Home Blog Page 1414

દીવાલ પર ચઢીને બદમાશો ઘરમાં ઘૂસ્યા, બે બહેનો પર તલવારથી કર્યો હુમલો, એકનું મોત

Miscreants break into house

  • Murder in Fatehabad: આ હુમલા બાદ આરોપીએ કાર પર આવી રહેલી છોકરીઓની માતાને પણ છરી બતાવી

ફતેહાબાદની (Fatehabad) ભાટિયા કોલોનીમાં એક યુવકે ઘરમાં ઘૂસીને બે બહેનો પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યાનો (attacked with swords) સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. હુમલામાં નાની બહેનનું મોત (dies) થયું છે જ્યારે મોટી બહેનને ગંભીર હાલતમાં હિસાર રિફર (Hisar Referee) કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલા બાદ આરોપીએ કાર પર આવી રહેલી છોકરીઓની માતાને પણ છરી બતાવી હતી અને આ દરમિયાન તેની બાઇક ડિવાઈડર (Bike divider) સાથે અથડાઈ હતી, જેના કારણે આરોપી ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે તેને પકડીને હોસ્પિટલમાં (Hospital) દાખલ કર્યો, તેના બે સાથીઓ ફરાર હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ ચંદીગઢમાં (Chandigarh) અભ્યાસ કરતી બે બહેનો પ્રિયા અને યોગિતા તેમના ઘરે આવી હતી અને આજે ઘરે જ હાજર હતી. તેના પિતા અને ભાઈ દિલ્હીમાં કામ કરે છે, તેઓ ઘરે ન હતા અને માતા પણ ઘરે ન હતા. બપોરે 3 વાગ્યાની આસપાસ દોલતપુરનો સંદીપ નામનો શખ્સ ઘરમાં ઘુસી ગયો હતો અને તેમના પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

 આ દરમ્યાન છોકરીઓને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં નાની બહેન યોગિતાનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્યને રિફર કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગયા મહિને પણ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવતીની માતાનો આરોપ છે કે પોલીસે આ મામલામાં કોઈ કડક કાર્યવાહી કરી ન હતી, ત્યારબાદ જેલમાંથી બહાર આવતા જ યુવકની હિંમત વધી અને તેણે ફરી હુમલો કર્યો.

આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે યુવતીઓની માતા કાર પર ઘરે આવી રહી હતી, તે દરમ્યાન ઘટના પછી આરોપીએ તેના બે સાથીઓ સાથે હનુમાન મંદિર પાસે તેને છરી બતાવી, જેના કારણે ડિવાઈડર સાથે બાઇક અથડાયા બાદ હુમલાખોર ઇજાગ્રસ્ત થયો હતો અને પકડાયો હતો.

આ દરમ્યાન છોકરીઓને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં નાની બહેન યોગિતાનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્યને રિફર કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગયા મહિને પણ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવતીની માતાનો આરોપ છે કે પોલીસે આ મામલામાં કોઈ કડક કાર્યવાહી કરી ન હતી, ત્યારબાદ જેલમાંથી બહાર આવતા જ યુવકની હિંમત વધી અને તેણે ફરી હુમલો કર્યો.

 આ મામલામાં એક સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં યુવકો ઘરમાં પ્રવેશતા નજરે પડી રહ્યાં છે યુવક ઘરની દિવાલ ચડીને ઘરમાં પ્રવેશ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલામાં એક સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં યુવકો ઘરમાં પ્રવેશતા નજરે પડી રહ્યાં છે યુવક ઘરની દિવાલ ચડીને ઘરમાં પ્રવેશ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tulsi Tea Benefits : તુલસીની ચા પીશો તો બીમારીઓ થઇ જશે છૂમંતર, જાણી લો ફાયદા

Tulsi Tea Benefits

  • જે રીતે તુલસીને ઘરમાં રાખવાના અનેક ફાયદા છે, એ જ રીતે તુલસીની ચા પીવાના પણ ઘણા ફાયદા છે. ખરેખર, તુલસીની અંદર એન્ટીવાયરસ, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઈન્ફલેમેટરી, વિટામિન એ, વિટામિન સી, ફાસ્ફોરસ, કેલ્શિયમ વગેરે મહત્વપૂર્ણ તત્વ હોય છે.

તુલસી (Tulsi) આરોગ્યની અનેક સમસ્યાઓને દૂર રાખી શકે છે. તેથી તેની ચા પીવાની (Drinking tea) પણ સલાહ આપવામાં આવે છે. પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવવામાં પણ તુલસીની ચા ખૂબ ફાયદાકારક છે. આજના સમયમાં લોકો ખોટા ખાન-પાનના (Khan-Pan) કારણે પાચન ક્રિયાની અનેક સમસ્યાઓથી ગ્રસ્ત થાય છે. એવામાં તુલસીની ચાના સેવનથી શૌચ પ્રક્રિયા તો સરળ થાય છે, પરંતુ ગેસની સમસ્યા, જાડાની સમસ્યા, પેટમાં દુ:ખાવાની સમસ્યા, કબજીયાતની સમસ્યામાંથી પણ છૂટકારો મળી શકે છે.

સારી ઊંઘ માટે પીવો તુલસીની ચા :

સારી ઊંઘ માટે તુલસી તમારા માટે ખૂબ કામની છે. મહત્વનું છે કે આજના સમયમાં લોકો તણાવ અને ખોટી જીવનશૈલીના કારણે ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં તમે સારી ઊંઘ માટે તુલસીની ચા પી શકો છો. એટલેકે કુલ મળીને જો તમે અન્ય ચાની અપેક્ષાએ તુલસીની ચા પીવો છો તો તમને આવશ્ય ફાયદો મળશે.

મિકાને જોતા જ એક છોકરી થઈ ગઈ બેકાબૂ, બધાની સામે કર્યું એવું કામ કે લોકો શરમાઈ ગયા

Seeing Mika a girl became

  • મીકાનો સ્વયંવર ‘મીકા દી વોહતી’ ટૂંક સમયમાં શરૂ થવાનો છે. આ દરમિયાન શોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મીકાને જોઈને એક છોકરી બેકાબૂ થઈ જાય છે. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

ટૂંક સમયમાં ટીવી પર રિયાલિટી શો ‘મીકા દી વોહતી (Mika di Wohti)’ આવવાનો છે. આ શોમાં મીકાનો સ્વયંવર થશે અને આ સ્વયંવરમાં દૂર-દૂરથી યુવતીઓ મીકા સિંહની (Mika Singh) દુલ્હન બનવા આવી રહી છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરી મીકા સિંહને જોઈને એટલી ઉત્તેજિત થઈ જાય છે કે તેને ખુદ તેને કંટ્રોલ કરવા માટે કહેવામાં આવે છે.

મિકાને જોઈને બેકાબૂ છોકરી :

‘મીકા દી વોહતી’ 19 જૂનથી સ્ટાર ભારત પર શરૂ થઈ રહી છે. આ શોમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી છોકરીઓ પહોંચી રહી છે, પરંતુ આ દરમિયાન એક છોકરીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથમાં પ્લેટ લઈને મિકા સિંહ પાસે આવી રહી છે. છોકરી મીકાને ફ્લાઈંગ કિસ આપે છે અને મીકા તેને કંટ્રોલ કરવા કહે છે. બાદમાં તે છોકરી તેની પાસે આવે છે અને તેને ચુંબન કરે છે અને તેના ઘૂંટણ પર બેસીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. મિકા છોકરીને કંટ્રોલ કરવા કહે છે, જેના પર તે કહે છે કે આવું ન થાય.

કપિલ પણ શોમાં આવ્યો હતો :

આ પહેલા પણ મીકાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે કપિલ શર્મા મીકા સિંહના શોમાં પહોંચી ગયો છે. કપિલ આ વીડિયોમાં કહેતો જોવા મળે છે કે આ વ્યક્તિ જેની સાથે લગ્ન કરશે, તે છોકરી ખરેખર નસીબદાર હશે. આ વ્યક્તિ એવા લોકોનું પણ ધ્યાન રાખે છે જેઓ તેને ઓળખતા પણ નથી જેઓ તેના વિશે સાવ અજાણ છે. વિચારો કે જો આ વ્યક્તિ એ લોકોને આટલો પ્રેમ કરે છે, તો તે તેના જીવનસાથીને કેટલો પ્રેમ કરશે. હું તે અનુભવી શકું છું. તમારા માટે દિલાની પ્રાર્થના. મારું જીવન આ વ્યક્તિ છે.

શો 19મી જૂનથી શરૂ થશે :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મીકા સિંહનો સ્વયંવર એટલે કે ‘મીકા દી વોહતી‘ આજથી ચાર દિવસ પછી એટલે કે 19 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો સ્ટાર ભારત પર રાત્રે 8 વાગ્યે બતાવવામાં આવશે. આ શોમાં દેશના ખૂણે ખૂણેથી 12 છોકરીઓ ભાગ લેશે, જેઓ મિકા સિંહનું દિલ જીતવાનો પ્રયાસ કરશે. હવે મિકાના મતદાર કોણ બનશે તે તો સમય જ કહેશે.

જો આટલી વાર લાગે,’ રમત રમતમાં મિત્રએ છરી મારી દેતા મિત્રનું મોત

If you think so many times

  • Rajkot murder case : મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે તેના દીકરાની વિધવા એટલે મૃતકની ભાભીએ જ તેને પતાવી દીધી છે. બંને વચ્ચે લફરું હોવાથી વિધવા ભાભી દિયરને મળવા બોલાવતી હતી.

રાજકોટ (Rajkot) શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન (Ajidam Police station) વિસ્તારમાં મજાક-મજાકમાં મામલો મોત સુધી પહોંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. એક મિત્રે અન્ય મિત્રોને ‘આટલી વાર લાગે’ તેમ કહી સાથળમાં છરીનો ઘા ઝીંકી દેતા શરીરમાં રહેલી ધોરી નસ કપાઈ જતાં યુવકનું મોત (Rajkot murder case) નિપજ્યું હતું. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ (Rajkot crime branch) દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

 દેવરાજ પરમારના મોતની જાણ થતા અંજારથી તેના માતા મંજુબેન સહિતના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટ દોડી આવેલા મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવરાજ અને તેના મૃતકભાઈ અજયની પત્ની જ્યોત્સના પરમાર સાથે લફરું હતું. જ્યોત્સના પરમાર અવારનવાર દેવરાજને ફોન કરીને રાજકોટ બોલાવતી હતી. સોમવારના રોજ પણ દેવરાજ કચ્છના અંજારથી રાજકોટ જ્યોત્સનાના ફોન બાદ આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ હતો કે જ્યોત્સના પરમારે જ દેવરાજને છરીનો ઘા ઝીંકી પતાવી દીધો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના અંજારમાં રેલવે સ્ટેશન (Anjar Railway station) પાછળ નવાનગરમાં રહેતા દેવરાજભાઈ પરમાર (Devrajbhai Parmar) નામનો યુવાન રાજકોટના ખોખડદળ ખાતે રહેતી તેની વિધવા ભાભી જ્યોત્સના પરમાર (Jyotsna Parmar)ના ઘરે આવ્યો હતો. મંગળવારે બપોરના બે વાગ્યા આસપાસ દેવરાજ પરમારને તેમના ભાભીએ ઘવાયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ (Rajkot civil hospital) ખાતે દાખલ કર્યો હતો. દેવરાજના સાથળની ધોરી નસ કપાઈ જતા લોહી વહી જવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

દેવરાજ પરમારના મોતની જાણ થતા અંજારથી તેના માતા મંજુબેન સહિતના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટ દોડી આવેલા મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવરાજ અને તેના મૃતકભાઈ અજયની પત્ની જ્યોત્સના પરમાર સાથે લફરું હતું. જ્યોત્સના પરમાર અવારનવાર દેવરાજને ફોન કરીને રાજકોટ બોલાવતી હતી. સોમવારના રોજ પણ દેવરાજ કચ્છના અંજારથી રાજકોટ જ્યોત્સનાના ફોન બાદ આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ હતો કે જ્યોત્સના પરમારે જ દેવરાજને છરીનો ઘા ઝીંકી પતાવી દીધો છે.

 સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પણ ઊંડાણપૂર્વક તપાસ કરતા એક નવો જ ફણગો ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે. દેવરાજ પરમાર, જ્યોત્સના પરમાર અને જ્યોત્સનાનો ખોડિયારનગરમાં રહેતો ભાઈ શૈલેષ સોલંકી મંગળવારે બપોરે સાથે બેઠા હતા. આ દરમિયાન દેવરાજ અને શૈલેષ વચ્ચે છરીથી શું થાય તેવી ચર્ચા અને મજાક શરૂ થઈ હતી. દેવરાજે થોડીવાર છરી હાથમાં રાખી હતી ત્યારબાદ શૈલેષે છરી હાથમાં લીધી હતી. બાદમાં શૈલેષે આટલી વાર લાગે તેમ કહી દેવરાજના સાથળના ભાગે છરી ઝીંકી દેતા વાત મોત સુધી પહોંચી હતી. 

સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પણ ઊંડાણપૂર્વક તપાસ કરતા એક નવો જ ફણગો ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે. દેવરાજ પરમાર, જ્યોત્સના પરમાર અને જ્યોત્સનાનો ખોડિયારનગરમાં રહેતો ભાઈ શૈલેષ સોલંકી મંગળવારે બપોરે સાથે બેઠા હતા. આ દરમિયાન દેવરાજ અને શૈલેષ વચ્ચે છરીથી શું થાય તેવી ચર્ચા અને મજાક શરૂ થઈ હતી. દેવરાજે થોડીવાર છરી હાથમાં રાખી હતી ત્યારબાદ શૈલેષે છરી હાથમાં લીધી હતી. બાદમાં શૈલેષે આટલી વાર લાગે તેમ કહી દેવરાજના સાથળના ભાગે છરી ઝીંકી દેતા વાત મોત સુધી પહોંચી હતી.

નેતા ન બન્યા તો શું થયું ! રાજકારણનો “ર” શિખવાડશે નરેશ પટેલ, યુવાનો માટે કર્યું મોટું એલાન 

0

What if you don’t become a leader

  • છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં કેટલીક અટકળો ચાલતી આવી છે. જેનો આજે અંત આવ્યો છે.

ખોડલધામ ટ્રસ્ટના (Khodaldham Trust) ચેરમેન નરેશ પટેલે (Naresh Patel) મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, ‘રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પૂરતો મોકૂફ રાખું છું. જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજની ચિંતા ન કરી શકું.

નરેશ પટેલે ખોડલધામના નેજા હેઠળ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરી :

નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, ખોડલધામ સંસ્થા વિશ્વસ્તરે પહોંચી છે અને અહીં તમામ સમાજમાં લોકો અહીં આવે છે. જેમનો આભાર માનું છું. મૂળ વાત રાજકારણમાં પ્રવેશવાની છે. કોરોનાકાળમાં લોકોની જેમ મારી પાસે પણ ઘણો સમય હતો. જેમાં સરદાર સાહેબ અને અન્ય સ્વતંત્ર સેનાનીઓને વાંચ્યા ત્યારે મને થયું કે રાજકારણમાં આવીને પણ ઘણી સેવા થઇ શકે.

આ મારો વ્યક્તિગત વિચાર હતો. જ્યારે મેં આ વિચાર સમાજ વચ્ચે મૂક્યો ત્યારે લોકોની લાગણી હતી કે, સમાજને પણ આ અંગે પૂછવું જોઇએ. આ અંગે અમે સર્વે પણ કરાવ્યો હતો. આનો રિપોર્ટ એવો છે કે, વડીલો ઘણી ચિંતા કરે છે, બહેનો અને યુવાનો હજી ઇચ્છે છે કે હું રાજકારણમાં આવું. ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે, ખોડલધામના નેજા હેઠળ, પોલિટિકલ એકેડમીની જાહેરાત કરીએ છીએ. આમાં અમે તમામ સમાજના યુવાનોને આવકાર્યે છીએ.

2022 ચૂંટણીમાં મારી કોઈ મદદ માગશે તો મદદ કરીશ : નરેશ પટેલ

તેમણે વધુમાં જણાવ્યું કે, એક પાર્ટી સાથે જોડાવ તો હું ત્યાંનો થઇ જાવ ત્યારે વડીલોની ચિંતા મને યોગ્ય લાગી. ઘણા બધા પ્રકલ્પો જેવાં કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે. ત્યારે આવા ખૂબ મોટા પ્રકલ્પો ખોડલધામના બાકી રહ્યાં છે ત્યારે આ પ્રકલ્પોને વેગ આપું, એને આગળ વધારું, ગુજરાતની જનતાને દરેક સમાજને આમાં લાભ મળે એવાં પ્રયત્નો મારી આગેવાની નીચે ખોડલધામ ચાલુ કરશે. આ જે પ્રકલ્પો છે તેને ટૂંક સમયમાં જ રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામ તેને રોલમોડલ તરીકે આગળ વધારવા માંગે છે.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 2022ની ચૂંટણીમાં મારી જે કોઈ મદદ માંગશે તો હું તેને મદદ કરીશ.

ઓનલાઈન રમીમાં 7.5 લાખનું સોનું અને 3 લાખ રૂપિયા હારી જતા પરિણીતા ભર્યું આ પગલું , જાણી ચોંકી જશો 

0

lost in online gaming.

આજકાલ ઓનલાઈન જુગારનો (Online gambling) તાવ લોકોના માથે જઈ બેસી ગયો છે. કેટલાક લોકોને લાગે છે કે આ ઘરે બેઠા બેઠા પૈસા કમાવાની સહેલી રીત છે, પરંતુ આમાં ઘણું જોખમ પણ હોય છે. જુગારમાં દરેકવાર જીતવું એ શક્ય નથી. હારવા પર ખેલાડી એ વિચારીને શરત લગાવતો રહે છે કે કદાચ તેને આગલી વખતે જીત મળશે.

ચેન્નઈમાં (Chennai) પણ આવી જ રીતે એક પરિણીત મહિલાએ (Married woman) ઓનલાઇન રમીમાં 7.5 લાખ રુપિયાનું સોનુ અને 3 લાખ રુપિયા દાવ પર લગાવી દીધા, અને હારી ગઈ હતી. આ પૈસા એણે તેની બહેનો પાસેથી ઉધારીમા લીધા હતા. આ વાત સહન ના થતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.

29 વર્ષની આ મહિલાનું નામ ભવાની હતું.તે મનાલી ન્યૂ ટાઉન માં રહેતી હતી. મેથ્સ સાથે B.sc પાસ કર્યું હતું. બાકિયારાજ સાથે 2016માં તેના લગ્ન થયા હતા. બંનેના 3 અને 1 વર્ષના 2 બાળકો છે. પતિ બાકીયારાજ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. ભવાની પણ કંદાંચવડીમાં એક પ્રાઇવેટ હેલ્થકૅયર કંપનીમાં કામ કરતી હતી. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાને પોલીસે કહ્યું કે ભવાનીએ કોરોના લૉકડાઉન દરમિયાન ઓનલાઇન જુગાર રમવાનું શરુ કર્યું હતું. શરુઆતમાં તેણે થોડા પૈસાનું રોકાણ કર્યુ નફો થતા ધીમે ધીમે ભવાનીને આની લત લાગી ગઈ હતી.

ઝડપથી પૈસા આવતા જોઈ ઓનલાઇન રમીમાં વધારે પૈસાનું રોકાણ કરવા લાગી. ધીમે ધીમે ભવાની આ રમતમાં હારવા લાગી અને આ રીતે એ લાખો રુપિયા હારી ગઈ. પરિવાર અને સગાસંબંધીઓના ના કહેવા પર પણ તે માનતી ના હતી. બધાથી છુપાવીને પણ તે ઓનલાઇન રમી રમતી હતી. ભવાનીને આશા હતી કે એક દિવસ તે મોટી રકમ જીતી જશે.

પોલીસના અનુસાર થોડા સમય પહેલા ભવાનીએ તેના 20 સૉવરેન સોનાના દાગીના દાવ પર લગાવી દીધાં હતાં પરંતુ, હારી ગઈ. તેણે તેની બહેનો પાસેથી દોઢ-દોઢ લાખ રુપિયા ઉધાર લીધા અને કહ્યું કે હારેલા દાગીના પાછી લઇ આવશે. પરંતુ, તે આ પૈસા પણ હારી ગઈ હતી.

દેવું વધતા તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. ચાર દિવસ પહેલા ભવાનીએ તેની એક બહેનને કહ્યું હતું કે ઓનલાઇન રમીમાં તે બધા જ પૈસા હારી ગઈ છે. રવિવારની રાતે તેણે પરિવાર માટે જમવાનું બનાવ્યા બાદ લગભગ 8:30 વાગ્યે ન્હાવા જવાનું કહી બાથરુમમાં જતી રહી હતી. જયારે વધારે સમય થઇ જતા તે બહાર ના આવી તો પરિવારના લોકોએ દરવાજો તોડી અંદર જોયું તો ભવાની ફાંસીએ લટકી ગઈ હતી.

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઇન રમીનું ચલણ વધ્યું છે અને એ કરોડો રુપિયાની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. પરંતુ,એના ચક્કરમાં ડૂબીને બરબાદ થતા પરિવારોને જોતા કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા, અસમ અને તમિલનાડુ જેવા કેટલાય રાજ્યો સમય સમય પર આની ઉપર રોક લગાવી ચુક્યા છે. પરંતુ, કેટલાક
કેસોમાં ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીએ અદાલત પાસેથી રાહત મેળવી લીધી છે. હવે રાજસ્થાન સરકારે પણ ઓનલાઇન ગેમિંગ પર રોક લગાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

100 રૂપિયાનો જબરદસ્ત પ્લાન, 10GB ડેટા સાથે 30 દિવસ સુધી ફિલ્મ અને વેબ સિરીઝ ફ્રી

0

Great Rs 100 plan movie

  • વોડાફોન-આઈડિયાએ 100 રૂપિયાનો 4જી ડેટા એન-ઓન પેક લોન્ચ કર્યો છે. આ પેક પોસ્ટપેડ યૂઝર્સ માટે છે. તેમાં કંપની 10જીબી ડેટાની સાથે 30 દિવસ માટે ઓટીટી એપ સોની લિવનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે.

ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા યૂઝર્સ (Vodafone-Idea users) માટે ખુશખબરી લાવ્યું છે. કંપનીએ 100 રૂપિયાનો એક જબરદસ્ત પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીનો આ લેટેસ્ટ પ્લાન એક 4G ડેટા એડ-ઓન પેક છે અને તેને પોસ્ટપેડ યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં કંપની 30 દિવસ માટે Sony LIV TV & Mobile એપની મેમ્બરશિપ (Membership) આપી રહી છે. એટલું જ નહીં આ પ્લાનમાં યૂઝર્સને બિલ સાઇકલ પ્રમાણે 10જીબી ડેટા પણ મળશે. આ એડ ઓન પ્લાનને સબ્સક્રાઇબ કરાવવા પર યૂઝર્સના આગામી બિલમાં 100 રૂપિયા એડ થઈ જશે.

સોની લિવનું અલગથી સબ્સક્રિપ્શન લેવા પર તમારે 299 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. તેવામાં પૈસા બચાવવા માટે વોડાફોન-આઈડિયાના પોસ્ટપેડ યૂઝર્સ માટે આવેલો આ 4જી એડ-ઓન પ્લાન ખુબ શાનદાર છે. સોની લિવ એપમાં તમે લાઇવ ક્રિકેટની સાથે ઘણી સુપરહિટ ફિલ્મ અને વેબ સિરીઝની મજા માણી શકો છો.

વોડાફોનના સૌથી સસ્તા પોસ્ટપેડ પ્લાન :

વોડાફોન-આઈડિયા યૂઝર્સને પોસ્ટપેડ પ્લાન્સની એક લાંબુ લિસ્ટ ઓફર કરે છે. તેમાં યૂઝર્સ માટે સસ્તો પ્લાન 399 રૂપિયા અને 499 રૂપિયાનો છે. 399 રૂપિયાના પ્લાનમાં કંપની ઈન્ટરનેટ માટે 40જીબી ડેટા આપી રહી છે. ખાસ વાત છે કે આ પ્લાનને જો તમે ઓનલાઇન સબ્સક્રાઇબ કરો છો તો તમને 150જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળશે તે પણ ફ્રીમાં. 200 જીબી સુધીના રોલઓવર ડેટા બેનિફિટવાળા પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી એસએમએસ આપી રહી છે. આ પ્લાનમાં ઝી5 પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.

499 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં કંપની 200જીબી સુધીના રોલઓવર ડેટા બેનિફિટની સાથે 75જીબી મંથલી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં દરરોજ ફ્રી 100 એસએમએસની સાથે અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને કંપની એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારની સાથે ઝી5 પ્રીમિયમનું પણ સબ્સક્રિપ્શન ઓફર કરી રહી છે.

ચોમાસું / ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા વિસ્તારોને ધમરોળશે ?

0

Light to heavy rain forecast

  • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સતત 5 દિવસ વરસાદ વરસશે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં (Gujarat) હવે ચોમાસાએ એન્ટ્રી મારી દેતા મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં પધરામણી (Patramani) કરી દીધી છે. ત્યારે છેલ્લાં 3-4 દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારો અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે માઝા મૂકી છે. ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ગુજરાતમાં સતત 5 દિવસ વરસાદ વરસશે. જેમાં આજ રોજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ વરસશે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યો :

બીજી બાજુ તમને જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મહેમદાવાદમાં 3 ઈંચ, માણાવદરમાં પોણઆ 3 ઈંચ વરસાદ, તલાલામાં સવા 2 ઈંચ, સાવરકુંડલામાં 1.5 ઈંચ વરસાદ, ઉમરાળામાં 1.5 ઈંચ, ઉનામાં 1.5 ઈંચ વરસાદ, ચાણસ્મામાં 1.5 ઈંચ, ખેડામાં સવા ઈંચ વરસાદ, વડગામમાં 1 ઈંચ, વંથલીમાં 1 ઈંચ વરસાદ તો કાલાવડમાં 1 ઈંચ અને વેરાવળમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન :

વધુમાં જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં વરસાદ વરસશે. સાથે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ચોમાસાની ઋતુમાં જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ, દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો હતો. રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ તથા દ્વારકા સહિતના શહેરોમાં દરિયો ગાંડોતૂર બન્યો હતો. વલસાડ જિલ્લાના 70 કિ.મીના દરિયામાં મોટી ભરતી આવતા દરિયામાં 10 ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા. આ ઉપરાંત વલસાડના દરિયામાં આવેલી ભરતીને પગલે માછીમારોની ઘરવખરી પણ તણાઇ હોવાનું સામે આવ્યું હતું.

 

બિહારમાં મારમારી  / અગ્નિપથ યોજનાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા યુવાનો, બક્સરમાં ટ્રેન પર કર્યો પથ્થરમારો

0

Youths take to the streets

  • સેનામાં ભરતી માટે મોદી સરકારની અગ્નિપથ યોજનાને લઈને બિહારમાં હોબાળો મચેલો છે. આ યોજનાના વિરોધમાં બક્સરમાં યુવાનોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો છે.

સેનામાં ભરતી માટે મોદી સરકારની (Modi government) અગ્નિપથ યોજનાને (Agneepath Yojana) લઈને બિહારમાં હોબાળો મચેલો છે. આ યોજનાના વિરોધમાં બક્સરમાં યુવાનોએ ટ્રેન પર પથ્થરમારો (Stoned on the train) કર્યો છે. તો વળી મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) પણ રસ્તા પર હોબાળાની વિગતો મળી રહી છે. કેટલીય જગ્યાએ ચક્કાજામ પણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો સવારે લગભગ 9 વાગે મોટી સંખ્યામાં યુવાનો બક્સર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને ટ્રેક પર હોબાળો મચાવવા લાગ્યા હતા. જ્યાં તેમણે સરકાર વિરુદ્ધ ભારે નારાજગી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે શતાબ્દી એક્સપ્રેસ લગભગ એક કલાક મોડી પડી હતી.

આ દરમિયાન અમુક યુવાનોએ પટના જઈ રહેલી પાટલિપુત્ર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. હાલમાં આરપીએફ રેલ્વે ટ્રેક ખાલી કરાવી રહ્યા છે. જીઆરપીએ પણ ઘટનાસ્થળે મોર્ચો સંભાળી રાખ્યો છે. નારાજ વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, કેન્દ્ર સરકારની આ યોજના ખોટી છે. જેમાં ચાર વર્ષમાં નિવૃતિ આપી દેવામાં આવશે, તો પછી આગળ શું થશે ?

હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાં જ ટીમમાં એન્ટ્રી થઈ આ ખતરનાક બેટ્સમેન, આયર્લેન્ડના બોલરોમાં ડર !

0

As soon as Hardik Pandya became

  • ટીમ ઈન્ડિયા : આયર્લેન્ડ પ્રવાસ પર પસંદગીકારોએ એક સ્ટાર ખેલાડીની ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. આ ખેલાડી પોતાના દમ પર વિરોધી ટીમને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાની સાથે જ આ ખેલાડીને ટીમમાં તક મળી.

પસંદગીકારોએ આયર્લેન્ડ (Ireland) સામે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ભારતીય ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યાના (Hardik Pandya) કેપ્ટન બનતાની સાથે જ ટીમ ઈન્ડિયામાં એક સ્ટાર ખેલાડી આવી ગયો છે. આ ખેલાડી વિસ્ફોટક બેટિંગમાં નિષ્ણાત છે. ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 2 T20 મેચોની શ્રેણી રમવાની છે.

આ ખેલાડીની વાપસી :

સૂર્યકુમાર યાદવ આયર્લેન્ડ પ્રવાસ માટે પરત ફર્યો છે. સૂર્યકુમાર યાદવ IPL 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ હવે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ગઈ છે. શ્રેયસ અય્યરને આયર્લેન્ડ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તે ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. સૂર્યકુમાર હંમેશા મોટી ઇનિંગ્સ રમવા માટે પ્રખ્યાત રહ્યો છે. સૂર્યકુમાર યાદવની વાપસીથી ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર મજબૂત થયો છે.

ભારતીય ટીમને ઘણી મેચો જીતાડી છે :

સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે 14 T20 મેચમાં 351 રન અને 7 ODIમાં 267 રન બનાવ્યા છે. તે મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાની કરોડરજ્જુ સાબિત થાય છે. સૂર્યકુમાર યાદવ ઇનિંગ્સની શરૂઆતમાં વિકેટ પર બેટિંગ કરે છે, પરંતુ તે પછી તે આક્રમક રીતે બેટિંગ કરે છે. તેની પાસે પુષ્કળ અનુભવ છે, જે ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે અને દરેક તેની ક્લાસિક બેટિંગના દિવાના છે.

IPLમાં બતાવી પોતાની તાકાત :

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ ખરાબ રમત બતાવી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે IPL 2022ની 8 મેચમાં 308 રન બનાવ્યા હતા. હવે પસંદગીકારોએ તેને ઈનામ આપીને આયર્લેન્ડ પ્રવાસની તક આપી છે. સૂર્યકુમાર યાદવમાં એટલી ક્ષમતા છે કે તે કોઈપણ પીચ પર રન બનાવી શકે છે. સૂર્યકુમાર યાદવને પણ T20 વર્લ્ડ કપ 2021માં તક મળી છે.

આ ખેલાડીઓને તક મળી :

આયર્લેન્ડ સામેની શ્રેણીમાં પસંદગીકારોએ IPL 2022માં સારું રમી રહેલા સંજુ સેમસન અને રાહુલ ત્રિપાઠીને તક આપી છે. સંજુની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. તે જ સમયે, સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી બેટિંગ કરતા રાહુલ ત્રિપાઠીએ ઘણા રન બનાવ્યા હતા. આયર્લેન્ડ પ્રવાસ માટે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સાથે જ ઘાતક બોલર ભુવનેશ્વર કુમારને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ :

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટ), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ. હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક