Home Blog Page 1406

કમલ હાસનની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હંગામો, કલેક્શન 350 કરોડને પાર

Kamal Haasan’s film

નિર્દેશક લોકેશ કનકરાજની (Director Lokesh Kankaraj) એક્શન એન્ટરટેનર ફિલ્મ ‘વિક્રમે‘ (Vikram) બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવાનું શરૂ રાખ્યું છે. આની સાથે જ આ ફિલ્મ આ અઠવાડિયાના અંતે 350 કરોડ રૂપિયાના જાદુઈ આંકડાને પાર કરવા માટે સારી રીતે તૈયાર છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના (Entertainment Industry) ટ્રેકર શ્રીધર પિલ્લઈએ (Shridhar Pillai) IANS સાથે વાત કરતાં કહ્યું હતું કે, આ અઠવાડિયાના અંતે વિક્રમનો ગ્રોસ થિએટ્રીકલ કલેક્શન 350 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે.

શુક્રવારે ‘વિક્રમ’ની ટીમે એક મોટી સક્સેસ મીટનું આયોજન કર્યું, જેમાં ફિલ્મે રેકોર્ડ તોડ કમાણી કરી, આ કાર્યક્રમમાં નિર્દેશક લોકેશ, અભિનેતા કમલ હાસન, સંગીત નિર્દેશક અનિરુદ્ધ અને ઉદયનિધિ સ્ટાલિન સહિત ઘણા ગણમાન્ય વ્યક્તિઓએ ભાગ લીધો.

AP ઇન્ટરનેશનલના પ્રબંધ નિર્દેશક સંજય વાઘવા, જે ફિલ્મનના આંતરરાષ્ટ્રીય વિતરણ ભાગીદાર છે, તેમણે કહ્યું કે ફિલ્મે દરેક દેશમાં રેકોર્ડ તોડી નાખ્યો છે. તેમણે કહ્યું, મને તમને એ જણાવતા ખુશી થશે કે ‘વિક્રમ’નું વિદેશી કલેક્શન સોમવાર સુધીમાં 100 કરોડ રૂપિયા પર પહોંચી જશે.

કેરળમાં ફિલ્મ જેને નિર્માતા શિબૂ થમેન્સ દ્વારા વિતરિત કરવામાં આવી હતી, તેણે પહેલા જ શુક્રવારે 35 કરોડ રૂપિયા કમાણી કરી હતી. જે કેરળમાં અત્યાર સુધીમાં એક તામિલ ફિલ્મ માટે સૌથી વધુ છે. ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે, ફિલ્મ જોરદાર ચાલી રહી છે અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન 375 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે.

દિગ્ગજ ટ્રેકટનું કહેવું છે કે, આ ગ્રોસ કલેક્શન છે અને આ સિવાય, ફિલ્મના OTT અને સેટેલાઈટ સહિત અન્ય તમામ રાઇટ્સ 150 થી 175 કરોડ રૂપિયામાં પ્રિ-સેલ કરવામાં આવ્યા હતા. ફિલ્મ ઉદ્યોગ અને સિનેમાઘરો બંને માટે એક ગોંડસેન્ડના રૂપમાં આવી છે, જે મહામારીથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. વિશેષજ્ઞોનું માનવું છે કે, ફિલ્મનું શાનદાર પ્રદર્શન ફિલ્મ વ્યવસાયને પ્રોત્સાહન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ કમલ હસનના ફિલ્મી કરિયરની પહેલી 300 કરોડની ફિલ્મ બની ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, આ ડિરેક્ટર સાથે લોકેશ કનકરાજ પણ આ ફિલ્મના ત્રીજા ભાગની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા છે.

અમદાવાદમાં એક કલાક માટે લોકડાઉન લાગ્યું, પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો, લોકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા

0

Ahemdabad Police Lockdown Mockdrill

  • Ahemdabad Police Lockdown Mockdrill : કન્ટ્રોલ રૂમથી મેસેજ આવ્યો હતો કે, સિલ્વર કલરની કારમાં ચાર લોકો ભાગી રહ્યા છે. તેમનો તાત્કાલિક પીછો કરવામા આવે. ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવુ લાગ્યુ હતું.

લોકડાઉન (Lockdown) શબ્દ સાંભળીને જ લોકો ગભરાઈ જાય છે. બે વર્ષ પહેલા પહેલીવાર લગાવવામા આવેલ લોકડાઉનમાં લોકો ત્રણ મહિના સુધી ઘરમાં પૂરાયા હતા. કેટલાકને ખાવાના ફાંફા પડ્યા હતા. પરંતુ હવે દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છે કે લોકડાઉન ન લાગે. ત્યારે બુધવારની રાતે એક કલાક માટે અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓ થંભી ગયા હતા. શહેર એકાએક લોક થયું હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. લોકોને સમજાયુ ન હતું એ આખરે શું થઈ રહ્યુ છે, ત્યારે લોકોને શ્વાસ થંભી ગયો હતો. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ એક કલાક માટે લોકો જ્યા હતા ત્યાં તેમને રોકી દેવાયા હતા.

રાત્રે 11.30 વાગ્યે થંભી ગયું હતું શહેર :

કન્ટ્રોલ રૂમથી મેસેજ આવ્યો હતો કે સિલ્વર કલરની કારમાં ચાર લોકો ભાગી રહ્યા છે. તેમનો તાત્કાલિક પીછો કરવામા આવે. આ મેસેજ આવતા જ તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દોડતા થયા હતા. ગણતરીની મિનિટમાં પોલીસની ફોજ નાકાબંધીના કામમા લાગી ગઈ હતી, અને પોલીસ ચેકિંગમાં ગોઠવાઈ ગઈ હતી. તાત્કાલિક બેરિકેડ્સ મૂકાયા હતા. લોકોને અટકાવી દેવાયા હતા. ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવુ લાગ્યુ હતું.

આખરે આ કેમ થઈ રહ્યુ છે તો લોકોને સમજાયુ ન હતું, પણ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે તેવી વાતો વહેતી થઈ હતી. નાકાબંધી બાદ વાહનોનું ચેકિંગ અને પૂછપરછ વધારી દેવાયુ હતું. દરેક વાહનોને ચેક કરવામા આવ્યા હતા. આખુ શહેરમાં રાતે 11.30 વાગ્યાની આસપાસ પોલીસે બાનમાં લીધુ હતું. આખરે પકવાન ચાર રસ્તા પાસે આ કાર મળી આવી હતી, જેથી પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આખરે શું હતું આ…

આ વિશે ગુજરાત પોલીસે ખુલાસો કર્યો હતો કે, તે પોલીસ કામગીરીને ભાગરૂપે યોજાયેલી મોકડ્રીલ હતી. જેને લોકડાઉન પ્રોસેસ કહેવાય છે. પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. પોલીસ કંટ્રોલરૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે તે જાણવા મળે છે. પોલીસ કેટલી એલર્ટ છે તે આ પ્રોસેસ થકી જાણી શકાય છે. સાથે જ 1 જુલાઈએ જગન્નાથ યાત્રા યોજાવાની છે, તેમાં અગમચેતીના ભાગરૂપે આ પ્રક્રિયા કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા પોતાની જ ટીમને દોડતી કરવા માટે આ એક લોકડાઉન મોકડ્રીલ હતી, પોલીસે પકવાન પાસેથી પકડેલી સિલ્વર કારમાંથી પોલીસ કર્મીઓ જ નીકળ્યા હતા.

ભારતના ઇતિહાસનું સૌથી મોટું બેંક કૌભાંડ- કૌભાંડનો આંકડો જ એવડો મોટો છે કે નીરવ અને વિજયને નીચું જોવું પડે !

0

The biggest bank scandal

  • ભારતમાં હવે કૌભાંડ બહાર આવવાં એક સામાન્ય વાત બની ગઈ છે. ખાસ કરીને બેન્ક કૌભાંડનાં સમાચાર તો છાશવારે ને છાશવારે સાંભળવા મળે છે ત્યારે વધુ એક બેન્ક કૌભાંડ સામે આવ્યું છે.

થોડા વર્ષો પહેલા સુધી તમે બોલિવૂડના (Bollywood) બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને DHFL ની જાહેરાત કરતી વખતે જોયો જ હશે. જ્યારે કોઈ મોટો સ્ટાર (Big star) અમને કંપની, પેસ્ટ, તેલ અથવા સેવાઓ વિશે કહે છે, ત્યારે અમે તે કંપની પર 100 ટકા વિશ્વાસ કરીએ છીએ. આવું ઘણા દાયકાઓથી થઈ રહ્યું છે. પરંતુ આ DHFL છેતરપિંડી (DHFL fraud) કરવામાં માહેર હોવાનું બહાર આવ્યું છે. એક પછી એક મોટા ખેલો સામે આવી રહ્યાછે.

એક વર્ષ પહેલા, એવું જાણવા મળ્યું હતું કે DHFL એ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી ગરીબોને ઘર આપવાના નામે સબસિડીની છેતરપિંડી કરી હતી. હા આ ખાનગી ફાઇનાન્સ કંપનીએ 80,000 નકલી ખાતા ખોલ્યા, આર્થિક રીતે નબળા વર્ગના લોકોને બનાવટી બનાવ્યા, તેમને લોન આપી અને સરકારની છૂટછાટો ખાધી. બેંકોએ લગભગ 1900 કરોડનું રિબેટ બે હપ્તામાં વાધવાન બ્રધર્સની કંપનીને ટ્રાન્સફર કર્યું હતું. મતલબ કે ગરીબોના ઘર કાગળ પર બની ગયા અને વાસ્તવમાં સબસિડી વાધવાન ભાઈઓ સુધી પહોંચી. તેને 14 હજાર કરોડનું કૌભાંડ કહેવામાં આવ્યું હતું. DHFL, યસ બેંક સાથે મળીને, ઘણી આંતરિક વિક્ષેપ પણ કરી છે. પહેલા આપણે 9,000 કરોડ, 14 હજાર કરોડ, 23 હજાર કરોડને મોટું કૌભાંડ માનતા હતા, પરંતુ હવે DHFL સાથે સંબંધિત 34,615 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.

સીબીઆઈના 50 અધિકારીઓની ટીમ પત્રની તપાસ કરી રહી છે :

હા, આ સીબીઆઈ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી બેંક ફ્રોડ તપાસ હોવાનું કહેવાય છે. કંપનીના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવન વિરુદ્ધ બેંક ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો છે. એવો આરોપ છે કે કંપનીએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની 17 બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી કરી હતી. સીબીઆઈના 50થી વધુ અધિકારીઓની ટીમે થોડા કલાકો પહેલા મુંબઈમાં આરોપીઓના 12 સ્થળો પર સર્ચ કર્યું હતું. વાધવાન બંધુઓ યસ બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂર વિરુદ્ધ નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં આરોપી છે.

કેવી રીતે થયું કૌભાંડ ?

આ રમત વર્ષ 2010 થી શરૂ થાય છે. UBIનો આરોપ છે કે DHFL કંપનીએ વિવિધ વ્યવસ્થાઓ હેઠળ બેંકોના કન્સોર્ટિયમ પાસેથી લોન લેવાનું શરૂ કર્યું. 2018 સુધીમાં તે રૂ. 42,871 કરોડે પહોંચ્યો હતો. પરંતુ મે 2019 થી ચુકવણીમાં ડિફોલ્ટ થવાનું શરૂ કર્યું. આ રીતે DHFL એ 17 બેંકો સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

એનપીએ અને ઓડિટ રિપોર્ટ :

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધિરાણ આપતી બેંકોએ જુદા જુદા સમયે ખાતાઓને NPA (નોન-પરફોર્મિંગ એસેટ) તરીકે જાહેર કર્યા છે. UBIએ દાવો કર્યો હતો કે KPMG એ ઓડિટ હાથ ધર્યું હતું અને પછી મોટી નાણાકીય ગેરરીતિઓ, ભંડોળનો ગેરઉપયોગ, દસ્તાવેજોમાં બનાવટી વગેરે મળી આવ્યા હતા.

એક સમયે ખાનગી ક્ષેત્રમાં સિક્કા ચલાવતા વાધવાન બંધુઓ હવે જેલના સળિયા પાછળ છે. કપિલ અને ધીરજ વાધવનની મે 2020માં ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તે કેસ યસ બેંકની છેતરપિંડી સાથે સંબંધિત હતો. પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ (PCHF) એ DHFLને રૂ. 34,250 કરોડમાં હસ્તગત કરી છે.

એબીજી શિપયાર્ડ અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ હતું :

DHFL કેસ ખોલે તે પહેલાં, એવું માનવામાં આવતું હતું કે ABG શિપયાર્ડની રૂ. 23,000 કરોડની છેતરપિંડી એ સૌથી મોટું બેંક કૌભાંડ હતું. સીબીઆઈએ આ વર્ષની શરૂઆતમાં એબીજી શિપયાર્ડ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલની રૂ. 22,848 કરોડના કથિત બેંક કૌભાંડની તપાસના સંદર્ભમાં પૂછપરછ કરી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કેન્દ્રીય એજન્સી દ્વારા નોંધાયેલ આ પ્રકારનો આ સૌથી મોટો કેસ છે. 25 ઓગસ્ટ, 2020 ના રોજ એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે 7 ફેબ્રુઆરીએ કેસ નોંધ્યા પછી સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

 VIDEO : ‘પુષ્પા’ના સોંગ પર નાચી યુવતી, એવો ડાન્સ કર્યો કે લોકો ટોળે વળ્યા

VIDEO: Girl dancing to ‘Pushpa’ song

  • દેશમાં એકબાજુ જ્યા લોકોમાં ડાન્સ માટે ગજબનો ક્રેઝ છે તો બીજી તરફ સોશિયલ મીડિયામાં દરરોજ અનેક લોકો પોતાના ડાન્સ વીડિયો શેર કરતા રહે છે. એવામાં કેટલાંકનો ડાન્સ વાયરલ થાય છે અને લોકોની વચ્ચે ફેમસ થાય છે.

યુવતીને યુઝર્સનો ભરપૂર પ્રેમ મળ્યો :

આ યુવતીને અનેક યુઝર્સનો ભરપૂર પ્રેમ મળ્યો. એક યુઝર્સે તો એવુ કહ્યું કે આ યુવતીએ સામંથાને પણ ફેલ કરી નાખી. તો અમુક યુઝર્સ તેની સુંદરતા પર અને અમુક યુઝર્સે તેના ડાન્સ સ્ટેપ્સ પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી.

ખાનગી પેટ્રોલ કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું, સીધાં વધારી દીધાં આટલાં રૂપિયા 

0
  • ખાનગી કંપનીઓને પેટ્રોલ-ડીઝલનો ફરજીયાત જથ્થો ઉપલબ્ધ કરાવવા બદલે મન ફાવે તેવા ભાવ લેવાની છૂટ ભાવની અપાઈ છે. ભાવની છૂટ મળતા જ ખાનગી કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું. સરકારના એક નિર્ણયથી ખાનગી પેટ્રોલ કંપનીઓએ મનમાની શરૂ કરી, ડીઝલના બેફામ ભાવ ગ્રાહકો પાસેથી વસૂલવાનુ શરૂ કર્યું .

રશિયા-યુક્રેન યુદ્ધની (Russia-Ukraine war) જ્વાળાઓ હજી પણ અનેક વસ્તુઓ પર ભાવ વધારો બનીને પ્રકટી રહી છે. આ યુદ્ધને કારણે જેમાં સૌથી વધુ અસર પડી છે તે પેટ્રોલ-ડીઝલના (Petrol-diesel) ભાવ છે. જ્યારથી યુદ્ધ શરૂ થયા છે, ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી ગયા છે. આવામાં ખાનગી કંપનીઓ (Private companies) મનફાવે તેમ ભાવો વધારીને ગ્રાહકોને લૂંટી રહી છે. એક તરફ મોંઘવારીનો માર, અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલનો કમરતોડ ભાવ. જ્યાં સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીના પંપ પર ડીઝલમાં લગભગ 25 થી 31 રૂપિયાનો ભાવ ફેર બતાવે છે. સરકારના જ એક પરિપત્રને કારણે આ નોબત આવી છે.

અમદાવાદમાં ડીઝલનો ભાવ ઐતિહાસિક 125 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. તો પેટ્રોલનો ભાવ પણ 105 થી વધુ નોંધાયો છે. પરંતુ આ ભાવ વધારા વચ્ચે એક વાત આંખે ઉડીને વળગે તેવી છે કે, ખાનગી કંપનીના પંપ અને સરકારી પંપ પર મોટો ભાવ ફેર જોવા મળ્યો છે. ડીઝલમાં સરકારી અને ખાનગી કંપનીના ડીઝલના ભાવમાં 31 રૂપિયાનો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સરકારી કંપની એચપી, બીપીસીએલ, ઇન્ડિયન ઓઇલમાં ભાવ એક સમાન છે, પરંતુ શેલ, નાયરા અને રિલાયન્સ કપંનીઓના પેટ્રોલ પંપ પર વધુ ભાવ લેવાઈ રહ્યાં છે. એમ કહો કે ગ્રાહકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યાં છે.

સરકારી કંપનીઓના પંપ કરતા ખાનગી કંપનીઓએ વધારે ભાવ લેવાની શરૂઆત કરી છે. આખરે ખાનગી કંપનીઓએ આ મનમાની કેમ શરૂ કરી છે. પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે ખાનગી કંપનીઓ બેફામ બની છે. જે પાછળ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ યુએસઓ છે. ભારત સરકારના એક પરિપત્રથી ખાનગી પેટ્રોલિયમ કંપનીઓને મનફાવે એ ભાવ લેવાનો પરવાનો મળી ગયો છે. તાજેતરમાં પંપો પર ડીઝલ-પેટ્રોલની અછતના બનાવો બાદ સરકારે કંપનીઓ માટે યુએસઓ ઓર્ડર કર્યો છે. આ યુએસઓ હેઠળ પેટ્રોપ પંપ પર જથ્થો રાખવો ફરજિયાત છે. સાથે જ ખાનગી કંપનીઓને ફરજીયાત જથ્થો ઉપલબ્ધ કરાવવા બદલ મન ફાવે તેવા ભાવ લેવાની છૂટ ભાવની અપાઈ છે. ત્યારે ભાવની છૂટ મળતા જ ખાનગી કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું છે.

ખાનગી કંપનીઓની વાત કરીએ તો નાયરાના પંપમાં ડીઝલમાં 3 રૂપિયા વધારે લેવામાં આવી રહ્યાં છે. નાયરા કંપની ડીઝલના 97.18 રૂપિયા ભાવે ડીઝલ વેચી રહી છે. તો શેલ કંપનીએ ડીઝલ પર સીધો 31 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આ વિશેનુ કારણ જણાવ્યુ કે, રશિયા-યુક્રેન યુદ્ધની અસર હજી પણ ભારત પર પડી રહી છે. આ કારણે અને પેટ્રોલિયમનો પુરતો સપ્લાય ન હોવાનો કારણે ક્રુડના ભાવ ઉંચકાયા છે. ઓપેક ભાવ ઘટાડવા સહમત ન હોવાથી ભાવ આસમાને ગયા છે. પેટ્રોલ પંપ પર ઇંધણની તંગી દુર કરવા સરકારે યુએસઓની જાહેરાત કરી છે. તેને કારણે જ ખાનગી અને સરકારી કંપનીના પેટ્રોલ પંપ પર ભાવમા ભારે તફાવત છે. સરકારી કંપનીની સરખામણીમાં ખાનગી કંપનીમાં ડીઝલમાં 5 રૂપિયાથી માંડી 31 રૂપિયા જેટલુ મોંઘું છે. રશિયા પાસેથી ભારતે ખરીદેલુ ક્રુડ આવતા હજુ બે મહિનાનો સમય લાગશે. ત્યાં સુધી આવી સ્થિતિ રહેશે.

શું છે યુએસઓ (યુનિવર્સિલ સર્વિસ ઓર્ડર) :

તાજેતરમાં પેટ્રોલ-ડીઝલની અછતને પગલે પેટ્રોલ પંપ બંધ રહેતા સરકાર એક્શનમાં આવી હતી. ખાનગી કંપનીઓ પોતાનું નુકસાન ટાળવા માટે પેટ્રોલ પંપ બંધ કરી રહી હતી. આ સ્થિતિને રોકવા માટે સરકારે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (યુએસઓ) નો વ્યાપ વિસ્તાર્યો છે. જે મુજબ, જે કંપનીઓએ પેટ્રોલ પંપનું લાયસન્સ મેળવ્યું છે, તેમણે તેમના તમામ પેટ્રોલ પંપ પર અમુક સમય માટે એટલે કે નિર્ધારિત કામના કલાકોમાં તેલ વેચવું પડશે. પેટ્રોલ પંપ પણ દૂરના વિસ્તારોમાં ન હોવા જોઈએ. ખાનગી પેટ્રોલ પંપોએ હવે તમામ સંજોગોમાં તેલ વેચવું પડશે. ભલે તે માત્ર થોડા કલાકો માટે પણ કેમ ન હોય.

ઓઇલ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, તમામ પેટ્રોલ પંપને USOના કાર્યક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પછી હવે જે પણ કંપનીને પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ માટે લાયસન્સ મળ્યું છે. તેણે તેના તમામ રિટેલ આઉટલેટ્સ પર તેલ વેચવું પડશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું લાઇસન્સ રદ થઈ શકે છે.

આ રાજ્યમાં ભારે વરસાદ અને પુરને કારણે 12 લોકોના મોત- મૃત્યુઆંક પહોંચ્યો 101 પર, સેકંડો લોકો બન્યા બેઘર

0

Heavy rains and floods in the state

  • આસામમાં વરસાદે આફત બનીને વસસ્યો છે, ત્યારે બ્રહ્મપુત્રા અને બરાકનું જળસ્તર સતત વધી રહ્યું છે.

આસામ (Assam)માં પૂરના કારણે હંગામો મચી ગયો છે. બુધવારે અહીં સ્થિતિ ખૂબ જ ગંભીર રહી હતી. અહીં નદીઓના જળસ્તર સતત વધી રહ્યા હતા. દરમિયાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરને કારણે રાજ્યમાં વધુ 12 લોકોના મોત (12 deaths) થયા છે. આસામના 32 જિલ્લામાં 55 લાખ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની બે મોટી નદીઓ બ્રહ્મપુત્રા (Brahmaputra) અને બરાક (Barack river)નું જળસ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે અનેક નવા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. જેના કારણે હોજાઈમાં ચાર, બારપેટા અને નલબારીમાં ત્રણ-ત્રણ અને કામપુર જિલ્લામાં બે લોકોના મોત થયા છે.

અત્યાર સુધીમાં 101 લોકોના થયા મોત :

અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 101 લોકોના મોત થયા છે. તે જ સમયે, બરાક ખીણના કચર, કરીમગંજ અને હૈલિકાંડી જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 32 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. પૂરના કારણે 55,42,053 લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં હજારો લોકો બેઘર બની ગયા છે.

મુખ્યમંત્રીએ લીધી અલગ અલગ વિસ્તારની મુલાકાત :

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ NDRFની ટીમ સાથે બોટ પર બેસીને નાગાંવ જિલ્લાના ઘણાં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને પૂરથી પ્રભાવિત લોકોની સ્થિતિ વિશે પૂછપરછ કરી. અગાઉ, તેમણે નલબારી અને કામરૂપ જિલ્લામાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે.

જોખમી સાબિત થઇ નદી :

સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કોપિલી નદી, નિમતીઘાટ, બ્રહ્મપુત્રા નદી, પુથિમરી, પાગલડિયા, બેકી, બરાક, કુશિયારા વગેરે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તે જ સમયે, બરપેટા, કચર, દારંગ, ગ્વાલપારા, કામરૂપ અને કરીમગંજના શહેરી વિસ્તારોમાં પૂરનો ભય છે.

હોટલમાં ચાલતો હતો દેહવ્યાપાર, અનેક યુગલો મળ્યા આપત્તિજનક સ્થિતિમાં !

Prostitution was going

  • હોટલના રૂમમાં યુવતીઓ કઢંગી સ્થિતિમાં હતી. પોલીસે હોટલના દરેક રૂમની તપાસ કરી, હોટલના રૂમમાંથી 14 યુવતીઓ અને 20 યુવકોને કસ્ટડીમાં લીધા

મોબાઈલ એપથી ઇન્સ્ટન્ટ લોન લેતા પહેલાં 100 વખત વિચારજો, સુરતની મહિલા સાથે બની ચોંકાવનારી ઘટના

0

Think 100 times

  • સુરતના મોટા વરાછામાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાને ઓનલાઇન 3 હજારની ઇન્સ્ટન્ટ લોન લેવી ભારે પડી. લોનની રકમ ચૂકવી દીધા બાદ પણ વધુ રકમની માંગ કરાઇ.

સુરતમાં ઈન્સ્ટન્ટ લોન (Instant loan) લેવાનું એક મહિલાને ભારે પડ્યું. મહિલાએ મોબાઈલ એપથી ઇન્સ્ટન્ટ લોન લીધી હતી. પરંતુ લોનની રકમ ચૂકવ્યા બાદ પણ વધુ રકમની માંગણી કરાઈ. જો કે વધુ રૂપિયા આપવાની ના પાડતા મહિલાને બ્લેકમેલ (Blackmail) કરાઈ. મહિલાને તેના જ મોર્ફ કરેલા ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવી. જણાવી દઇએ કે, મહિલાએ એપ મારફતે રૂ. 3 હજારની લોન લીધી હતી. જો કે, મહિલાએ અમરોલી પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આથી અમરોલી પોલીસે (Amaroli police) ખંડણી અને IT એક્ટનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

મહિલાએ ઇન્સ્ટન્ટ લોન લીધી ત્યારે પાનકાર્ડ-આધાર કાર્ડ તેમજ ફોટો મોક્લ્યો હતો :

તમને જણાવી દઇએ કે શહેરના મોટા વરાછામાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાએ ઓનલાઇન 3 હજારની ઇન્સ્ટન્ટ લોન લીધી હતી. આ મહિલાએ જ્યારે ઇન્સ્ટન્ટ લોન લીધી ત્યારે પરિણીતાએ પાનકાર્ડ અને આધાર કાર્ડ તેમજ ફોટો મોક્લ્યો હતો. 3 હજારની લોનની સામે ચાર્જીસના નામે 1200 રૂપિયા કાપી 1800 રૂપિયા મહિલાને આપ્યા હતા. મહિલાએ લોનની રકમ 1810 અને 1110 મળીને કુલ 2920 રૂપિયા ચૂકવી દીધા હતા છતાં મહિલાને કોલ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.

એક ફેક લિંક દ્વારા મહિલાનો મોબાઇલ હેક કરી લીધો હતો :

આથી વધારે રૂપિયાની માંગણી કરતા મહિલાએ જ્યારે રૂપિયા આપવાની ના પાડી દીધી એટલે કોલ કરનારે મહિલાને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કરી દીધું. મહિલાને લોન વખતે એક લિંક મોકલી હતી જે ખોલતા જ તેને તે મહિલાનો મોબાઇલ હેક કરી લીધો હતો. બાદમાં મહિલા તેની બહેન અને અન્ય એક બહેનપણીનો બિભત્સ ફોટો બનાવી તેમાં ખરાબ કોમેન્ટ કરીને સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો હતો. છેલ્લા 20 દિવસથી જે-તે વ્યક્તિ મહિલાને હેરાન કરતો હતો. વધુમાં કોલ કરનાર મહિલા પાસેથી પૈસા પડાવવા શરૂઆતમાં તેનો મોર્ફ કરેલો ફોટો ફોન પર મોકલ્યો હતો.

ત્યાર બાદ પરિણીતાના હેક કરેલા ફોન પર તેની બહેનપણીનો મોર્ફ કરેલો ફોટો મોકલ્યો. આ રીતે મહિલાને તેના જ મોર્ફ કરેલા ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવતી. આથી મહિલાએ અમરોલી પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે ખંડણી અને IT એક્ટનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

વડોદરામાં તળાવની સફાઈ દરમિયાન એવી વસ્તુ મળી આવી કે પોલીસ અને IT વિભાગ થયું દોડતું

0

lake in Vadodara

  • વડોદરાના કમલાનગર તળાવમાં સફાઇ દરમ્યાન 5.30 લાખની બે હજારની નોટોના બંડલ મળી આવતા પોલીસ અને IT વિભાગ દોડતું થઇ ગયું.

વડોદરામાં (Vadodara) તળાવમાં સફાઇ દરમિયાન 2000ની નોટોના બંડલ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. 5.30 લાખની બે હજારની નોટોના બંડલ મળી આવ્યા. જો કે, બાપોદ પોલીસે (Bapod police) નોટોના બંડલનો કબજો લઇ લીધો છે. હાલમાં પોલીસે આ મામલે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. હાલ વડોદરામાં IT વિભાગ હોસ્પિટલ ગ્રુપની તપાસ કરી રહ્યું છે. છેલ્લાં 3 દિવસથી IT વિભાગે આ મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ITની તપાસને લઇને નોટોના બંડલ તળાવમાં (Lake) ફેંક્યા હોવાની આશંકા.

સફાઇ કર્મચારીએ રેલવે પોલીસ કર્મચારીને જાણ કરી હતી :

તમને જણાવી દઇએ કે આ ઘટના અંગેની સમગ્ર વિગત એવી છે કે શનિવારે વડાપ્રધાનની મુલાકાતના આગલા દિવસે સફાઇ કર્મચારીઓ દ્વારા કમલાનગર તળાવમાં સફાઇ કામગીરી ચાલતી હતી. એ દરમ્યાન એક કોથળામાં બે હજારની ચલણી નોટોનો જથ્થો સફાઇ કર્મચારીને મળી આવ્યો. આ અંગે સફાઇ કર્મચારીએ રેલવે પોલીસ કર્મચારીને જાણ કરતા રેલવે પોલીસ કર્મચારીએ શહેર પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપી હતી. બાદમાં બાપોદ પોલીસને મેસેજ આપતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ITનાં દરોડાને લઇને નોટોના બંડલ તળાવમાં ફેંક્યા હોવાની આશંકા :

બાદમાં પોલીસે બે હજારની ચલણી નોટો કબજે કરી તેની તપાસ કરાવતા તે સાચી હોવાનું જણાયું હતું. સાથે આ ચલણી નોટો રૂ. 5.30 લાખની હોવાનું સામે આવ્યું હતું. કમલાનગર તળાવ પાસે બે હજારની ચલણી નોટો કોણ બિનવારસી નાખી ગયું તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, પોલીસનું એમ માનવું છે કે, કદાચ ઇન્કમટેક્સની રેડ પડે તો ચલણી નોટો ના પકડાઇ જાય એવા ડરથી આ નોટોનો બારોબાર નિકાલ કર્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

મહારાષ્ટ્ર રાજકીય સંકટ / કોંગ્રેસ અને NCPએ એકનાથ શિંદેને CM બનાવવાની ઉદ્ધવ ઠાકરેને આપી સલાહ, આજે ધારાસભ્ય દળની બેઠક : સૂત્ર

0

Maharashtra political crisis / Congress and NCP advise Uddhav Thackeray to make Eknath Shinde CM, MLAs meet today: Sutra

  • મહારાષ્ટ્રમાં શિવસેનામાં મોટી ઉથલપાથલના એંધાણની શક્યતાઓ નજરે પડી રહી છે. એકનાથ શિંદે શિવસેનાના કેટલાક નારાજ ધારાસભ્યોને લઇને ગુવાહાટી પહોંચી ગયા છે. આ વચ્ચે વધુ એક માહિતી સામે આવી રહી છે.

મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતિને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, તેમણે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે મુલાકાત કરીને નવી ફોર્મૂલા આપી. માનવામાં આવી રહ્યું છે કે, પવારે કહ્યું કે એકનાથ શિંદેને (Eknath Shinde) મુખ્યમંત્રીબનાવી દેવામાં આવે તો આના પર કોઈ વાંધો નથી. શરદ પવાર અને કોંગ્રેસે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Chief Minister of Maharashtra) બનાવવાની સલાહ આપી છે.

સૂત્રોનું કહેવું છે કે, એનસીપી અને કોંગ્રેસે કહ્યું છે કે, એકનાથ શિંદેને જો મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેમને કોઇ વાંધો નથી. જોકે, નિર્ણય ઉદ્ધવ ઠાકરેને કરવાનો છે. એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ગુવાહાટી ગયેલા શિવસેનાના કેટલાક ધારાસભ્યો પરત આવવા તૈયાર છે. તેઓ NCP, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓના સંપર્કમાં છે.

એકનાથ શિંદે આજે કરી શકે છે દાવો : સૂત્ર

એકનાથ શિંદે પાસે કુલ 49 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો છે. શિવસેના અને અપક્ષ સહિત કુલ 49 ધારાસભ્યોનું શિંદેને સમર્થન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એકનાથ શિંદે આજે દાવો કરી શકે છે. શિવસેનાના 17 સાંસદ પણ શિંદેના સંપર્કમાં છે.

રાજકીય ઘમાસાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી બેઠક :

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠક 11 વાગ્યે બોલાવી છે. સૂત્રોથી મળતી માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેના વલણ સામે NCP નારાજ છે. ઉદ્ધવે સરકારી આવાસ છોડતા NCP નારાજ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શિવસેનાના મોટા નેતાની સમગ્ર મામલામાં સંડોવણીની NCPને આશંકા છે.

ગઈકાલે સુરત પહોંચેલા 4 ધારાસભ્યો પણ પહોંચી ચૂક્યા છે ગુવાહાટી :

આ વચ્ચે શિવસેનાના વધુ 3 ધારાસભ્ય અને એક અપક્ષના ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા છે. તેમાંથી એક યોગેશ કદમ છે, જે દપોલી બેઠકથી શિવસેના ધારાસભ્ય છે. તેઓ રામદાસ કદમના દીકરા છે. જ્યારે અપક્ષના ધારાસભ્યનું નામ ચંદ્રકાંત નિંબા પાટિલ છે, જે જલગાંવથી ધારાસભ્ય છે. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે. વધુ ધારાસભ્યો ગુવાહાટી પહોંચતા શિવસેનાની મુશ્કેલીઓ હજુ વધી ગઈ છે.

વધુ ત્રણ બળવાખોર ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જશે :

આજે કુર્લાના ધારાસભ્ય મંગેશ કુદાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવાનકર પણ શિંદે કેમ્પમાં પહોંચી શકે છે. જણાવાય રહ્યું છે કે, મુંબઈમાં પણ શિંદેના સમર્થક 3 ધારાસભ્ય હાજર છે. જો દાવા અનુસાર, આ ધારાસભ્ય શિંદેના પક્ષમાં જાય છે તો શિંદેની સાથે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 36 પર પહોંચી જશે જ્યારે અન્ય 13 ધારાસભ્યો પણ શિંદેની સાથે હોવાનું મનાઇ રહ્યું છે. મહત્વનું છે કે,  ગુવાહાટીની Radisson Blu હોટલમાં એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે રોકાયા છે.

ધારાસભ્યો સાથેની શિંદેની ચર્ચાનો વીડિયો આવ્યો સામે :

મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં રોકાયા છે. ત્યારે એકનાથ શિંદે હોટલમાં ધારાસભ્યો સાથે સતત બેઠક કરી રહ્યાં છે. તેવામાં હવે ધારાસભ્યો સાથેની શિંદેની ચર્ચાનો વીડિયો આવ્યો સામે છે.