Home Blog Page 505

ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઇકથી ત્રણ દિવસમાં 600 લોકોના મોત, દક્ષિણ અને ઉત્તર પર હુમલાઓ તેજ

ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા તાજેતરના લશ્કરી કાર્યવાહીથી આ વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં ઇઝરાયલી હવાઈ અને જમીની હુમલાઓમાં લગભગ 600 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇઝરાયલી સેનાએ ગાઝાના દક્ષિણ અને ઉત્તરીય ભાગોમાં એક સાથે હુમલો કર્યો છે, જેના પછી આ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે દક્ષિણ ગાઝામાં રફાહ પર જમીની હુમલો ચાલી રહ્યો છે અને સૈનિકો ઉત્તર તરફ બેત લાહિયા શહેર અને મધ્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. જાન્યુઆરી 2025 માં શરૂ થયેલા યુદ્ધવિરામના ભંગ બાદ આ હુમલો થયો હતો, જેના કારણે આ પ્રદેશમાં બે મહિનાની સંબંધિત શાંતિનો અંત આવ્યો હતો.

ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારથી શરૂ થયેલા હુમલામાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારો ઘાયલ થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવાર રાત્રે શરૂ થયેલા બોમ્બ વિસ્ફોટમાં 400 થી વધુ લોકો માર્યા ગયા હતા, અને ત્યારથી મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે આ હુમલાઓ હમાસના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યા છે. જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે હુમલામાં નાગરિકોના ઘરો અને વસાહતો પણ નાશ પામી છે.

ગાઝા શહેરની અલ-અહલી હોસ્પિટલમાં મૃતકોના મૃતદેહોનો ઢગલો થયો છે, જ્યાં પરિવારો તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. “અમને ખબર નહોતી કે યુદ્ધ ફરી શરૂ થશે. મારા પરિવારના 35 સભ્યો એક હુમલામાં માર્યા ગયા,” સ્થાનિક રહેવાસી ઇબ્રાહિમ ડાયબે જણાવ્યું. હમાસે આ હુમલાઓને “યુદ્ધવિરામ કરારને ઉથલાવી નાખવા”ના પ્રયાસ તરીકે વર્ણવ્યા છે અને ચેતવણી આપી છે કે તે ગાઝામાં બંધકોના જીવનને જોખમમાં મૂકી શકે છે.

હવાઈ હુમલાઓની સાથે, ઇઝરાયલી સૈન્યએ ગાઝાના દક્ષિણ અને ઉત્તરીય વિસ્તારોમાં ભૂમિ સૈનિકો તૈનાત કર્યા છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું હતું કે આ કાર્યવાહી “ગાઝામાં આતંકવાદી સંગઠનો સામેના મજબૂત આક્રમણ”નો એક ભાગ હતી. સૈન્યએ અનેક વિસ્તારોમાંથી નાગરિકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. જબાલિયા અને ખાન યુનિસ જેવા વિસ્તારોમાં ભારે બોમ્બમારા થયાના અહેવાલો છે, જ્યાં લોકો સુરક્ષિત સ્થળોની શોધમાં પોતાનો સામાન લઈને નીકળી ગયા છે.

આ હુમલાઓની વૈશ્વિક સ્તરે સખત નિંદા કરવામાં આવી છે. યુએનના માનવતાવાદી વડા ટોમ ફ્લેચરે તેને “ચિંતાજનક” ગણાવ્યું અને કહ્યું કે ગાઝામાં માનવતાવાદી સહાયની પહોંચ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સુનિશ્ચિત થવી જોઈએ. યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરનારા કતાર અને ઇજિપ્તે પણ ઇઝરાયલ પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, “આ તો ફક્ત શરૂઆત છે. હમાસે આપણી પાસે કોઈ વિકલ્પ છોડ્યો નથી.” તેમણે દાવો કર્યો હતો કે હમાસે બંધકોને મુક્ત કરવાની યુએસ મધ્યસ્થીઓની ઓફરને નકારી કાઢી હતી.

દિલ્લી હાઈકોર્ટના જજના બંગલામાં આગ લાગતા ખુલ્યો નોટોના ભંડારનો રાજ, થયો ટ્રાન્સફર

0

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના બદલીની ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળના ત્રણ વરિષ્ઠ જજોના કોલેજિયમે જસ્ટિસ વર્માને પરત તેમના મૂળ હાઈકોર્ટ એટલે કે અલહાબાદ હાઈકોર્ટ મોકલવાની ભલામણ કરી છે. સૂત્રોના મતે, જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી, જેને બુઝાવા ગયેલી ટીમને ત્યાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી હતી.

જસ્ટિસ વર્માના નિવાસસ્થાનેથી મોટી માત્રામાં રોકડ મળવાની જાણકારી સીધા ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાની આગેવાની હેઠળના સુપ્રીમ કોર્ટ કોલેજિયમ સુધી પહોંચી. આ મામલાને ગંભીરતાથી લઈ કોલેજિયમે તાત્કાલિક બેઠક બોલાવી અને જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો.

દિલ્હી હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગતા હોબાળો મચી ગયો હતો, પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે આગ પર કાબૂ મેળવતા જજના ઘરમાંથી ‘ખજાનો’ મળી આવ્યો. આ ઘટના બાદ કોલેજિયમની બેઠક યોજાઈ હતી અને જજને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે કેટલાક ન્યાયાધીશો તેમના રાજીનામાની અને આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. અગાઉ, જજ યશવંત વર્માની ઓક્ટોબર 2021માં અલ્હાબાદ હાઈકોર્ટમાંથી દિલ્હી હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.

ભાવનગરમાં માલધારી સમાજની 75 હજારથી વધુ બહેનોએ વિશ્વ રેકોર્ડ સર્જ્યો

0

ભાવનગરના ભાલ પંથકમાં આવેલ બાવળિયાળી ઠાકર ધામમાં માલધારી સમાજની દીકરીઓએ ગોપી હુંડા મહારાસ રમીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપલબ્ધિ એક સાથે 75 હજારથી વધુ દીકરીઓ દ્વારા ગોપી હુડો રાસ રમીને મેળવવામાં આવી છે. આ ઐતિહાસિક પ્રસંગને નિહાળવા માટે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા અને તેમણે માલધારી ભરવાડ સમાજને અભિનંદન પાઠવ્યા હતા.

બાવળિયાળી ઠાકર ધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ્ ભગવત ગોપ જ્ઞાન કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથાના પાંચમા દિવસે ગોપી મહાહુડો રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માલધારી સમાજની દીકરીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સમાજની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરની બાવળીયાળી ઠાકર ધામ ને આજે ગોકુળિયું બનાવી દીધું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા નજીક બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજના લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભરવાડ સમાજ ‘ઠાકર કરે ઈ ઠીક’ના વિચાર સાથે ભગવાન સઘળું સારું કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે. દેશભરના દેવસ્થાનોને આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

૨૧ માર્ચ, ૨૦૧૫ / આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી ધંધામાં દિવસ શાંતિ થી ‌પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમી પાત્રનું મિલન શકય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ

આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભા‌ઇ બહેનો થી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્ય ની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદા કારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિ થી આનંદ. સ્નાયુના દુઃખાવા, ક્ષાનતંતુ ની સમસ્યા થી સાચવવું.

સિંહઃ

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદા કારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

અાવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ

માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની ‌પ્રગતિ શકય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યકિત તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક જયોતિષિ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃતિને કારણે યશ પતિષ્ઠા વધતી જણાય. અવાક મર્યાદિત રહે. સંતાન ના પ્રશ્નો નું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે ચે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શકય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ

મિત્રો થી લાભ. જુના મિત્રો ની મુલાકાત થાય. નવી મિત્રતા શુભફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિધાર્થી મિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શકય બને. હાલના નોકરી ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદવિવાદ ટાળવા.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિ‌ન્ટીંગ, સ્ટેશનરી, અેક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

સુરતમાં 10 પાસ ઝોલાછાપ તબીબ ઝડપાયો

સુરતના લસકાણા વિસ્તારમાં એક 10 પાસ ડિગ્રી વગરના મૂળ પશ્વિમ બંગાળના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેના ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા તે દરમિયાન તેની પ્રેગનન્ટ પત્નીને પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી પોલીસે બોગસ ડોક્ટરની પત્નીને હોસ્પિટલ ખસેડી હતી અને ડિલિવરી થયા બાદ બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. આ બોગસ ડોક્ટર 10 પાસ છે અને છેલ્લા દસ વર્ષથી ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. આરોપી ડોકટર પોતે પીડીયાટ્રીશિય, ગાયનેકોલોજીસ્ટ, સર્જન અને ફિઝિશિયન હોવાનો દાવો કરતો રહેતો હતો. ક્લિનિક પરથી પોલીસ એલોપેથી દવા, ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, ઝોન-1 એલ.સી.બી. શાખાના પોલીસને મળેલી બાતમી મળી હતી કે, લસકાણા ગામ લક્ષ્મી પાર્ક સોસાયટી, સદભાવના શાળાની પાસે, પ્લોટ નં-389 માં “શ્રી લક્ષ્મી ક્લીનીક” ના નામથી દવાખાનુ ચાલી રહ્યું છે. જેમાં સારવાર કરતો ડોક્ટર બોગસ છે. આરોપી પોતે કોઈ પણ જાતની ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતા મેડીકલ પ્રેકટીસ કરી કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખતો હતો.

બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્યની જિંદગી જોખમાય તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે બેદરકારી દાખવી દવાખાનામાં આવતા બિમાર દર્દીઓને સારવાર આપતો હતો. બોગસ ડોક્ટર 35 વર્ષીય મહીતોષભાઇ સંતોષભાઈ ચિંતપત્રો માત્ર દસ 10 પાસ હોય અને 10 વર્ષથી ડોકટરી પ્રેકટીસ કરતા ડિગ્રી વગરના ડોક્ટરને મેડીકલ સામાન તથા દવાઓનો જથ્થો કી. રૂ. 96,794ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

ડીસીપી આલોક કુમારે કહ્યું કે, બાતમીના આધારે બોગસ ડોક્ટર પર રેડ કરવામાં આવી હતી. જ્યાંથી બોગસ ડોક્ટર મહીતોષ સંતોષ ચિંતપત્રોને ઝડપી લેવામાં આવ્યો હતો. તે મૂળ પશ્ચિમબંગાળનો વતની છે. તે પહેલા પશ્ચિમ બંગાળમાં ૩ વર્ષથી પ્રેક્ટીસ કરતો હતો. છેલ્લા ૧૦ વર્ષથી સુરતમાં પ્રેક્ટીસ કરે છે. તેની પાસે કોઈ ડીગ્રી નથી તે માત્ર ધો.૧૦ પાસ છે. તે દાવો કરતો હતો કે, તે ફીઝીશીયન છે, સર્જન છે, ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ છે. ગાયનોકોલોજીસ્ટ છે અને સારી બીમારીનો ઈલાજ તે કરે છે. હાલ તેની સામે બીએનએસની કલમ જેમાં મનુષ્યની જિંદગી જોખમમાં નાખવા અને ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એલોન મસ્કની કંપની ‘X’એ ભારત પર કર્યોં કેસ, જણાવ્યું આ કારણ

એલોન મસ્કની કંપની એક્સ કોર્પે કર્ણાટક હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર સામે જ કેસ કર્યો છે. કંપનીએ ભારત સરકાર દ્વારા આઇટી અધિનિયમની ધારા 79 (3) (બી)ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સશીપ સિસ્ટમ બનાવી રહી છે. તથા X પર કન્ટેન્ટ બ્લોક કરીને પ્લેટફોર્મનું સંચાલન પ્રભાવિત કરાઇ રહ્યું છે. નોંધનીય છે કે આ અરજીમાં 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું વર્ણન કરાયું છે.

મળતી માહિતી મુજબ AI ચેટબોટ ગ્રોક દ્વારા આપવામાં આવેલા જવાબો પર કેન્દ્ર સરકારે X સાથે ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રોકને સતત એવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે જે સરકારને અસ્વસ્થ બનાવે છે અને ગ્રોક તેના જવાબો પણ આપી રહ્યા છે. તેના જવાબો પણ અસ્વસ્થ છે. આ અંગે સરકાર એક્સ સાથે વાતચીત કરી રહી છે.

‘ભારત સરકારે નિયમોનો ઉપયોગ કર્યો નથી’
આ કલમ એ સમજાવે છે કે કઈ પરિસ્થિતિઓમાં સરકારને ઈન્ટરનેટના કન્ટેન્ટને બ્લોક કરવાનો અધિકાર છે. કંપનીએ કહ્યું છે કે, કન્ટેન્ટ દૂર કરવાના કારણો લેખિતમાં આપવા જોઈએ અને નિર્ણય લેતા પહેલા યોગ્ય સુનાવણીનું આયોજન કરવું જોઈએ. તેને કાયદેસર રીતે પડકારવાનો અધિકાર પણ હોવો જોઈએ.” કંપનીએ 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ ટાંક્યો છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકાર કલમ 79(3)(b) નું ખોટું અર્થઘટન કરી રહી છે અને કલમ 69A ની જોગવાઈઓનું પાલન ન કરતા આદેશો પસાર કરી રહી છે. આ કલમ કહે છે કે, રકાર કયા સંજોગોમાં ઇન્ટરનેટ કન્ટેન્ટને બ્લોક કરી શકે છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે X Corp ને તેના AI ચેટબોટ Grok વિશે પ્રશ્નો પૂછ્યા છે. ગ્રોક અનેક પ્રશ્નોના જવાબમાં અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે, જેના માટે ભારત સરકારે કંપની પાસેથી સ્પષ્ટ જવાબ માંગ્યો છે.

સુરતમાં ટેમ્પોચાલકે માતા સામે જ બાળકીને કચડી, બે વર્ષની માસૂમનું મોત

ગુજરાતમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શહેરોમાં અવ્યસ્થિત વાહનવ્યવહાર અને બેદરકાર ડ્રાઈવિંગના કારણે જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સુરતના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવી જ એક દુઃખદ ઘટના બની, જ્યાં એક ટેમ્પોચાલકે માસૂમ બે વર્ષની બાળકી કચડી નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં મૂકી દીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 20 માર્ચના રોજ સુરતના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી એક પેપર મીલમાં કામ કરતી એક માતાએ પોતાનું બાળક નજીક સુવડાવ્યું હતું. કામ દરમિયાન, તે માતા પોતાના કામમાં વ્યસ્ત હતી, तभी મીલના જ એક ટેમ્પોચાલકે પાછળ બેદરકારીભર્યા રીતે ટેમ્પો હાંકતા બાળકને કચડી નાખ્યું. માતાએ બૂમાબૂમ કરી અને ટેમ્પોચાલકને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અકસ્માત પછી તરત જ ત્યાંથી ભાગી ગયો. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં લોહીથી લથબથ પડી ગયું. પરિવારજનોએ તરત જ બાળકને હોસ્પિટલ લઈ જવા પ્રયત્ન કર્યો, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ બાળકનું મોત થઈ ગયું.

આ હૃદયવિદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. માતા-પિતા અને પરિવારજનો રડી-રડીને બેહાલ થઈ ગયા છે. માતા માટે આ દુઃખદ ઘટના એ દુનિયાનો સૌથી મોટો આઘાત બની રહી. સચિન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં આ કેસ અંગે એફ.આઈ.આર. નોંધવામાં આવી છે અને પોલીસ ટેમ્પોચાલકની શોધખોળ કરી રહી છે. હાલ પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજ તપાસવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ચાર સામે તપાસના આદેશ

સુરતમાં પોલીસની જાણે માઠી બેઠી હોય તેમ ઉમરા પીઆઈ અને સરથાણા પોલીસ સ્ટેશન બાદ કતારગામ પોલીસ ભીંસમાં આવી છે. હીરાની ઠગાઈ કેસમાં પકડાયેલા આરોપી હીરા દલાલને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઇ અને મહિલા પીએસઆઇ સહિત ચાર પોલીસકર્મી વિરુદ્ધ સુરત કોર્ટે ઇન્કવાયરી રજીસ્ટર કરવા હુકમ કર્યો છે.

કતારગામમાં રહેતા વિશાલ ઘનશ્યામ ધામેલીયા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં વિશાલ વિરુદ્ધ 50 લાખથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. કતારગામ પોલીસે વિશાલની ધરપકડ કરી હતી. પોલીસે વિશાલને કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટ સમક્ષ વિશાલે પોલીસે તેની સાથે દૂર વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ કરી હતી.વિશાલે પીઆઈ બી. કે. ચૌધરી, મહિલા પીએસઆઇ એન.એસ.સાકરીયા, પીઆઈ રાઈટર રમેશભાઈ, કોન્સ્ટેબલ વિપુલસિંહ વિરુદ્ધ કોર્ટમાં માર મારવાની ફરિયાદ કરી હતી.

આક્ષેપ મુજબ, પોલીસે વિશાલ ધામેલીયાને પેમેન્ટ ચૂકવી સમાધાન કરાવવા માટે દબાણ કર્યું હતું અને તેની સાથે મારપીટ કરી હતી. આરોપીનું કહેવું છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસ અધિકારીઓએ તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે. સુરત કોર્ટે આ કેસમાં ગંભીરતા દાખવતા આરોપી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.

કોર્ટના આદેશ બાદ, 25 માર્ચે આ કેસની આગામી સુનાવણી હાથ ધરાશે. આ મામલે પોલીસ વિભાગ પર ભવિષ્યમાં શું પગલાં લેવાશે તે જોવું રહેશે. સુરત શહેરમાં પોલીસની આ કામગીરીએ ફરી એકવાર સત્તાધીશો અને નાગરિકોના મનમાં શંકા ઉઠાવી છે કે, શું કાયદાનો રક્ષણ આપવાનો હકદાર તંત્ર જાતે જ ગેરવર્તન કરી રહ્યું છે?

ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઇકથી 400 થી વધુ લોકોના મોત થયા

ઈઝરાયલ સેનાએ ગાઝા પર વિનાશક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલો ગઈકાલે રાતે આખી રાત ચાલ્યો હોવાનું સામે આવ્યું છે.

ગાઝામાં આ ઇઝરાયલી હુમલો બુધવારે આખી રાત ચાલુ રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ગાઝાના ડોક્ટરોએ આ વિશે માહિતી આપી હતી. જોકે સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી. ત્રણ દિવસ પહેલા ઇઝરાયલે ગાઝા પર મોટો હુમલો કર્યો હતો, જેમાં 400 થી વધુ લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું હતું. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલી બંધકોને મુક્ત ન કરવા બદલ હમાસથી રોષમાં છે. આવું કરતાની સાથે ફરીથી પોતાની સેનાને હમાસ પર મોટા હુમલાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલે ગુરુવારે ગાઝામાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. જેમાં 400થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, હમાસના પ્રવક્તાએ યુએસ રાજદૂતના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે ફરીથી હુમલાઓ શરૂ કર્યા છે. જોકે, હમાસ ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ કરાર ચાલુ રાખવા માંગતો હતો.

સુરતમાં સરકારી શાળાઓમાં સ્માર્ટ શિક્ષણની નવી શરૂઆત

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારી શાળાઓમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે વિવિધ પ્રયાસો શરૂ કર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે હવે ખાનગી શાળાઓની જેમ સરકારી શાળાઓમાં પણ ઇન્ટરએક્ટિવ (સ્માર્ટ) બોર્ડ દ્વારા શિક્ષણ આપવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાઈટેક શિક્ષણ માટે ઈન્ટર એક્ટિવ બોર્ડ મુકવામાં આવી રહ્યા છે. જોકે, આ બોર્ડ માટે પાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ થાય તેવો નિર્ણય કરાયો હતો. પ્રારંભમાં આ ઇન્ટરએક્ટિવ બોર્ડ માટે પાલિકા દ્વારા કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. શાસક પક્ષના દંડક સહિત અનેક કોર્પોરેટરોએ આ માટે ગ્રાન્ટ ફાળવવા પણ તૈયાર થઈ ગયા હતા. જો કે, અંતિમ ઘડીએ કેટલાક કોર્પોરેટરો દ્વારા બોર્ડ સપ્લાય કરનારા કોન્ટ્રાક્ટરો સાથે ગૂંચવણમાં આવી ગયાની ફરિયાદો ઉઠી.

સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે બજેટ બેઠક ની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, સ્માર્ટ બોર્ડની ખરીદી સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી થઇ શકે તેમ છે. તેના માટે કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય નથી પરંતુ સ્કૂલમાં બાળકો અભ્યાસ કરે છે તેઓને સ્વચ્છ પાણી મળે તે માટે આર.ઓ. પ્લાન્ટ લગાવવાનો નિર્ણય કર્યો છે તેથી કોર્પોરેટરો તેમાં ગ્રાન્ટ ફાળવી શકે છે.