સુરત મહાનગરપાલિકા દ્વારા જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાન અંતર્ગત વિવિધ ઝોન વિસ્તારમાં રૂ.૨૭ કરોડના ખર્ચે અંદાજિત ૨૦૦૦ થી વધુ ભૂગર્ભ જળરિચાર્જ કાર્યોનું ભૂમિપૂજન કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉધના સ્થિત શ્રી છત્રપતિ શિવાજી સ્પોર્ટસ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ કરવાં અગ્રેસર મહાનગરપાલિકા તંત્રની સરાહના કરતા કહ્યું કે, સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે. એક સમયે સ્વચ્છતા માટે ટીકાપાત્ર સુરત શહેર આજે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે ઉભર્યું છે, એ જ રીતે અન્ય ક્ષેત્રોમાં પણ લીડ મેળવી રહ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદ્રઢ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરાઈ છે. મંત્રીશ્રીએ ભૂગર્ભ જલસ્તર ઊંચા આવે અને ભાવિ પેઢીને પાણીની મુશ્કેલી ન પડે અને સમૃદ્ધ જળવારસાની ભેટ મળે એની કેન્દ્ર અને રાજ્ય સરકારે કાળજી લેતા જળસંરક્ષણ જનભાગીદારી અભિયાનની પહેલ કરી છે. શહેરીજનોને ઘર, સોસાયટી કે ઈન્ડસ્ટ્રીઝ સહિતની કોઈ પણ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું માળખું ઊભું કરવા તંત્રની મદદ-માર્ગદર્શન લેવા અપીલ કરી હતી, અને જનભાગીદારીની ક્રાંતિરૂપે વરસાદી પાણીનો સંચય અવશ્ય કરવા આગ્રહ કર્યો હતો.
આ પણ વાંચો :-