WhatsApp Group માં હવે 256થી વધારે લોકોને એડ કરી શકાશે, જાણો કેટલા લોકોને ઉમેરી શકશો 

Share this story

More than 256 people

  • એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ એક એવુ ફિચર લઈને આવી રહ્યું છે જેની મદદથી યુઝર્સ ગ્રુપ ચેટમાં 512 સદસ્યોને જોડી શકશે. હાલ એક ગ્રુપમાં 256 લોકો જ જોડાઈ શકે છે.

વોટ્સએપ (WhatsApp) કથિત રીતે એક નવું ફિચર લઈને આવી રહ્યું છે. આ ફિચરની મદદથી યુઝર્સ ગ્રુપ (Users group) ચેટમાં 512 સદસ્યોને જોડી શકે છે. હાલમાં એક ગ્રુપમાં 256 લોકોને જોડી શકાય છે. તે ઉપરાંત મેસેજિંગ પ્લેટફોર્મ (Messaging platform) ઘણા અન્ય ફિચર્સ પણ લાવી રહ્યું છે. જેમાં 2GB સુધી ફાઈલને શેર કરવી અને મેસેજ પર ઈમોજી રિએક્શન આપવું શામેલ છે.

એક રિપોર્ટ અનુસાર વોટ્સએપના લેટેસ્ટ સ્ટેબલ અપડેટને દરેક યુઝર્સ માટે એક ફિચર શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ અમુક યુઝર્સને પોતાના વોટ્સએપ પર આ ફિચરનો ઉપયોગ કરવા માટે 24 કલાકની વધુ રાહ જોવી પડી શકે છે. રિપોર્ટમાં ગ્રુપ ચેટમાં 512 પાર્ટિસિપેન્ટ્સના રોલઆઉટની પુષ્ટી કરવામાં આવી છે.

2GB સુધીની ફાઈલ કરી શકશો શેર  :

વોટ્સએપ 2GB સુધી ફાઈલને શેર કરવા માટે એક ફિચર પર કામ કરી રહ્યું છે. હાલ વોટ્સએપ પર 100MB સુધી ફાઈલને જ શેર કરી શકાય છે. મેટાની કંપની વોટ્સએપે હાલમાં જ ઈમોજી રિએક્શન ફિચર લોન્ચ કર્યું છે. જેથી લોકો ટેક્સની જગ્યા પર ઈમોજીના માધ્યમથી પોતાનું રિએક્શન આપી શકે.

મેસેજ કરી શકશો એડિટ  :

વોટ્સએપ કથિત રીતે ડિલિટ કરવામાં આવેલા મેસેજ માટે એક નવુ ફિચર ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફિચર તે સમયે ઉપયોગ થશે જ્યારે યુઝર ભુલથી ‘ડિલિટ ફોર એવરિવન’ની જગ્યા પર ‘ડિલિટ ફોર મી‘ વિકલ્પનો પસંદ કરે છે.

આ ઉપરાંત વોટ્સએપ મોકલવામાં આવેલા મેસેજને એડિટ કરવા માટે પણ એક વિકલ્પ એડ કરી રહ્યું છે. આ ફિચર યુઝર્સને પોતાના મેસેજમાં ટાઈપિંગ વખતે થયેલી ભૂલોને સુધારવામાં મદદ કરશે. તેના માટે તેમણે જુનો મેસેજ ડિલિટ પણ નહીં કરવી પડે અને નવો ટેક્સ મેસેજ લખવો પણ નહીં પડે. જુના મેસેજને જ તે એડિટ કરી શકશે.