101 કરોડના માનહાનિના કેસમાં શાહરૂખ અને ગૌરી ખાનને રાહત, નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટનો સ્ટે

Share this story

101 crore defamation case

  • 101 કરોડના માનહાનિના કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા શાહરૂખ ખાન અને ગૌરી ખાનને રાહત આપવામાં આવી છે. નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.

ગુજરાત

બોલિવુડ ફિલ્મ ‘રઇસ’ (Raees)ને લઇને ડોન લતીફના પુત્ર મુસ્તાકે વર્ષ 2016માં એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ગૌરીખાન સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો (Defamation suit) કરેલો. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવા માટે મંજૂરી આપેલી. જેની સામે શાહરૂખ ખાન અને ગૌરી ખાનને (Gauri Khan) ગુજરાત હાઈકોર્ટે 20 જુલાઈ સુધી રાહત આપી છે.

નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. નીચલી કોર્ટે લતીફના પરિવારને પક્ષકાર તરીકે જોડાવા હુકમ કર્યો હતો. અરજદાર મુસ્તાકના મૃત્યુ બાદ પરિવારને પક્ષકાર બનાવાયો હતો. આ મામલે શાહરૂખ ખાનના વકીલે જણાવ્યું હતું કે, ‘અરજદારના મૃત્યુ બાદ દાવાની અરજી ટકવાપાત્ર નથી.’

હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે કે, નીચલી અદાલતના હુકમ પર 20 જુલાઈ સુધી રોક લગાવવામાં આવે છે. આ ઉપરાંત હાઈકોર્ટે લતીફના વારસદારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 20 જુલાઈએ હાથ ઘરાશે. શાહરૂખના વકીલની રજૂઆત હતી કે, ‘ફરિયાદીના નિધન બાદ દાવાની અરજી ટકવાપાત્ર રહેતી નથી. જેથી આ અરજીમાં ફરિયાદીના વારસદારને પક્ષકાર બનવાની મંજૂરી આપતો નીચલી અદાલતનો હુકમ અયોગ્ય છે.’

અમદાવાદ સિવિલ કોર્ટનો હુકમ લતીફનો પુત્ર મુસ્તાક આ કેસમાં મૂળ અરજદાર છે. જો કે, 6 જુલાઈ 2020ના રોજ તેનું નિધન થયેલુ. ત્યાર બાદ તેની વિધવા અને બે દિકરીઓએ આ અરજીમાં પક્ષકાર બનવા માટે અરજી કરેલી. જેમાં, ચાલુ વર્ષે એપ્રિલ માસમાં સિવિલ કોર્ટે આ અરજીને સ્વીકારેલી. કેસની વિગત એવી છે કે, ડોન લતીફના પુત્ર મુસ્તાકે રઈસ ફિલ્મના અભિનેતા, નિર્માતા સામે વર્ષ 2016માં અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડના માનહાનિના દાવાની અરજી કરી હતી.

આ પણ વાંચો –