સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અડાજણ મામલતદારની ટીમ દ્વારા પાલ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સુરત શહેર(ઉત્તર)ના પ્રાંત અધિકારી નેહાબેન સવાણીના માર્ગદર્શન હેઠળ શહેરના અડાજણ વિસ્તારના પાલનપોરની સરકારી પડતર જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અડાજણ તાલુકાના પાલનપોર વિસ્તારમાં અડાજણ મામલતદાર મનીષ પટેલ અને મહાનગરપાલિકાના સ્ટાફગણ અને પાલ પો.સ્ટેશનના સહયોગથી ડિમોલીશન કવાયત હાથ ધરાઈ હતી. જેમાં બ્લોક નં.31, ટી.પી.સ્કીમ નં.9(પાલનપોર) એ.પી.નં.107, પરની 3350 ચો.મી. વાળી અંદાજિત રૂ.6.50 કરોડની સરકારી પડતર જમીનમાં કરવામાં આવેલા ઝુંપડાઓના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.