If you think so many times
- Rajkot murder case : મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે તેના દીકરાની વિધવા એટલે મૃતકની ભાભીએ જ તેને પતાવી દીધી છે. બંને વચ્ચે લફરું હોવાથી વિધવા ભાભી દિયરને મળવા બોલાવતી હતી.
રાજકોટ (Rajkot) શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન (Ajidam Police station) વિસ્તારમાં મજાક-મજાકમાં મામલો મોત સુધી પહોંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. એક મિત્રે અન્ય મિત્રોને ‘આટલી વાર લાગે’ તેમ કહી સાથળમાં છરીનો ઘા ઝીંકી દેતા શરીરમાં રહેલી ધોરી નસ કપાઈ જતાં યુવકનું મોત (Rajkot murder case) નિપજ્યું હતું. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ (Rajkot crime branch) દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના અંજારમાં રેલવે સ્ટેશન (Anjar Railway station) પાછળ નવાનગરમાં રહેતા દેવરાજભાઈ પરમાર (Devrajbhai Parmar) નામનો યુવાન રાજકોટના ખોખડદળ ખાતે રહેતી તેની વિધવા ભાભી જ્યોત્સના પરમાર (Jyotsna Parmar)ના ઘરે આવ્યો હતો. મંગળવારે બપોરના બે વાગ્યા આસપાસ દેવરાજ પરમારને તેમના ભાભીએ ઘવાયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ (Rajkot civil hospital) ખાતે દાખલ કર્યો હતો. દેવરાજના સાથળની ધોરી નસ કપાઈ જતા લોહી વહી જવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
દેવરાજ પરમારના મોતની જાણ થતા અંજારથી તેના માતા મંજુબેન સહિતના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટ દોડી આવેલા મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવરાજ અને તેના મૃતકભાઈ અજયની પત્ની જ્યોત્સના પરમાર સાથે લફરું હતું. જ્યોત્સના પરમાર અવારનવાર દેવરાજને ફોન કરીને રાજકોટ બોલાવતી હતી. સોમવારના રોજ પણ દેવરાજ કચ્છના અંજારથી રાજકોટ જ્યોત્સનાના ફોન બાદ આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ હતો કે જ્યોત્સના પરમારે જ દેવરાજને છરીનો ઘા ઝીંકી પતાવી દીધો છે.
સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પણ ઊંડાણપૂર્વક તપાસ કરતા એક નવો જ ફણગો ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે. દેવરાજ પરમાર, જ્યોત્સના પરમાર અને જ્યોત્સનાનો ખોડિયારનગરમાં રહેતો ભાઈ શૈલેષ સોલંકી મંગળવારે બપોરે સાથે બેઠા હતા. આ દરમિયાન દેવરાજ અને શૈલેષ વચ્ચે છરીથી શું થાય તેવી ચર્ચા અને મજાક શરૂ થઈ હતી. દેવરાજે થોડીવાર છરી હાથમાં રાખી હતી ત્યારબાદ શૈલેષે છરી હાથમાં લીધી હતી. બાદમાં શૈલેષે આટલી વાર લાગે તેમ કહી દેવરાજના સાથળના ભાગે છરી ઝીંકી દેતા વાત મોત સુધી પહોંચી હતી.