Prostitution was going
- હોટલના રૂમમાં યુવતીઓ કઢંગી સ્થિતિમાં હતી. પોલીસે હોટલના દરેક રૂમની તપાસ કરી, હોટલના રૂમમાંથી 14 યુવતીઓ અને 20 યુવકોને કસ્ટડીમાં લીધા
હરિયાણામાં (haryana)યમુનાનગરના પોશ વિસ્તારોમાં કોલેજોની આસપાસ બનેલી નાની હોટલો અને કાફેના બંધ દરવાજા પાછળની કલંકિત વાસ્તવિકતા (Prostitution in hotel)ખુલ્લી પડી ગઈ છે. શહેર પોલીસે હોટલ ટિમ્સ કાફેમાં દરોડો પાડીને ત્યાંથીથી 2 ડઝનથી વધુ યુગલોને (couples)વાંધાજનક હાલતમાં પકડી લીધા છે. આ દરોડામાં પોલીસ દ્વારા હોટલ માલિક (Hotel owner) સામે એફઆઈઆર નોંધીને હોટલનું ડેઇલી રજીસ્ટર પણ કબજે કરી લેવામાં આવ્યું છે.
હોટલના રૂમમાં માથુ નીચે નમાવી બેઠેલા આ યુવક-યુવતીઓ મીડિયાના કેમેરાથી પોતાના ચહેરા છુપાવી રહ્યા હતા. આ તમામને પોલીસે વાંધાજનક સ્થિતિમાં રંગે હાથે ઝડપ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે હોટલનું રજીસ્ટર તપાસતા રજીસ્ટરમાં તેનો કોઈ રેકોર્ડ મળ્યો ન હતો. પોલીસે બે ડઝનથી વધુ યુવક-યુવતીઓની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ આ કેસ સાથે સંબંધિત તમામ સ્તરોની તપાસ કરી રહી છે, એસએચઓ કમલજીતે જણાવ્યું કે હોટલમાં દારૂ પણ પીરસવામાં આવી રહ્યો હતો. હોટલ પાસે દારૂ પીવાનું લાઇસન્સ મળ્યું નથી. હોટલમાં દેહવ્યાપારનો ધંધો ક્યારથી ચાલતો હતો તે તપાસ બાદ સામે આવશે. જોકે 2 ડઝન જેટલા લોકોને કસ્ટડીમાં લઈને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસે વધુમાં કહ્યું કે ટિમ્સ નામની હોટલ પર દરોડો પાડવામાં આવ્યો છે. તેમની પાસેથી યુવક યુવતીઓના કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નથી. હોટલમાં અનૈતિક કૃત્યો આચરવામાં આવતા હતા જેના માટે કાર્યવાહી કરવામાં આવી છે.
આપત્તિજનક હાલતમાં મળ્યા યુવક-યુવતીઓ – મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ બ્રજબાલાને આવા કૃત્ય અંગે ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે એક ટીમ બનાવી હોટલમાં દરોડો પાડ્યો હતો. પોલીસને હોટલના રૂમમાંથી યુવક યુવતીઓ વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે દરોડો પાડતાં હોટલમાં અંધાધૂંધી મચી ગઈ હતી. યુવક-યુવતીઓ રૂમની બહાર દોડવા લાગ્યા જો કે તમામ યુવક યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી.
હોટલના રૂમમાં યુવતીઓ કઢંગી સ્થિતિમાં હતી. પોલીસે હોટલના દરેક રૂમની તપાસ કરી, હોટલના રૂમમાંથી 14 યુવતીઓ અને 20 યુવકોને કસ્ટડીમાં લીધા છે, હોટલના રૂમમાંથી ગુનાહિત વસ્તુઓ પણ મળી આવી હતી. આ સમગ્ર બાબતને લઈને હાલ પોલીસ દ્વારા હોટલના ડેઇલી રજીસ્ટર કબજે કરીને માલિકની પણ અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી છે.