HomeGujaratઅમદાવાદથી કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ, જાણો શું છે મામલો

અમદાવાદથી કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ, જાણો શું છે મામલો

Date:

Related stories

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ...
spot_img

વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર આશિષ જોશીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદથી તેમની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન નોંધાયેલા દારૂના કેસમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. રામોલ પોલીસે આશિષ જોશીને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. સંખેડા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ચૂંટણી સમયે ગુનો નોંધાયો હતો, જેને લઈને હવે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધરપકડ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલો ચૂંટણી પહેલા ઝડપાયેલા દારૂના જથ્થા સાથે જોડાયેલો છે. પોલીસ વિભાગ લાંબા સમયથી આ કેસમાં તપાસ ચલાવી રહ્યું હતું. તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે અમદાવાદની રામોલ પોલીસે આશિષ જોશીને ઝડપી પાડ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન સૌથી રસાકસીભર્યો જંગ મનાતા વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર આશિષ જોશી વિરુદ્ધ દારૂ મંગાવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કવાંટ તરફથી નંબર પ્લેટ વગરની કારમાં દારૂ ભરીને આવતાં ડભોઇના કારચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી અંદાજે 3.96 લાખ રૂપિયાની કિંમતની 299 દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી. સમગ્ર મામલે મોબાઇલ નંબરના આધારે આશિષ જોશીને વોન્ટેડ જાહેર કરીને બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ફરિયાદ નોંધાયા બાદ આશિષ જોશીએ સોશિયલ મીડિયા મારફતે પોતાનો અને ઝડપાયેલા આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા કેટલાક દિવસોથી તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. કોઈ રાજકીય નેતાના ઇશારે તેમના વિરુદ્ધ ખોટી એફઆઈઆર દાખલ કરાવવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આશિષ જોશીએ દાવો કર્યો હતો કે તેમની વધતી લોકપ્રિયતાને કારણે રાજકીય ષડયંત્ર રચીને તેમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Subscribe

Latest stories

spot_img