These symptoms
- ભારતમાં મોતનું એક મોટું કારણ છે હાર્ટ એટેક. લગભગ દરેક પરિવારમાં હાર્ટના દર્દી મળી જશે. ભલે યુવાનોમાં હાર્ટ એટેકના શિકાર થવાની સંખ્યા ઓછી છે. પરંતુ કોઈ આધેડની સ્થિતિ જોઈને દહેશતમાં આવવુ સ્વાભાવિક છે. તેથી જરૂરી છે કે હાર્ટ એટેક આવતા પહેલા તમે સંતર્ક થઇ જાઓ અને તેનાથી બચવાના ઉપાય શોધી લો.
હાર્ટની બિમારી ખૂબ ગંભીર હોય છે, તેથી જો તમારા શરીરમાં કેટલાંક ખાસ ફેરફાર જોવા મળે તો તેને વોર્નિગ સાઈન સમજી લો અને નજરઅંદાજ કરવાની ભૂલ જરા પણ કરશો નહીં. નહીંતર તમે તકલીફમાં મુકાઈ જશો.
હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં થાય છે આ ફેરફાર :
હાર્ટ એટેક આવતા પહેલા છાતીમાં સામાન્ય દુ:ખાવો અને બેચેની થવા લાગે છે. જો કે, છાતીનો દુ:ખાવો અન્ય કારણોને લીધે પણ ઉભો થઇ શકે છે, પરંતુ તેનો હાર્ટ એટેકના લક્ષણોમાં સમાવેશ કરાય છે. જો તમને પણ આવી પરેશાની થાય છે તો તાત્કાલિક ચેકઅપ કરાવવુ જોઈએ. તમે વારંવાર જોયુ હશે કે કેટલાંક લોકોને ફૂલ એસી રૂમમાં પણ પરસેવો થાય છે. હકીકતમાં આ મોટી બિમારી તરફ ઈશારો કરે છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવતા પહેલા આવી પરેશાની થાય છે, તેથી તમારા આરોગ્ય વિશે સંતર્ક થઇ જાઓ.
વધારે સ્ટ્રેસ ના લેશો :
જ્યારે શરીરમાં હાર્ટ એટેકનુ જોખમ વધે છે ત્યારે ઓછુ કામ કરવાથી પણ વધારે થાક અનુભવાય છે. અનિંદ્રા પણ થાકનુ કારણ હોઇ શકે છે. પરંતુ જો આવુ ના હોય તો તમારે ડૉકટરની પાસે તાત્કાલિક જવુ જોઈએ. જો તમારી માનસિક સ્થિતિ સારી રહેશે નહીં તો શરીરના બાકીના ભાગમાં પણ મુશ્કેલી ઉભી થઇ શકે છે. હાર્ટ એટેક આવતા પહેલા સ્ટ્રેસ આવે છે, આ જ કારણ છે કે આ લક્ષણોને ઈગ્નોર કરવા ઘાતક સાબિત થઇ શકે છે. જેટલુ બની શકે તેટલુ ટેન્શન ફ્રી રહેવાનો પ્રયાસ કરો.