VIDEO: Girl dancing to ‘Pushpa’ song
- દેશમાં એકબાજુ જ્યા લોકોમાં ડાન્સ માટે ગજબનો ક્રેઝ છે તો બીજી તરફ સોશિયલ મીડિયામાં દરરોજ અનેક લોકો પોતાના ડાન્સ વીડિયો શેર કરતા રહે છે. એવામાં કેટલાંકનો ડાન્સ વાયરલ થાય છે અને લોકોની વચ્ચે ફેમસ થાય છે.
આ વીડિયોમાં જોવા મળી રહેલી યુવતીના ડાન્સથી ઘણા યુઝર્સ તેના દીવાના બની ગયા છે. આ યુવતીએ પીળા રંગનો લેંઘો પહેર્યો છે અને વાળ પણ ખુલ્લા રાખ્યા છે. પરંતુ યુઝર્સ સૌથી વધુ તેના ડાન્સથી એન્ટરટેઇન થયા છે. આ યુવતીનુ એનર્જી લેવલ જોઇને લોકો પણ પોતાના ડાન્સને રોકી શકતા નથી અને પોતાની જગ્યા પર ઉભા થઇને ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધી લગભગ બે મિલિયન લોકો જોઇ ચૂક્યા છે. એટલું જ નહીં, 90,000થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુવતીના ડાન્સના કારણે યુઝર્સે કોમેન્ટનો મારો ચલાવ્યો.
યુવતીને યુઝર્સનો ભરપૂર પ્રેમ મળ્યો :
આ યુવતીને અનેક યુઝર્સનો ભરપૂર પ્રેમ મળ્યો. એક યુઝર્સે તો એવુ કહ્યું કે આ યુવતીએ સામંથાને પણ ફેલ કરી નાખી. તો અમુક યુઝર્સ તેની સુંદરતા પર અને અમુક યુઝર્સે તેના ડાન્સ સ્ટેપ્સ પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી.