Home Blog Page 504

કોંગ્રેસ સાથે મતભેદ વચ્ચે શશી થરૂરે શેર કરી ભાજપ ઉપાધ્યક્ષ સાથે સેલ્ફી!

0

તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂર છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. તેમણે આવા ઘણા નિવેદનો આપ્યા જે પાર્ટી લાઇનની વિરુદ્ધ હતા. તાજેતરમાં થરૂરે કહ્યું હતું કે તેમને રશિયા-યુક્રેન યુદ્ધ પરના પોતાના જૂના વલણ બદલ પસ્તાવો છે. તેમણે આ અંગે દુ:ખ પણ વ્યક્ત કર્યું. આ દરમિયાન, એક ભાજપના નેતાએ શશિ થરૂર સાથેનો એક સેલ્ફી શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે આખરે આપણે એ જ દિશામાં મુસાફરી કરી રહ્યા છીએ.

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઓડિશાના સાંસદ, બૈજયંત જય પાંડાએ શુક્રવારે (21 માર્ચ) સોશિયલ મીડિયા પર શશિ થરૂર સાથેનો એક સેલ્ફી શેર કર્યો અને તેમાં તેમણે જે કેપ્શન લખ્યું તે ખૂબ જ રમુજી હતું. ભાજપના સાંસદની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. થરૂર સાથેનો ફોટો શેર કરતા, બૈજયંત જય પાંડાએ મજાકમાં લખ્યું, ‘મારા મિત્ર અને સાથીદારે મને એટલા માટે તોફાની કહ્યો કારણ કે મેં કહ્યું હતું કે આપણે આખરે એક જ દિશામાં મુસાફરી કરી રહ્યા છીએ.’

અત્યારે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દિગ્ગજ નેતા શશિ થરૂર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાથે જોવા મળ્યાં છે. બન્ને નેતાઓ એક જ ફ્લાઈટમાં આજુબાજુની સીટ પર બેઠા હતાં. આ ફોટો પર ભાજપ નેતાએ લખ્યું કે, ‘આખરે અમે એક જ દિશામાં ચાલવા લાગ્યાં છીએ’. આ ફોટોને લઈને કોંગ્રેસ પાર્ટીની ચિંતાઓ વધી રહી છે. ભાજપ નેતા સાથે લીધેલા ફોટોને શશિ થરૂરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મારા મિત્ર અને સહયાત્રીએ મને એવું કહેવા પર શરારતી કહ્યો જ્યારે મેં કહ્યું કે આપણે અંતઃ એક જ દિશામાં યાત્રા કરી રહ્યાં છીએ.’ આ તસવીર જોતા લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું શશિ થરૂર કોંગ્રેસ પાર્ટીને છોડી દેશે?

શશિ થરૂર મનમોહન સિંહની સરકાર વખતે વિદેશ પ્રધાન પણ રહ્યાં હતા. થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, ભારતની કૂટનીતિએ નરેન્દ્ર મોદીને રશિયા અને યુક્રેન બન્ને દેશો સાથે સંબંધો મજબૂત બનાવવામાં મદદ કરી હતી. વધુમાં કહ્યું કે, ‘હું હવે મારો ચહેરો લૂંછી રહ્યો છું કારણે કે, હું એ લોકોમાંથી હતો જેમણે 2022 માં ભારતની પ્રતિષ્ઠાની આલોચના કરી હતી.’ આ પહેલા પણ શશિ થરૂર ભાજપના વખાણ કરતા જોવા મળ્યાં હતાં.

સુરતની સિવિલ હોસ્પીટલમાંથી નવજાત બાળક ચોરાયું

સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે ફરી એક બાળક ચોરી થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. સ્ટેમસેલ બિલ્ડિંગમાં રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેથી ભારે ઉહાપોહ મચી ગયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા ન્યુ બમરોલી રોડ પર ધીરજભાઈ શુક્લા પરિવાર સાથે રહે છે. તેમની પત્ની સંધ્યાને પ્રસુતિની પીડા ઉપડતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં મહિલાને કોવીડ બિલ્ડીંગના બીજા માળે આવેલા લેબર રૂમમાં દાખલ કરવામાં આવી હતી અને સાંજે સાતેક વાગ્યાની આસપાસ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

બાળકને વધુ સારવાર અર્થે માતા સાથે છઠ્ઠા માળે જી-1 વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. રાત્રે 9 વાગ્યાના સુમારે એક અજાણી મહિલા બાળકને લઈને ગુમ થઈ ગયી હતી. બાળક ગુમ થયા બાદ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળકની કોઈ ભાળ નહીં મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

ત્રિલોકેશ શુક્લાએ જણાવ્યું હતું કે, મારા નાના ભાઈને ત્યાં સાંજે 7 વાગ્યે દીકરાનો જન્મ થયો હતો મારી નાની બહેન આવી હતી અને તેણે દીકરાને જોયો હતો દરમ્યાન છોકરા માટે કપડાની જરૂરિયાત હતી અને ત્યાં એક મહિલા બેઠી હતી અને તેણે કીધું હતું કે બાળકને મને આપો, તમે કપડા લઈને આવો હું કપડા બદલી દઉ છું, અને મારી બહેન કપડું લઈને આપ્યું હતું અને બાદમાં બાળકને કાચની પેટીમાં મુકવા માટે ગયી હતી અને બાદમાં મારી બહેને ત્યાં આવીને જોયું તો ત્યાં દીકરો ના હતો. 7 વાગ્યે દીકરાનો જન્મ થયો હતો અને 9 વાગ્યથી દીકરો ગાયબ થઈ ગયો છે હાલ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.

૨૨ માર્ચ, ૨૦૨૫ / શનિવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ બેપારી સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જુઓ આજનું રાશિફળ

મેષઃ

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતષ.

વૃષભઃ

બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બન્ને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વૃદ્ધિ થાય.

મિથુનઃ

આર્થિક બબાતો અંગે સારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણો માંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે. નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.

કર્કઃ

દિવસ દરમ્યાન શુભ ફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાન યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.

સિંહઃ

થોડા નકારાત્મક વિચારો સતાવે. છતાં આવક વધતી જણાય. કુંટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારૂ રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.

કન્યાઃ

નાણાંની વૃદ્ધિ થતી જણાય. નાના ભાઈ બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.

તુલાઃ

જુસ્સો, ચાણક્ય નીતિ, સાચુ ખોટા પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરદી-વેચાણ ફાયનાન્સ, બ્રોકસ, કાચ, પ્લાસ્ટીકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.

વૃશ્ચિકઃ

બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર સુધી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઈ શકાય. બેકીંગ, શિક્ષીણ, ઈન્કમટેક્ષ-સેલ્સટેક્ષના ધંધાવાળા માટે પ્રગતિ.

ધનઃ

બપોર સુધીનો મય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનોનો સાથ સહકાર મળતો જણઆય. ધંધાકી ક્ષેત્રે સફળતા, બપોર બાદ પરિસ્થિત વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.

મકરઃ

આનંદની અુભુતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય.

કુંભઃ

ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફતા મળતી જણાય. પિતૃસુખમાં વૃદ્ધિ થા. નફાકારક રોકાણો કરી શકાય.

મીનઃ

દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્વ રહે. બપોર બાદ તબિય સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણઆય. આદ્યાત્મિક ઉન્નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

પીએમ મોદીના છેલ્લા 3 વર્ષના વિદેશ પ્રવાસો પર સરકારનો ખુલાસો, કુલ ખર્ચ રાજ્યસભામાં જાહેર

0

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ મે, 2022 થી ડિસેમ્બર, 2024 દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો.

રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, 32 મહિનામાં તેમણે 38 વિદેશયાત્રાઓ કરી હતી, જેમાં કુલ 258 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80,01,483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે જૂન, 2023માં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ 22,89,68,509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

2022 માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશખર્ચ (રૂપિયા)
જર્મની9,44,41,562.00
ડેનમાર્ક5,47,46,921.00
ફ્રાન્સ1,95,03,918.00
નેપાળ80,01,483.00
જાપાન8,68,99,372.00
યુએઈ1,64,92,605.00
જર્મની14,47,24,416.00
જાપાન7,08,03,411.00
ઉઝબેકિસ્તાન1,57,26,709.00
ઈન્ડોનેશિયા4,69,52,964.00

2023 માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશખર્ચ (રૂપિયા)
પાપુઆ ન્યુ ગિની8,58,04,677.00
ઓસ્ટ્રેલિયા6,06,92,057.00
જાપાન17,19,33,356.00
અમેરિકા22,89,68,509.00
ઈજિપ્ત2,69,04,059.00
ફ્રાન્સ13,74,81,530.00
યુએઈ1,45,06,965.00
દક્ષિણ આફ્રિકા6,11,37,355.00
ગ્રીસ6,97,75,753.00
ઈન્ડોનેશિયા3,62,21,843.00
યુએઈ4,28,88,197.00

2024 માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશખર્ચ
યુએઈ5,31,95,485.00
કતાર3,14,30,607.00
ભૂટાન4,50,27,271.00
ઈટાલી14,36,55,289.00
ઑસ્ટ્રિયા4,35,35,765.00
રશિયા5,34,71,726.00
પોલેન્ડ10,10,18,686.00
યુક્રેન2,52,01,169.00
બ્રુનેઈ5,02,47,410.00
અમેરિકા15,33,76,348.00
સિંગાપોર7,75,21,329.00

સુરતમાં તંત્ર દ્વારા પાલનપોરમાં 6.50 કરોડની જમીન પર મેગા ડિમોલિશન

સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અડાજણ મામલતદારની ટીમ દ્વારા પાલ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

સુરત શહેર(ઉત્તર)ના પ્રાંત અધિકારી નેહાબેન સવાણીના માર્ગદર્શન હેઠળ શહેરના અડાજણ વિસ્તારના પાલનપોરની સરકારી પડતર જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અડાજણ તાલુકાના પાલનપોર વિસ્તારમાં અડાજણ મામલતદાર મનીષ પટેલ અને મહાનગરપાલિકાના સ્ટાફગણ અને પાલ પો.સ્ટેશનના સહયોગથી ડિમોલીશન કવાયત હાથ ધરાઈ હતી. જેમાં બ્લોક નં.31, ટી.પી.સ્કીમ નં.9(પાલનપોર) એ.પી.નં.107, પરની 3350 ચો.મી. વાળી અંદાજિત રૂ.6.50 કરોડની સરકારી પડતર જમીનમાં કરવામાં આવેલા ઝુંપડાઓના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

UAEમાં 25 ભારતીયોને મળી મોતની સજા, વિદેશ રાજ્ય મંત્રીએ સંસદમાં રજૂ કર્યા આંકડા

0

સરકારે ગુરુવારે સંસદમાં માહિતી આપી કે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં 25 ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી છે, પણ હજી સુધી આ નિર્ણય પર અમલ કરવામાં આવ્યો નથી. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં આ માહિતી આપી. વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે શું અનેક ભારતીય વિદેશની જેલોમાં વર્ષોથી કેદ છે? સાથે જ વિદેશમાં મોતની સજા માટે રાહ જોતા ભારતીયોની માહિતી પણ પૂછવામાં આવી હતી અને તેમની જીવ બચાવવા માટે સરકાર દ્વારા કરાયેલા પ્રયાસોની વિગતો માંગવામાં આવી હતી.

વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે જણાવ્યું કે, “મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, હાલ વિદેશી જેલોમાં કેદ 10,152 ભારતીયો છે, જેમાં ઘણા વિચારાધીન કેદીઓ પણ સામેલ છે.” તેમણે કહ્યું કે વિદેશી જેલોમાં બંધ ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સરકાર ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. મંત્રીએ 8 દેશોના આંકડા રજૂ કર્યા અને એ પણ જણાવ્યું કે કેટલાં ભારતીયોને મોતની સજા ફટકારી દેવાઈ છે, પણ હજી અમલ થયો નથી.

આંકડા મુજબ, યુએઈમાં 25, સાઉદી અરબમાં 11, મલેશિયામાં 6, કુવૈતમાં 3, અને ઈન્ડોનેશિયા, કતાર, અમેરિકા અને યમનમાં 1-1 ભારતીયને મોતની સજા ફટકારી દેવાઈ છે. મંત્રીએ જણાવ્યું કે વિદેશમાં ભારતીય મિશન/પોસ્ટ દ્વારા તે તમામ ભારતીયોને મદદ કરવામાં આવે છે, જેમને સ્થાનિક અદાલતોએ મોતની સજા સહિત વિવિધ દંડ ફટકાર્યા છે. ભારતીય મિશન જેલ મુલાકાતે જઈને કાઉન્સેલિંગ પહોંચાડે છે અને અદાલત, જેલ, પ્રોસિક્યુટર અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે તેમના કેસોની દેખરેખ રાખે છે. તેમજ તેઓને અપીલ, દયા અરજી વગેરે માટે કાયદેસરની સહાયતા પણ આપવામાં આવે છે.

વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ ભારતીયને વિદેશમાં મોતની સજા થઈ છે કે નહીં? મંત્રીએ જવાબ આપ્યો કે મલેશિયા, કુવૈત, કતાર અને સાઉદી અરબમાં આવું થયું છે. 2024માં કુવૈત અને સાઉદી અરબમાં 3-3 ભારતીયોને, જ્યારે જિંબાબ્વેમાં 1 ભારતીયને મોતની સજા ફટકારવામાં આવી હતી. 2023માં કુવૈત અને સાઉદી અરબમાં 5-5 ભારતીયોને, જ્યારે મલેશિયામાં 1 ભારતીયને મોતની સજા ફટકારવામાં આવી હતી.

બેંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠમાં ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ

0

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા શુક્રવારે બેંગલુરુમાં શરૂ થઈ. સભાની શરૂઆતમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, તબલા વાદક ઝાકિર હુસૈન, પ્રીતિશ નંદી અને સંઘના અન્ય દિવંગત કાર્યકરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

સંઘના સહ-મહામંત્રી મુકુંદ સીઆરએ મણિપુરની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મણિપુર છેલ્લા 20 મહિનાથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારના કેટલાક રાજકીય અને વહીવટી નિર્ણયો પછી હવે આશાનું કિરણ દેખાય છે. જોકે, રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થવામાં હજુ ઘણો સમય લાગશે.

સંઘના 100 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાની 100મી વર્ષગાંઠ છે. આવી સ્થિતિમાં બેઠકમાં સંગઠનના વિસ્તરણ અને સામાજિક કાર્ય પર ચર્ચા થઈ રહી છે. આ વખતે સંઘની પ્રતિનિધિ સભામાં કુલ 1482 સ્વયંસેવકો અને પદાધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. મુકુંદે કહ્યું કે, આ બેઠકમાં એ પણ મૂલ્યાંકન કરવામાં આવશે કે સંઘ અત્યાર સુધી સમાજમાં કેટલો બદલાવ લાવી શક્યો છે અને ભવિષ્યમાં કયા ક્ષેત્રોમાં વધુ પ્રયાસોની જરૂર છે.

તેમણે કહ્યું કે, બધા સામાજિક જૂથોએ સાથે આવવું પડશે. આપણે અંદરોઅંદર લડીએ એ યોગ્ય નથી. જો કોઈ સમસ્યા હોય, તો તેને સદ્ભાવના સાથે મળીને ઉકેલી શકાય છે. અમારા સ્વયંસેવકો અને વિવિધ વૈચારિક પરિવારોના લોકો, ખાસ કરીને દક્ષિણ ભારતીય રાજ્યોમાં સદ્ભાવના માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

એક વર્ષમાં 10 હજાર શાખાઓનો વધારો થયો હાલમાં સંઘની પ્રવૃત્તિઓ 73,646 સ્થળોએ ચાલી રહી છે, જેમાંથી 51,710 સ્થળોએ દરરોજ શાખાઓ યોજાય છે. આ વર્ષે સંઘની શાખાઓમાં 10,000નો વધારો થયો છે, જેનાથી કુલ શાખાઓની સંખ્યા 83,129 થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીમાં સાપ્તાહિક પ્રવૃત્તિમાં પણ 4,430નો વધારો થયો છે. હાલમાં દેશભરમાં સંઘની કુલ 1,15,276 પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા

ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શુક્રવારે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે અફઘાનિસ્તાનમાં 4.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મોડી રાત્રે આવેલા આ ભૂકંપના કારણે અનેક લોકો ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ રાત્રે 1 વાગે આવ્યો હતો અને તેની ઊંડાઈ 160 કિમી હતી. આ પહેલા 13 માર્ચે અફઘાનિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

વિશ્વનું સૌથી વ્યસ્ત હિથ્રો એરપોર્ટ 24 કલાક માટે કરાયું બંધ

લંડનના હિથ્રો એરપોર્ટ પર એક મોટું વિજ સંકટ પેદા થયું છે. જેના કારણે હિશ્રો એરપોર્ટ આજે આખો દિવસ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. હિશ્રો એરપોર્ટ નજીકના એક ઇલેક્ટ્રિકલ સબ સ્ટેશનમાં આગ લાગવાના કારણે હીથ્રો એરપોર્ટ સંપુર્ણ ઠપ્પ થઇ ગયું છે. જેના કારણે એરપોર્ટમાં સંચાલિત થતી તમામ વસ્તુઓ બંધ થઇ ગઇ છે. આ આગ એટલી ભયાનક હતી કે, યુદ્ધના ધોરણે તેને ઠારવા છતા ભયાનક નુકસાન થયું છે. જેના રિપેરિંગમાં 24 કલાક જેટલો સમય લાગશે. જેના કારણે 24 કલાક માટે હિશ્રો એરપોર્ટ બંધ રાખવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિશ્રો એરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે.

હિશ્રો એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટને રદ્દ કરી દેવામાં આવી છે. હિશ્રો પર ઉતરવા માટે તૈયાર ફ્લાઇટ્સને પણ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. એરપોર્ટ કંટ્રોલ ટાવર પણ સંપુર્ણ ઠપ્પ થઇ જતા તમામ ફ્લાઇટ્સને રદ્દ કરવાની ફરજ પડી છે. લંડનનું ફાયર બ્રિગેડ પણ દુર્ઘટના બાદ તત્કાલ એક્શનમાં આવી ગયું છે. ફાયર બ્રિગેડે કહ્યું કે, 10 ફાયરની ગાડીઓ અને આશરે 70 અગ્નિશામક કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. 200 મીટરના વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોને પોતાના ઘરના બારી દરવાજા બંધ રાખવા માટે અથવા તો ઘર ખાલી કરી દેવા માટે સુચના આપવામાં આવી છે.

હિથ્રો એરપોર્ટે તમામ યાત્રીઓને સલાહ આપી છે કે, એરપોર્ટની યાત્રા કરવાનું ટાળે અને પોતાની ફ્લાઇટ હોય તો સંબંધિત માહિતી માટે એરલાઇન્સ કંપનીનો સંપર્ક કરે એરપોર્ટ તંત્ર સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઝડપથી સેવાઓ ફરી શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડાર 24 અનુસાર અનેક ઉડ્યનોને ડાયવર્ટ થવા માટેની સુચના આપવામાં આવી છે.

સુરત પોલીસ એક્શનમાં, ગોડાદરામાં દારૂના અડ્ડાઓ પર ચાલ્યું દાદાનું બુલડોઝર

0

ગુજરાતના મુખ્ય શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ વધી રહી છે. અમદાવાદના વસ્ત્રાલમાં ભય ફેલાવનાર આરોપીઓના ઘરોને ધ્વસ્ત કર્યા બાદ રાજ્ય પોલીસ પ્રધાન વિકાસ સહાયને 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આ સમય દરમિયાન સુરતના ગોડાદરા રેલવે ફાટક પાસે લાંબા સમયથી ચાલતા દારૂના અડ્ડાને આજે ગોડાદરા પોલીસ દ્વારા કડક પોલીસ સુરક્ષામાં બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો.

100 કલાકના આ અભિયાન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચે 22 શખ્સોને પોલીસ મથકે બોલાવીને તેમને ‘કાન પકડીને’ બેસાડ્યા. પોલીસ દ્વારા આ શખ્સોની પુછપરછ કરાઈ અને સખ્ત કાર્યવાહી માટે ચેતવણી આપવામાં આવી. ખાસ તપાસ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે લગભગ 1300 ગુનેગારોની યાદી તૈયાર કરી છે, જેમાં 300 ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદના વસ્ત્રાલની ઘટનાને પગલે ગુજરાત પોલીસ વડાએ એક મોટો આદેશ જારી કર્યો છે, જેમાં 100 કલાકની અંદર રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત કરવા તેમજ અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે શનિવારે વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ પોલીસ કમિશનર, રેંજ વડા અને જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દરેક પોલીસ મથકના વિસ્તારમાં વસવાટ કરતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી.

રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી તાત્કાલિક અમલમાં મૂકવા હુકમ કરવામાં આવ્યો છે. સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ યાદીમાં કોને સામેલ કરવાના છે. આ યાદીમાં એવા શખ્સોને ઉમેરવાની સૂચના આપવામાં આવી છે, જે વારંવાર શારીરિક હુમલાઓ, દબાણખોરી, ધમકી, મિલ્કત સામેના ગુનાઓ, દારૂ-જુગાર, ખનિજ ચોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રજામાં ભય ફેલાવે છે.