23 વર્ષીય એથ્લીટે આપઘાત કર્યો, કહ્યું- મેં બળાત્કાર નથી કર્યો, ખોટો કેસ કરીને મને જેલમાં મોકલ્યો

Share this story

jail on false charges

  • એથ્લીટે સ્યુસાઈડ નોટમાં કહ્યું – 19 મહિના જેલમાં રહીને મારી જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હવે મને સરકારી નોકરી પણ નહીં મળે.

ઉત્તરપ્રદેશના (uttar pradesh) મુજફ્ફરનગર (muzaffarnagar) જિલ્લામાં એક એથ્લીટે આપઘાત (athlete suicide)કરતા ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય રાહુલે ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રાહુલ ભૈસીમાં રાયપુર નગલી (Raipur Nagli) ગામમાં રહે છે. પોલીસે મૃતદેહને ઝાડ પરથી ઉતારતા તેના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી છે. પોલીસે આ સ્યુસાઈડ નોટ કબ્જામાં લઈને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. રાહુલ એક એથ્લીટ (Athlete) હતો, તેણે આટલી ઓછી ઉંમરમાં દેશ વિદેશમાં અનેક મેડલ જીત્યા છે.

તે દિલ્હીમાં રહીને ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહ્યો હતો. દિલ્હીમાં રહેતી એક યુવતીના પરિવારજનોએ રાહુલ પર ગંભીર આરોપ મુક્યા હતા. પરિવારજનોએ રાહુલ પર યુવતીને ભગાડી જવાનો અને તેના પર રેપ કરવાનો કેસ કર્યો હતો. આ મામલે દિલ્હી પોલીસ રાહુલને તેના ગામમાંથી ધરપકડ કરીને લઈ ગઈ હતી. રાહુલ 19 મહિના સુધી જેલમાં રહ્યો હતો અને એક મહિના પહેલા જ જામીન પર છુટીને આવ્યો હતો અને ખૂબ જ ડિપ્રેશનમાં હતો.

સ્યુસાઈડ નોટમાં જણાવી આપવીતી :

રાહુલે સ્યુસાઈડ નોટમા લખ્યું છે કે, મારી લાઈફ બેકાર થઈ ગઈ છે. જ્યારથી મારા પર ખોટો કેસ કરીને મને જેલમાં મોકલવામાં આવ્યો, ત્યારથી હું ખૂબ જ ડિપ્રેશનમાં છું. મેં કંઈ જ ખોટુ કર્યું નથી. તે યુવતી મારી મિત્ર જ હતી, તેણે મને જોબ માટે બોલાવ્યો હતો. તેમ છતાં યુવતીના માતા-પિતાએ મારા પર યુવતીને ભગાડી જવાનો અને રેપ કરવાનો આરોપ મુક્યો અને મને જેલમાં મોકલ્યો. 19 મહિના જેલમાં રહીને મારી જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હવે મને સરકારી નોકરી પણ નહીં મળે.

મારા પરિવારનો કોઈ દોષ નથી – એથ્લીટ

જેલમાં ગયા બાદ હું ખૂબ જ ડિપ્રેશનમાં છું આ કારણોસર આ પગલું ભરી રહ્યો છું. હું જે પણ કરું છું મારી મરજીથી કરી રહ્યો છું, આમાં મારા પરિવારનો કોઈ દોષ નથી. યુવતીના માતા પિતાને પૂછપરછ કરવામાં આવે. તેમણે પૈસા માટે મને ખોટી રીતે ફસાવ્યો. પપ્પા મને માફ કરી દેજો, મેં એક એથ્લીટ બનવાનું સપનું જોયું હતું, મેં મહેનત પણ ખૂબ કરી. દેશ વિદેશમાં અનેક મેડલ જીત્યા છે, પરંતુ મારી જિંદગી ખરાબ થઈ ગઈ. મેં તે યુવતી પર રેપ નથી કર્યો. યુવતીએ પણ કહ્યું હતું કે, તેની સાથે કંઈ જ ખોટું થયું નથી, તેમ છતાં મને ખોટી રીતે સજા આપવામાં આવી. આટલા મોટા કલંક સાથે હું નહીં જીવી શકું. તમામ લોકો મારા વિશે ખોટું વિચારી રહ્યા છે. હું કોઈની સાથે વાત કરી શકતો નથી. આ કારણોસર હું જીવન ટૂંકાવી રહ્યો છું. સોરી હું મારા પરિવારને ખૂબ જ પ્રેમ કરું છં.

રાહુલના પિતા મુકેશકુમારે જણાવ્યું કે, રાહુલ ખૂબ જ ડિપ્રેશનમાં હતો. યુવતીના માતા પિતા રાહુલને પૈસા માટે બ્લેકમેઈલ કરી રહ્યા હતા. તે એક મહિના પહેલા જ જામીન પર છુટીને ઘરે આવ્યો હતો. દિલ્હીમાં રહીને તે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો હતો. યુવતીના માતા પિતાએ FIR નોંધાવી હતી. સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, તે યુવતીના માતા પિતાને કારણે તે સ્યુસાઈડ કરી રહ્યો છે. તે લોકો પૈસાની માગણી કરી રહ્યા હતા. આ મામલે અગાઉ પણ 10 લાખ આપ્યા છે અને ખતૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંઘાવી છે.

આ મામલે મુજફ્ફરપુરના SP સિટી અર્પિત વિજયવર્ગીયએ જાણકારી આપી છે. SPએ જણાવ્યું કે, સોમવારે ખતૌલી વિસ્તારમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો –