મુંબઈના જાણીતા લાલબાગના રાજાની પહેલી ઝલક સામે આવી છે. આ વખતે તેમના મસ્તકની શોભ વધારી રહ્યો છે 16 કરોડનો મુગટ, જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જય જયકારા વચ્ચે ગણપતિ બાપ્પાએ ભક્તોને દર્શન આપ્યા. મોટી સંખ્યામાં ભક્તો એકઠાં થયા હતા. મુંબઈમાં લાલબાગના રાજા સૌથી પ્રખ્યાત ગણેશ મંડળમાંથી એક છે. મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં વીવીઆઈપીઓ અહીં દર્શન માટે આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધૂમ રહે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરથી શરુ થશે, જે 17 સપ્ટેમ્બર સુધી ચાલશે.
આ વર્ષે લાલબાગના રાજાની સ્થાપનાને 91 વર્ષ પૂરાં થશે. લાલ બાગના રાજાની પહેલી ઝલક જોવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કતારમાં જોવા મળ્યા હતા. ગણેશ મહોત્સવ દરમિયાન મુંબઈના લાલ બાગના રાજા સૌથી વધુ ચર્ચામાં રહે છે. લાલ બાગના રાજાની મૂર્તિની ઉંચાઈ લગભગ 20 ફુટ જેટલી હોય છે. ખાસ વાત એ છે કે બાપ્પાના મૂર્તિ બનાવવાની શરુઆત તેમના ચરણોથી કરવામાં આવે છે. તો વિસર્જન યાત્રા પણ ભારે ઠાઠમાઠથી નીકળે છે. લાલબાગના રાજના દર્શન માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે.
લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સુધીર સીતારામ સાલવીએ કહ્યું, લાલબાગના રાજાની પહેલી ઝલક સામે આવી છે. સારી રીતે મંડળની તૈયારીઓ થઈ છે. કાલથી લાલબાગના રાજાના દર્શન માટે લાઈન શરુ થઈ જશે. અમે લોકોને શાંતિથી શાનદાર રીતે દર્શન કરાવીશું.
આ પણ વાંચો :-