કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.સંદીપ ઘોષને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન નાણાકીય ગેરરીતિઓની સીબીઆઈ તપાસ માટે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસની મંજૂરી પણ આપી દીધી છે. હાઈકોર્ટના આ આદેશ સામે સંદીપ ઘોષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે જોડાયેલા આરજી કર હોસ્પિટલ કેસમાં ED અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શુક્રવારે EDએ સંદિપ ઘોષના ઘર સહિત 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDની ટીમ હાવડા, સોનારપુર અને હુગલી પહોંચી ગઈ છે. હુગલીની એક જગ્યામાં આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નજીકના સંબંધીઓનું ઘર પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે RG કર મેડિકલ કોલેજમાં 8-9 ઓગસ્ટની રાત્રે એક ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી આ મામલો સતત વેગ પકડી રહ્યો છે. આ બાબતને લઈને દેશભરમાં વિરોધ થયો હતો. ડૉ.ઘોષની ભૂમિકા પહેલા દિવસથી જ શંકાના દાયરામાં રહી હતી અને તેના પર કેસને દબાવવાનો આરોપ પણ લાગ્યો હતો. ઘણા દિવસોની લાંબી પૂછપરછ બાદ CBIએ 2 સપ્ટેમ્બરે તેમની ધરપકડ કરી હતી. તેમને 10 સપ્ટેમ્બર સુધી CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-