એલોન મસ્કની કંપની એક્સ કોર્પે કર્ણાટક હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર સામે જ કેસ કર્યો છે. કંપનીએ ભારત સરકાર દ્વારા આઇટી અધિનિયમની ધારા 79 (3) (બી)ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સશીપ સિસ્ટમ બનાવી રહી છે. તથા X પર કન્ટેન્ટ બ્લોક કરીને પ્લેટફોર્મનું સંચાલન પ્રભાવિત કરાઇ રહ્યું છે. નોંધનીય છે કે આ અરજીમાં 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું વર્ણન કરાયું છે.
મળતી માહિતી મુજબ AI ચેટબોટ ગ્રોક દ્વારા આપવામાં આવેલા જવાબો પર કેન્દ્ર સરકારે X સાથે ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રોકને સતત એવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે જે સરકારને અસ્વસ્થ બનાવે છે અને ગ્રોક તેના જવાબો પણ આપી રહ્યા છે. તેના જવાબો પણ અસ્વસ્થ છે. આ અંગે સરકાર એક્સ સાથે વાતચીત કરી રહી છે.
‘ભારત સરકારે નિયમોનો ઉપયોગ કર્યો નથી’
આ કલમ એ સમજાવે છે કે કઈ પરિસ્થિતિઓમાં સરકારને ઈન્ટરનેટના કન્ટેન્ટને બ્લોક કરવાનો અધિકાર છે. કંપનીએ કહ્યું છે કે, કન્ટેન્ટ દૂર કરવાના કારણો લેખિતમાં આપવા જોઈએ અને નિર્ણય લેતા પહેલા યોગ્ય સુનાવણીનું આયોજન કરવું જોઈએ. તેને કાયદેસર રીતે પડકારવાનો અધિકાર પણ હોવો જોઈએ.” કંપનીએ 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ ટાંક્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકાર કલમ 79(3)(b) નું ખોટું અર્થઘટન કરી રહી છે અને કલમ 69A ની જોગવાઈઓનું પાલન ન કરતા આદેશો પસાર કરી રહી છે. આ કલમ કહે છે કે, રકાર કયા સંજોગોમાં ઇન્ટરનેટ કન્ટેન્ટને બ્લોક કરી શકે છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે X Corp ને તેના AI ચેટબોટ Grok વિશે પ્રશ્નો પૂછ્યા છે. ગ્રોક અનેક પ્રશ્નોના જવાબમાં અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે, જેના માટે ભારત સરકારે કંપની પાસેથી સ્પષ્ટ જવાબ માંગ્યો છે.