Friday, Apr 25, 2025

કોંગ્રેસ સાથે મતભેદ વચ્ચે શશી થરૂરે શેર કરી ભાજપ ઉપાધ્યક્ષ સાથે સેલ્ફી!

3 Min Read

તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂર છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. તેમણે આવા ઘણા નિવેદનો આપ્યા જે પાર્ટી લાઇનની વિરુદ્ધ હતા. તાજેતરમાં થરૂરે કહ્યું હતું કે તેમને રશિયા-યુક્રેન યુદ્ધ પરના પોતાના જૂના વલણ બદલ પસ્તાવો છે. તેમણે આ અંગે દુ:ખ પણ વ્યક્ત કર્યું. આ દરમિયાન, એક ભાજપના નેતાએ શશિ થરૂર સાથેનો એક સેલ્ફી શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે આખરે આપણે એ જ દિશામાં મુસાફરી કરી રહ્યા છીએ.

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઓડિશાના સાંસદ, બૈજયંત જય પાંડાએ શુક્રવારે (21 માર્ચ) સોશિયલ મીડિયા પર શશિ થરૂર સાથેનો એક સેલ્ફી શેર કર્યો અને તેમાં તેમણે જે કેપ્શન લખ્યું તે ખૂબ જ રમુજી હતું. ભાજપના સાંસદની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. થરૂર સાથેનો ફોટો શેર કરતા, બૈજયંત જય પાંડાએ મજાકમાં લખ્યું, ‘મારા મિત્ર અને સાથીદારે મને એટલા માટે તોફાની કહ્યો કારણ કે મેં કહ્યું હતું કે આપણે આખરે એક જ દિશામાં મુસાફરી કરી રહ્યા છીએ.’

અત્યારે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દિગ્ગજ નેતા શશિ થરૂર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાથે જોવા મળ્યાં છે. બન્ને નેતાઓ એક જ ફ્લાઈટમાં આજુબાજુની સીટ પર બેઠા હતાં. આ ફોટો પર ભાજપ નેતાએ લખ્યું કે, ‘આખરે અમે એક જ દિશામાં ચાલવા લાગ્યાં છીએ’. આ ફોટોને લઈને કોંગ્રેસ પાર્ટીની ચિંતાઓ વધી રહી છે. ભાજપ નેતા સાથે લીધેલા ફોટોને શશિ થરૂરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મારા મિત્ર અને સહયાત્રીએ મને એવું કહેવા પર શરારતી કહ્યો જ્યારે મેં કહ્યું કે આપણે અંતઃ એક જ દિશામાં યાત્રા કરી રહ્યાં છીએ.’ આ તસવીર જોતા લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું શશિ થરૂર કોંગ્રેસ પાર્ટીને છોડી દેશે?

શશિ થરૂર મનમોહન સિંહની સરકાર વખતે વિદેશ પ્રધાન પણ રહ્યાં હતા. થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, ભારતની કૂટનીતિએ નરેન્દ્ર મોદીને રશિયા અને યુક્રેન બન્ને દેશો સાથે સંબંધો મજબૂત બનાવવામાં મદદ કરી હતી. વધુમાં કહ્યું કે, ‘હું હવે મારો ચહેરો લૂંછી રહ્યો છું કારણે કે, હું એ લોકોમાંથી હતો જેમણે 2022 માં ભારતની પ્રતિષ્ઠાની આલોચના કરી હતી.’ આ પહેલા પણ શશિ થરૂર ભાજપના વખાણ કરતા જોવા મળ્યાં હતાં.

Share This Article