંધારણ મુજબ કાયદાના દાયરામાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી જોવાની જરૂર નથી. મસ્જિદ ગેરકાયદે રીતે બનાવવામાં આવી હોવાના પ્રશ્ન પર મુખ્યમંત્રીએ કહ્યું કે જો તે ગેરકાયદે હોવાનું જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઇના મલાડ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, ત્રણ શ્રમિકોના મોત

0

મુંબઈના મલાડ ઇસ્ટમાં નિર્માણાધીન ઇમારત ધરાશાઈ થવાની ઘટના બની છે, જેમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યાર બે ઈજાગ્રસ્ત થયા છે. ચાર શ્રમિકો અંદર ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના ગોવિંદ નગર વિસ્તારમાં બની છે. હાલ ઘટનાસ્થળે પોલીસ સહિત કાફલો પહોંચી ગયો છે અને રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે.

મલાડમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ

મૃતકોની ઓળખ રામલાલ યાદવ (45) અને શ્યામ સિંહ (38) તરીકે થઈ છે. બંને મજૂરો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને મુંબઈમાં કામ કરતા હતા. ઘટના સમયે સ્થળ પર કુલ 10 મજૂરો કામ કરી રહ્યા હતા. અન્ય આઠ કામદારો સલામત છે અને તેમને સામાન્ય ઈજાઓ થઈ છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર સલામતીના માપદંડોની અવગણના પર સવાલો ઉભા કર્યા છે.

ઘટના અંગે નગર નિગમના અધિકારીઓએ કહ્યું કે, નિર્માણાધીન બિલ્ડિંગના સ્બેનો કેટલોક ભાગ તૂટી ગયો છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને નજીકની એમ. ડબલ્યુ. દેસાઈ હૉસ્પિટલમાં ખસેડાયા છે. ડૉક્ટરોએ બે શ્રમિકોના મોત થયા હોવાનું જણાવ્યું છે, જ્યારે બે શ્રમિકોની સારવાર ચાલી રહી છે.

બાંગ્લાદેશથી ભારતમાં ઘુસી રહેલા લોકો પર BSFનો ગોળીબાર, 1 સગીરાનું મોત

0

બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ ફેલાયેલી વ્યાપક હિંસાને કારણે દેશમાં આરાજકતા ફેલાઈ છે, વડા પ્રધાન શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી ગયા છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યારચારની સંખ્યાબંધ ઘટનાઓ બની હતી, જેના કારણે હિંદુ સમુદાયના લોકો પલાયન કરી રહ્યા છે. લોકો ભારતમાં શરણ મેળવવા બોર્ડર પર એકઠા થઇ રહ્યા છે અને સરહદ પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ રહ્યા છે. એવામાં ત્રિપુરાને લગતી આંતરરાષ્ટ્રીય સરહદ પાસે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ કથિત રીતે કરેલા ગોળીબારમાં બાંગ્લાદેશની એક 13 વર્ષની હિન્દુ છોકરી મોત થયું છે.

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને કારણે પરિસ્થિતિ વણસી, BSFએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા 11 બાંગ્લાદેશીઓને પકડ્યા | Moneycontrol Gujarati

બાંગ્લાદેશના એક આખાબારના એક અહેવાલ અનુસાર, સગીરા તેની મા સાથે ભારતીય સરહદ પાર કરી ઘુસવાના પ્રયત્નો કરી રહી હતી, ત્યારે થયલા ગોળીબાર થયો હતો. ઘટનાના 45 કલાક બાદ મંગળવારે મોડી રાત્રે BSFએ બાંગ્લાદેશી સગીરાનો મૃતદેહ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ને સોંપ્યો હતો.

અહેવાલ મુજબ મૃતક સગીરાની ઓળખ 13 વર્ષની સ્વર્ણ દાસ તરીકે થઈ હતી. મૃતદેહને સોંપવાની પુષ્ટિ કરતા ત્રિપુરા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ મૃતદેહ યુવતીના પરિવારને સોંપવામાં આવ્યો હતો. BGB સેક્ટર કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કર્નલ મિઝાનુર રહેમાન શિકદારે જણાવ્યું હતું કે સગીરાને BSFના જવાનોએ ગોળી મારી હતી જ્યારે તે અન્ય લોકો સાથે રવિવારની રાત્રે કુલૌરા ઉપલામાંથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

અખબારી અહેવાલ મુજબ બાંગ્લાદેશી અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિને ઉકેલવા માટે BGB અને BSF વચ્ચે ફ્લેગ મીટિંગ બોલાવવામાં આવી હતી. યુવતીની ઓળખ 13 વર્ષીય સ્વર્ણ દાસ તરીકે થઈ છે, જે પશ્ચિમ જુરી યુનિયનના જુરી ઉપજિલ્લા હેઠળના કાલનિગર ગામના રહેવાસી પોરેન્દ્ર દાસની દીકરી છે.

આ પણ વાંચો :-

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અઘ્યક્ષતામાં જળરિચાર્જ કાર્યક્રમ યોજાયો

સુરત મહાનગરપાલિકા દ્વારા જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાન અંતર્ગત વિવિધ ઝોન વિસ્તારમાં રૂ.૨૭ કરોડના ખર્ચે અંદાજિત ૨૦૦૦ થી વધુ ભૂગર્ભ જળરિચાર્જ કાર્યોનું ભૂમિપૂજન કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉધના સ્થિત શ્રી છત્રપતિ શિવાજી સ્પોર્ટસ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ કરવાં અગ્રેસર મહાનગરપાલિકા તંત્રની સરાહના કરતા કહ્યું કે, સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે. એક સમયે સ્વચ્છતા માટે ટીકાપાત્ર સુરત શહેર આજે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે ઉભર્યું છે, એ જ રીતે અન્ય ક્ષેત્રોમાં પણ લીડ મેળવી રહ્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદ્રઢ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરાઈ છે. મંત્રીશ્રીએ ભૂગર્ભ જલસ્તર ઊંચા આવે અને ભાવિ પેઢીને પાણીની મુશ્કેલી ન પડે અને સમૃદ્ધ જળવારસાની ભેટ મળે એની કેન્દ્ર અને રાજ્ય સરકારે કાળજી લેતા જળસંરક્ષણ જનભાગીદારી અભિયાનની પહેલ કરી છે. શહેરીજનોને ઘર, સોસાયટી કે ઈન્ડસ્ટ્રીઝ સહિતની કોઈ પણ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું માળખું ઊભું કરવા તંત્રની મદદ-માર્ગદર્શન લેવા અપીલ કરી હતી, અને જનભાગીદારીની ક્રાંતિરૂપે વરસાદી પાણીનો સંચય અવશ્ય કરવા આગ્રહ કર્યો હતો.

આ પણ વાંચો :-