Home Blog Page 1400

પહેલા 25 હજાર લોકોને આટલા રૂપિયામાં મળી રહી છે નવી Scorpio-N, કિંમત જાણીને બોલી પડશો આટલી સસ્તી ?

The first 25 thousand people are getting

  • મહિન્દ્રાએ નવી સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N) લોંચ કરીને દરેક મૈનુઅલ ટ્રાન્સમિશનવાળા વેરિયન્ટ્સની કિંમતોનું એલાન કરી દીધું છે.

મહિન્દ્રાએ નવી સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N) લોન્ચ કરી દીધી છે. કંપની એ તેને “Big Daddy Of SUVs”  ગણાવી છે. જો કે હાલ મહિન્દ્રાએ તેના દરેક મૈનુઅલ ટ્રાન્સમિશનવાળા વેરિયન્ટ્સની કિંમતોનું એલાન કરી દીધું છે પણ ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા (Automatic transmission) મોડલની કિંમત વિશે કોઈ જાણ કરી નથી. સાથે જ મહિન્દ્રાએ તેની ઘોષિત કિંમતોની સાથે સાથે એક શર્ત પણ રાખી છે કે આ કિંમતો પહેલી 25 હજાર બુકિંગ્સ પૂરતી જ છે.

મહિન્દ્રા તરફથી આ કિંમતોનું એલાન કરતાં સમયે આ જાણકારી આપવામાં આવી હતી. જો કે આવી પરિસ્થિતિમાં એવું બની શકે છે કંપની આગળ જતાં આ નવી સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N) ની કિંમતોમાં વધારો કરી શકે પણ પહેલી 25 હજાર બુકિંગ થઈ ગયા પછી જે લોકો બુકિંગ કરાવશે એમને ભાવવધારાનો સામનો કરવો પડી શકે છે.

2022 Mahindra Scorpio-N Price List :

વેરિયન્ટ- Z2 Petrol MT, કિંમત – 11.99 લાખ
વેરિયન્ટ- Z2 Diesel MT, કિંમત – 12.49 લાખ
વેરિયન્ટ- Z4 Petrol MT, કિંમત -13.49 લાખ
વેરિયન્ટ- Z4 Diesel MT, કિંમત -13.99 લાખ
વેરિયન્ટ- Z6 Diesel MT, કિંમત -14.99 લાખ
વેરિયન્ટ- Z8 Petrol MT, કિંમત -16.99 લાખ
વેરિયન્ટ- Z8 Diesel MT, કિંમત -17.49 લાખ
વેરિયન્ટ- Z8 L Petrol MT, કિંમત -18.99 લાખ
વેરિયન્ટ- Z8 L Diesel MT, કિંમત -19.49 લાખ

બુકિંગ અને ટેસ્ટ ડ્રાઈવ  :

મહિન્દ્રાએ જણાવ્યું હતું કે સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N) માટે ‘કાર્ટમાં જોડાયેલ ફીચર્સ’ વિશે કંપની વેબસાઇટ 5 જુલાઇથી ઓનલાઈન થશે. આ સુવિધા કંપની ડીલરશીપ પર પણ ઉપલબ્ધ થશે. તેની સાથે જ શરૂઆતમાં 5 જુલાઇથી દેશના 30 શહેરોમાં સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N)ની ટેસ્ટ ડ્રાઈવ શરૂ થશે. એ પછી થોડા સમયમાં જ બીજા શહેરોમાં પણ લોકો તેની ટેસ્ટ ડ્રાઈવ કરી શકશે. મહિન્દ્રાએ એમ પણ જણાવ્યું હતું કે સ્કૉર્પિયો એન (2022 Mahindra Scorpio-N)ની બુકિંગ 30 જુલાઇ 2022થી શરૂ થશે અને તહેવારની સિજન પહેલા ડિલિવરી પણ મળી જશે.

આ પણ વાંચો –

 

30 જૂન 2022, રાશિફળ : વિષ્ણુ ભગવાન આ રાશિના જાતકોના તમામ કષ્ટો કરશે દુર, વ્યવસાયમાં થશે પ્રગતી

June 30, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જ‍ળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ- માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઇ બહેન સાથે પ્રેમ ભાવ વધે. પરિવારમાં આનંદ ભાગ્યનો સાથે મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મિથુનઃ- આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદા કારક સાબિત થાય. ટેલીફોન, મોબાઇલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ- માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજાર થી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહઃ- સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબુત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ- વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલ ના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ- ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે, સફળતા મળતી જણાય, પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઇસક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ- મોજ શોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થે ની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ- દિવસ દરમ્યાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

કરઃ- માનસિક સ્વસ્થતા તથા અાત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ- આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઇ.બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ-  આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો –

101 કરોડના માનહાનિના કેસમાં શાહરૂખ અને ગૌરી ખાનને રાહત, નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટનો સ્ટે

101 crore defamation case

  • 101 કરોડના માનહાનિના કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા શાહરૂખ ખાન અને ગૌરી ખાનને રાહત આપવામાં આવી છે. નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.

ગુજરાત

બોલિવુડ ફિલ્મ ‘રઇસ’ (Raees)ને લઇને ડોન લતીફના પુત્ર મુસ્તાકે વર્ષ 2016માં એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ગૌરીખાન સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો (Defamation suit) કરેલો. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવા માટે મંજૂરી આપેલી. જેની સામે શાહરૂખ ખાન અને ગૌરી ખાનને (Gauri Khan) ગુજરાત હાઈકોર્ટે 20 જુલાઈ સુધી રાહત આપી છે.

નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. નીચલી કોર્ટે લતીફના પરિવારને પક્ષકાર તરીકે જોડાવા હુકમ કર્યો હતો. અરજદાર મુસ્તાકના મૃત્યુ બાદ પરિવારને પક્ષકાર બનાવાયો હતો. આ મામલે શાહરૂખ ખાનના વકીલે જણાવ્યું હતું કે, ‘અરજદારના મૃત્યુ બાદ દાવાની અરજી ટકવાપાત્ર નથી.’

હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે કે, નીચલી અદાલતના હુકમ પર 20 જુલાઈ સુધી રોક લગાવવામાં આવે છે. આ ઉપરાંત હાઈકોર્ટે લતીફના વારસદારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 20 જુલાઈએ હાથ ઘરાશે. શાહરૂખના વકીલની રજૂઆત હતી કે, ‘ફરિયાદીના નિધન બાદ દાવાની અરજી ટકવાપાત્ર રહેતી નથી. જેથી આ અરજીમાં ફરિયાદીના વારસદારને પક્ષકાર બનવાની મંજૂરી આપતો નીચલી અદાલતનો હુકમ અયોગ્ય છે.’

અમદાવાદ સિવિલ કોર્ટનો હુકમ લતીફનો પુત્ર મુસ્તાક આ કેસમાં મૂળ અરજદાર છે. જો કે, 6 જુલાઈ 2020ના રોજ તેનું નિધન થયેલુ. ત્યાર બાદ તેની વિધવા અને બે દિકરીઓએ આ અરજીમાં પક્ષકાર બનવા માટે અરજી કરેલી. જેમાં, ચાલુ વર્ષે એપ્રિલ માસમાં સિવિલ કોર્ટે આ અરજીને સ્વીકારેલી. કેસની વિગત એવી છે કે, ડોન લતીફના પુત્ર મુસ્તાકે રઈસ ફિલ્મના અભિનેતા, નિર્માતા સામે વર્ષ 2016માં અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડના માનહાનિના દાવાની અરજી કરી હતી.

આ પણ વાંચો –

ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, વર્લ્ડકપ બાદ લોકો માટે બની ગયા હતા ‘હીરો’

0

The England legend

  • ઈંગ્લેન્ડના 2019 વિશ્વ કપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગને મંગળવારે તાત્કાલિક પ્રભાવથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ નિર્ણય લેવો તેમના માટે કપરો છે.

કેપ્ટન મોર્ગન (Captain Morgan) બંને ફોર્મેટમાં ઈંગ્લેન્ડ (England) તરફથી સૌથી વધુ રન બનાવનારા તથા સૌથી વધુ મેચ રમનારા ખેલાડી તરીકે તેમની કારકિર્દીને સમાપ્ત કરી રહ્યાં છે. આ સાથે તે ઈંગ્લેન્ડને વન-ડે વિશ્વ કપ જીતાડનારા પહેલા પુરૂષ પણ છે. મૉર્ગનના આ નિર્ણયની શક્યતા હતી. કારણકે લાંબા સમયથી તે કંગાળ ફોર્મ અને ઈજાથી ઝઝૂમી રહ્યાં હતા.

તેઓ ડોમેસ્ટિ ક્રિકેટ (Domestic cricket) રમવાનુ ચાલુ રાખશે અને ધ હેન્ડ્રેડ પ્રત્યોગિતામાં લંડન સ્પિરીટની કેપ્ટનશિપ પણ કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (International cricket) સંન્યાસ લીધા બાદ ઈયોન મોર્ગને કહ્યું, બેશક આ મારા કારકિર્દીનો સુખદ અધ્યાય રહ્યો. સંન્યાસનો નિર્ણય કરવો સરળ ન હતો. પરંતુ મારું માનવુ છે કે મારા માટે આમ કરવાનો યોગ્ય સમય છે.

હું બે વિશ્વ કપ વિજેતા ટીમમાં રમવા માટે ભાગ્યશાળી રહ્યો છું :

તેમણે કહ્યું, હું બે વિશ્વ કપ વિજેતા ટીમમાં રમવા માટે ભાગ્યશાળી રહ્યો છું. પરંતુ મારું માનવુ છે કે ઈંગ્લેન્ડની સફેદ બોલની ટીમોનુ ભવિષ્ય પહેલેથી વધુ ઉજ્જવળ છે. અમારી પાસે પહેલેથી ઘણો વધારે અનુભવ, વધુ તાકાત અને વધારે ઊંડાઈ છે. 2015માં એલેસ્ટર કુકના અનુગામી તરીકે નિયુક્ત કર્યા બાદ મૉર્ગને 126 વન-ડે અને 72 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડનુ નેતૃત્વ કર્યુ. આ દરમ્યાન મોર્ગનની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડ 2016 વર્લ્ડ T20નુ રનર અપ હતુ અને બાદમાં ટીમે 2019 વન-ડે વિશ્વ કપ પોતાના નામે કર્યો.

આ પણ વાંચો –

23 વર્ષીય એથ્લીટે આપઘાત કર્યો, કહ્યું- મેં બળાત્કાર નથી કર્યો, ખોટો કેસ કરીને મને જેલમાં મોકલ્યો

0

jail on false charges

  • એથ્લીટે સ્યુસાઈડ નોટમાં કહ્યું – 19 મહિના જેલમાં રહીને મારી જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હવે મને સરકારી નોકરી પણ નહીં મળે.

ઉત્તરપ્રદેશના (uttar pradesh) મુજફ્ફરનગર (muzaffarnagar) જિલ્લામાં એક એથ્લીટે આપઘાત (athlete suicide)કરતા ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય રાહુલે ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રાહુલ ભૈસીમાં રાયપુર નગલી (Raipur Nagli) ગામમાં રહે છે. પોલીસે મૃતદેહને ઝાડ પરથી ઉતારતા તેના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી છે. પોલીસે આ સ્યુસાઈડ નોટ કબ્જામાં લઈને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. રાહુલ એક એથ્લીટ (Athlete) હતો, તેણે આટલી ઓછી ઉંમરમાં દેશ વિદેશમાં અનેક મેડલ જીત્યા છે.

તે દિલ્હીમાં રહીને ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહ્યો હતો. દિલ્હીમાં રહેતી એક યુવતીના પરિવારજનોએ રાહુલ પર ગંભીર આરોપ મુક્યા હતા. પરિવારજનોએ રાહુલ પર યુવતીને ભગાડી જવાનો અને તેના પર રેપ કરવાનો કેસ કર્યો હતો. આ મામલે દિલ્હી પોલીસ રાહુલને તેના ગામમાંથી ધરપકડ કરીને લઈ ગઈ હતી. રાહુલ 19 મહિના સુધી જેલમાં રહ્યો હતો અને એક મહિના પહેલા જ જામીન પર છુટીને આવ્યો હતો અને ખૂબ જ ડિપ્રેશનમાં હતો.

સ્યુસાઈડ નોટમાં જણાવી આપવીતી :

રાહુલે સ્યુસાઈડ નોટમા લખ્યું છે કે, મારી લાઈફ બેકાર થઈ ગઈ છે. જ્યારથી મારા પર ખોટો કેસ કરીને મને જેલમાં મોકલવામાં આવ્યો, ત્યારથી હું ખૂબ જ ડિપ્રેશનમાં છું. મેં કંઈ જ ખોટુ કર્યું નથી. તે યુવતી મારી મિત્ર જ હતી, તેણે મને જોબ માટે બોલાવ્યો હતો. તેમ છતાં યુવતીના માતા-પિતાએ મારા પર યુવતીને ભગાડી જવાનો અને રેપ કરવાનો આરોપ મુક્યો અને મને જેલમાં મોકલ્યો. 19 મહિના જેલમાં રહીને મારી જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હવે મને સરકારી નોકરી પણ નહીં મળે.

મારા પરિવારનો કોઈ દોષ નથી – એથ્લીટ

જેલમાં ગયા બાદ હું ખૂબ જ ડિપ્રેશનમાં છું આ કારણોસર આ પગલું ભરી રહ્યો છું. હું જે પણ કરું છું મારી મરજીથી કરી રહ્યો છું, આમાં મારા પરિવારનો કોઈ દોષ નથી. યુવતીના માતા પિતાને પૂછપરછ કરવામાં આવે. તેમણે પૈસા માટે મને ખોટી રીતે ફસાવ્યો. પપ્પા મને માફ કરી દેજો, મેં એક એથ્લીટ બનવાનું સપનું જોયું હતું, મેં મહેનત પણ ખૂબ કરી. દેશ વિદેશમાં અનેક મેડલ જીત્યા છે, પરંતુ મારી જિંદગી ખરાબ થઈ ગઈ. મેં તે યુવતી પર રેપ નથી કર્યો. યુવતીએ પણ કહ્યું હતું કે, તેની સાથે કંઈ જ ખોટું થયું નથી, તેમ છતાં મને ખોટી રીતે સજા આપવામાં આવી. આટલા મોટા કલંક સાથે હું નહીં જીવી શકું. તમામ લોકો મારા વિશે ખોટું વિચારી રહ્યા છે. હું કોઈની સાથે વાત કરી શકતો નથી. આ કારણોસર હું જીવન ટૂંકાવી રહ્યો છું. સોરી હું મારા પરિવારને ખૂબ જ પ્રેમ કરું છં.

રાહુલના પિતા મુકેશકુમારે જણાવ્યું કે, રાહુલ ખૂબ જ ડિપ્રેશનમાં હતો. યુવતીના માતા પિતા રાહુલને પૈસા માટે બ્લેકમેઈલ કરી રહ્યા હતા. તે એક મહિના પહેલા જ જામીન પર છુટીને ઘરે આવ્યો હતો. દિલ્હીમાં રહીને તે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો હતો. યુવતીના માતા પિતાએ FIR નોંધાવી હતી. સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, તે યુવતીના માતા પિતાને કારણે તે સ્યુસાઈડ કરી રહ્યો છે. તે લોકો પૈસાની માગણી કરી રહ્યા હતા. આ મામલે અગાઉ પણ 10 લાખ આપ્યા છે અને ખતૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંઘાવી છે.

આ મામલે મુજફ્ફરપુરના SP સિટી અર્પિત વિજયવર્ગીયએ જાણકારી આપી છે. SPએ જણાવ્યું કે, સોમવારે ખતૌલી વિસ્તારમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો –

Alt Newsના પત્રકાર ઝુબેરના ખાતામાં 3 મહિનામાં આવ્યાં 50 લાખ , પોલીસે રૂપિયા ક્યાંથી આવ્યાં તેની તપાસ શરૂ કરી 

0

Alt News reporter Zuber’s

  • Alt ન્યૂઝના પત્રકાર ઝુબેર : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર સેલ યુનિટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે. કયા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા હતા તે પોલીસ શોધી કાઢશે.

દિલ્હી

પત્રકાર અને ઓલ્ટ ન્યૂઝના (Journalist and Alt News) સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની (Mohammed Zuber) સોમવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. મોહમ્મદ ઝુબેર પર ધાર્મિક ભાવનાઓને (Religious spirit) ઠેસ પહોંચાડવાનો આરોપ છે. દરમિયાન ઝુબેર વિશે ખુલાસો થયો છે કે છેલ્લા 3 મહિનામાં તેના ખાતામાં 50 લાખથી વધુ રૂપિયા આવ્યા છે. પોલીસ આ વ્યવહારની તપાસ કરશે.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સાયબર સેલ યુનિટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ આ ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે. કયા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા હતા તે પોલીસ શોધી કાઢશે. સાથે જ એવી પણ માહિતી મળી છે કે ઝુબેરે ઘણું ડોનેશન મેળવ્યું છે, કોણે અને કયા હેતુ માટે આપ્યું તેની પણ તપાસ કરવામાં આવશે.

પોલીસ અધિકારીએ શું કહ્યું ?

આ મહિનાની શરૂઆતમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “ભારતીય દંડ સંહિતાની કલમ 153-એ (આઈપીસી) પત્રકાર ઝુબેર (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) વિરુદ્ધ અને 295-A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય) નોંધવામાં આવ્યા છે.

નોંધનીય છે કે પત્રકાર મોહમ્મદ ઝુબૈર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નુપુર શર્મા અને સાધુઓને ‘નફરત ફેલાવનારા’ કહ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓએ ઝુબેરની ધરપકડને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, જે પણ ભાજપની નફરત, ધર્માંધતા અને જુઠ્ઠાણાનો પર્દાફાશ કરે છે તે તેમના માટે ખતરો છે. સત્યના એક અવાજની ધરપકડ કરવાથી હજારો વધુ અવાજો ઊભા થશે. સત્ય હંમેશા જીતે છે…”

આ પણ વાંચો –

 

આજે જ ગોવા કે સુરત આવી શકે છે એકનાથ શિંદે, ઠાકરે-પવારની તાબડતોબ બેઠકો

0

Eknath Shinde, Thackeray-Pawar

  • સુત્રોના જણાવ્યા અનુસાર શિંદેના જૂથના બળવાખોર ધારાસભ્યોને આજે ગોવા કે સુરત લઈ જવાય તેવી શક્યતા છે. ત્યારબાદ તેઓને આવતીકાલે સીધા મુંબઈ લઈ જવાશે

મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ગરમાવાએ હવે નવો વળાંક લેતાની સાથે બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર શિંદેના જૂથના બળવાખોર ધારાસભ્યોને આજે ગોવા કે સુરત લઈ જવાય તેવી શક્યતા છે. ત્યારબાદ તેઓને આવતીકાલે સીધા મુંબઈ (Mumbai) લઈ જવાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ બળવાખોર નેતા એકનાથ શિંદે જણાવ્યું હતું કે, અમે ફ્લોર ટેસ્ટમાં (Floor test) હાજર રહીશું.

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવોએ હવે નવો વળાંક લીધો  :

રાજ્યપાલે આખરે આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ગઈકાલે માત્ર ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી હતી. ત્યારે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પૂર્ણ થશે.બીજી તરફ, એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં મુંબઈ પરત ફરી શકે છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે.

આજે શરદ પવારના ઘરે NCPની બેઠક :

તો આ તરફ  રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની નોટિસ બાદ મહારાષ્ટ્રમાં હલચલ વધી ગઈ છે. મહાવિકાસ આઘાડી સરકાર પર તોળાઈ રહેલા ખતરા વચ્ચે NCP નેતાઓ આજે સવારે 10 વાગ્યે શરદ પવારને મળશે.

NCPના ચાર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં :

મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મહાવિકાસ આઘાડી સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. NCPના ચાર ધારાસભ્યો છે જે આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં. જેમાં અજિત પવાર, છગન ભુજબળ કોવિડ સંક્રમિત છે. નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં બંધ છે. આ ચાર લોકો આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં હાજર રહી શકશે નહીં.

શિવસેના ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે :

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને ફ્લોર ટેસ્ટની વાત કરી છે. પરંતુ આ નિર્દેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.ઉદ્ધવ જૂથ માંગ કરશે કે ફ્લોર ટેસ્ટ પહેલા 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા સમાપ્ત કરવાનો મામલો પતાવવો જોઈએ. આ અંગેની આગામી સુનાવણી 12 જુલાઈએ થવાની છે.

આ પણ વાંચો –

ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો ખાસ જાણી લેજો : ગુજરાતમાં 5 જુલાઈ સુધી 4 ટ્રેનો રદ્દ, 8ના રૂટમાં કાપ

0

If you want to travel by train

  • સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરનારા લોકોએ એક અઠવાડિયા સુધી વેઠવી પડશે હાલાકી, રાજકોટ-સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકની શરૂ થશે કામગીરી

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ રેલવેમાં મુસાફરી કરતા લોકોને એક અઠવાડિયા સુધી હાલાકી વેઠવાનો વારો આવશે કારણ સૌરાષ્ટ્ર તરફ જતી મહત્વની ચાર ટ્રેનો કેન્સલ (Four trains canceled) કરવામાં આવી છે. રાજકોટ- સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકના કામને કારણે ચાર ટ્રેન હાલ પુરતી રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટ – સુરેન્દ્રનગર સેકશનમાં (Rajkot – Surendranagar section) ખોરાણા રેલવે સ્ટેશન નજીક ડબલ ટ્રેકનાં કારણે ઈલેકટ્રોનિકસ ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના લીધે 28 જૂનથી  તા. 5 જુલાઈ સુધી સૌરાષ્ટ્રનાં રેલવે વ્યવહારને અસર થશે.

4 ટ્રેનો રદ : સૌરાષ્ટ્રના રેલ વ્યવહારને થશે અસર :

રાજકોટ ડિવિઝન હેઠળની ચાર ટ્રેનો આ સમયગાળા દરમિયાન રદ કરવામાં આવી છે જયારે  સોમનાથ એક્સપ્રેસ સહિત 8 ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે. જો કે અચાનક લેવાયેલા આ નિર્ણયને પગલે જે લોકોએ એડવાન્સ બુકિંગ કર્યુ હશે તેવા અનેક મુસાફરોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે.  કઇ ટ્રેન રદ કરવામાં આવી છે તે વિશે વાત કરતા  રાજકોટ રેલવેએ જણાવ્યું હતું કે  જામનગર – વડોદરા ઈન્ટરસિટી તા. 28 જુનથી તા. 4 જુલાઈ સુધી અને રાજકોટ – રીવા એકસપ્રેસ તા. 4 નાં રોજ રદ કરવામાં આવી છે બંને તરફથી આ ટ્રેન રદ કરાઈ છે.

આ ટ્રેનોના રૂટ ટૂંકાવાયા :

આંશિક રદ કરવામાં આવેલી ટ્રેનમાં ઓખા – ભાવનગર, સોમનાથ – અમદાવાદ ઈન્ટરસિટી એકસપ્રૈસ ,  હાપા – મુંબઈ દુરન્તો એકસપ્રેસ, જામનગર – બાંદ્રા હમસફર એકસપ્રેસ બંને તરફની મળી આઠ ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓખા – વારાણસી તા. 30 મીએ રિશેડયુલ કરવામાં આવી છે. ત્રણ ટ્રેન મોડી પડશે તેમાં રિવા – રાજકોટ, તુતીકોરીન – ઓખા  વિવેક એકસપ્રેસ, હાપા – મડગાંવ અને ઓખા – પુરી અને ગોરખપુર – ઓખા, જામનગર – તિરૂનવેલી એકસપ્રેસ 20થી 40 મિનિટ મોડી પડશે.

આ પણ વાંચો –

29 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને ગણપતિજીની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

June 29, 2022, Horoscope Gujarat Guardian

મેષ :
આનંદ ઉત્સાહ પૂર્ણ ‌દિવસ આવકનું પાસુ મજબુત બનતું જણાય. આ‌‌ર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. માતૃસુખમાં વધારો થાય. ‌મિત્રોથી લાભ. પ‌રિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ :
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ‌ચિંતા રહે.

મિથુન :
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ ‌દિવસ. નાના ભાઈ બહેનોની પ્રગ‌તિ થતી જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્ર‌તિકારક શ‌ક્તિ ઘટે. થાક લાગે.

કર્ક :
‌મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્ય‌ક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પ‌ત્નિ સાથે સંબંધો ઉષ્મપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

સિંહ : 
આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના ‌મિત્રોને મળવાનું થાય. ‌મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. ‌વિદ્યાર્થી‌મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગ‌તિ, આવક વધશે.

કન્યા :
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્ય‌ક્તિને સફળતા મળે. માતા-‌પિતા તરફથી શાંત‌‌િ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યા‌‌ત્મ‌‌‌િક પ્રગત‌‌િ અનુભવાશે.

તુલા : 
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતું જમાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃશ્ચ‌‌‌‌િક :
ભાગ્યના બળે આવકમાં વૃદ્ધ‌‌િ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઈ બહેનથી ‌ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર, જંગમ મ‌‌િલકતથી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધન : 
માનસ‌‌‌‌િક અશાંત‌‌િ રહે. નકારાત્મક ‌વિચારો વધતા જણાય. શરદી, ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી ધંધામાં શાં‌તિથી ‌દિવસ પસાર કરવા. ભગવાન ‌શિવની ઉપાસનાથી લાભ થાય.

મકર :
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ, તથા ‌વિશાળ મન રહેશે. ભ‌ક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યો‌તિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું ‌‌‌નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધા‌ર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભ : 
જોમ-જુસ્સામાં વધારો થાય. ‌મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ‌ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.
:મીન :
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગત‌‌િથી આનંદ થાય. ‌વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ‌દિવસ. આદ્યા‌ત્મિક પ્રગતિ  થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. ‌મિત્રોનો સાથ. સહકાર મળતો જણાય.

આ પણ વાંચો –

છેક ગોવા ધક્કો ન ખાતા, ગુજરાતના આ દરિયા કાંઠે ગેલ કરતી ડોલ્ફિનનો VIDEO વાયરલ

0

VIDEO of a dolphin

  • ગુજરાત માહિતી ખાતા દ્વારા એક વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં ઓખાનાં દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિન જોવા મળી રહી છે. આ વીડીયો થોડી જ કલાકોમાં ઘણો વાયરલ થયો છે.

ગુજરાત

આપણું ગુજરાત ઘણાં ફરવાલાયક સ્થળો (Places to visit) માટે જાણીતું છે અને ખાસ કરીને ગુજરાતમાં ચારધામ નું એક ધામ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) પણ આવેલ છે. લોકો દૂર દૂરથી આપણા ગુજરાતના (Gujarat) દ્વારકાના બેઠેલ જગતના તાત એવા દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. એવામાં દ્વારકા પણ પર્યટકનું પસંદીતા સ્થળ બની રહ્યું છે. દ્વારકાની આસપાસ ઘણાં ફરવાલાયક સ્થળો છે જેમાંથી એક છે ઓખા પાસે આવેલ બેટ દ્વારકા (Bat Dwarka). બેટ દ્વારકા એક ટાપુ છે જ્યાં પંહોચવા માટે લોકોએ બોટમાં બેસીને જવું પડે છે અને તેની એક અલગ જ મજા છે.

હાલ બેટ દ્વારકા ત્યાં ફરવા આવેલ પર્યટકોનું પસંદીતા સ્થળ બની રહ્યું છે. કારણકે ત્યાં મંદિરની સાથે સાથે કુદરતની પણ મજા લોકો સારી રીતે માણી શકે છે. ત્યાં આવેલ દરિયો અને દરિયાઈ જીવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હાલ જ ગુજરાત માહિતી ખાતા દ્વારા એક વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં ઓખાનાં દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિન જોવા મળી રહી છે. આ વીડીયો થોડી જ કલાકોમાં ઘણો વાયરલ થયો છે અને લોકો આ વીડીયોને ઘણો પસંદ કરી રહ્યાં છે. જો કે ઓખાના મધદરિયે આવા નજારા ઘણી વખત જોવા મળ્યાં છે. અવારનવાર ઓખાના આ દરિયે ડોલ્ફિન જોવા મળે છે. લાગે છે ડોલ્ફિન જેવાં ઘણાં બીજા દરિયાઈ જીવને ઓખાનો દરિયા કિનારા પરનું વાતાવરણ માફક આવી રહ્યું છે.

લોકો ડોલ્ફિનને દરિયામાં રમતા જોવા માટે ઘણાં પૈસા ખર્ચીને બીજા દેશોમાં જતા હોય છે એવામાં આપણા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓખાના દરિયા કિનારા પાસે વારંવાર ડોલ્ફિન જોવા મળે છે. આ વાયરલ વીડીયો બેટ દ્વારકા પાસે આવેલ હનુમાન દાંડીથી એક કિલોમીટ દૂર એક ટાપુ પરનો છે જ્યાં સમુદ્રમાં ડોલ્ફિન મજાથી હિલ્લોળા લેતી નજર આવી હતી.

ડોલ્ફિન વિશે તમને થોડું જણાવી દઈએ કે ડોલ્ફિનને એકલું રહેવું પસંદ નથી એ હંમેશા સમૂહમાં રહે છે અને એ સમૂહમાં કુલ 10 થી 12 ડોલ્ફિન હોય છે. ડોલ્ફિન 10-15  મિનિટ સુધી જ પાણીની અંદર રહે છે પણ પાણીની અંદર શ્વાસ લઇ શકતી નથી એટલા માટે જ તેને સતત પાણીની બહાર આવીને શ્વાસ લેવો પડે છે.

આ પણ વાંચો –