બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ ફેલાયેલી વ્યાપક હિંસાને કારણે દેશમાં આરાજકતા ફેલાઈ છે, વડા પ્રધાન શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી ગયા છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યારચારની સંખ્યાબંધ ઘટનાઓ બની હતી, જેના કારણે હિંદુ સમુદાયના લોકો પલાયન કરી રહ્યા છે. લોકો ભારતમાં શરણ મેળવવા બોર્ડર પર એકઠા થઇ રહ્યા છે અને સરહદ પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ રહ્યા છે. એવામાં ત્રિપુરાને લગતી આંતરરાષ્ટ્રીય સરહદ પાસે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ કથિત રીતે કરેલા ગોળીબારમાં બાંગ્લાદેશની એક 13 વર્ષની હિન્દુ છોકરી મોત થયું છે.
બાંગ્લાદેશના એક આખાબારના એક અહેવાલ અનુસાર, સગીરા તેની મા સાથે ભારતીય સરહદ પાર કરી ઘુસવાના પ્રયત્નો કરી રહી હતી, ત્યારે થયલા ગોળીબાર થયો હતો. ઘટનાના 45 કલાક બાદ મંગળવારે મોડી રાત્રે BSFએ બાંગ્લાદેશી સગીરાનો મૃતદેહ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ને સોંપ્યો હતો.
અહેવાલ મુજબ મૃતક સગીરાની ઓળખ 13 વર્ષની સ્વર્ણ દાસ તરીકે થઈ હતી. મૃતદેહને સોંપવાની પુષ્ટિ કરતા ત્રિપુરા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ મૃતદેહ યુવતીના પરિવારને સોંપવામાં આવ્યો હતો. BGB સેક્ટર કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કર્નલ મિઝાનુર રહેમાન શિકદારે જણાવ્યું હતું કે સગીરાને BSFના જવાનોએ ગોળી મારી હતી જ્યારે તે અન્ય લોકો સાથે રવિવારની રાત્રે કુલૌરા ઉપલામાંથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
અખબારી અહેવાલ મુજબ બાંગ્લાદેશી અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિને ઉકેલવા માટે BGB અને BSF વચ્ચે ફ્લેગ મીટિંગ બોલાવવામાં આવી હતી. યુવતીની ઓળખ 13 વર્ષીય સ્વર્ણ દાસ તરીકે થઈ છે, જે પશ્ચિમ જુરી યુનિયનના જુરી ઉપજિલ્લા હેઠળના કાલનિગર ગામના રહેવાસી પોરેન્દ્ર દાસની દીકરી છે.
આ પણ વાંચો :-