મેષઃ
શારિરિક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતું સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. ખાંસી નો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.
વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પડી આરોગ્ય સાચવવું.
મિથુનઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.
કર્કઃ
ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થયની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીય ક્ષેત્રે વિશ્વાસઘાતન થાય એની સાવધાની રાખવી.
સિંહઃ
સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આંનદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.
કન્યાઃ
મન ચંચળ રહે. વિચારો વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રીવર્ગ થી લાભ. આરોગ્ય સાચવવું. ખંચ-વાઇના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.
તુલાઃ
ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પરિવારમાં સભ્યો સાથે શાંતિથી કામ લેવું અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિ માં સુધારો થતો જણાય.
વૃશ્ચિકઃ
લક્ષ્મીજી ની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.
ધનઃ
કાર્યક્ષેત્રે સફળતા. યશ પ્રતિષ્ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ. પત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી ધંધામાં પ્રગતિ અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે. સ્વાસ્થય સારૂ રહેશે.
મકરઃ
ભાગ્ય બળવાન છે. આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રા પ્રવાસ નું આયોજન થાય. સંતાનની સફળથા થી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પ્તય ક્ષેેત્રે આનંદની અનુભુતિ થાય. હાડકા, કમરના દુઃખાવાછા સાચવવું.
કુંભઃ
ખોટા ખર્ચ ઉપર કાબુ રાખવો. નાણાંની કિંનત સમજવી. જરૂરી છે. શેરબજાર તથા પ્રોપટી ના કાર્યોમાં લાભ. સંતાન સાથે વાદ વિવાદ ટાળવા હિતવહ. શરદી, ખાંસનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ટાળવા. સાંજ પછી સુધારો જણાય.
મીનઃ
મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાય કરતી વ્યક્તિને વિશેષ સફળતા. આરોગ્ય જળવાશે.