Sunday, Apr 20, 2025

Alt Newsના પત્રકાર ઝુબેરના ખાતામાં 3 મહિનામાં આવ્યાં 50 લાખ , પોલીસે રૂપિયા ક્યાંથી આવ્યાં તેની તપાસ શરૂ કરી 

2 Min Read

Alt News reporter Zuber’s

  • Alt ન્યૂઝના પત્રકાર ઝુબેર : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર સેલ યુનિટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે. કયા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા હતા તે પોલીસ શોધી કાઢશે.

દિલ્હી

પત્રકાર અને ઓલ્ટ ન્યૂઝના (Journalist and Alt News) સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની (Mohammed Zuber) સોમવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. મોહમ્મદ ઝુબેર પર ધાર્મિક ભાવનાઓને (Religious spirit) ઠેસ પહોંચાડવાનો આરોપ છે. દરમિયાન ઝુબેર વિશે ખુલાસો થયો છે કે છેલ્લા 3 મહિનામાં તેના ખાતામાં 50 લાખથી વધુ રૂપિયા આવ્યા છે. પોલીસ આ વ્યવહારની તપાસ કરશે.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સાયબર સેલ યુનિટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ આ ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે. કયા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા હતા તે પોલીસ શોધી કાઢશે. સાથે જ એવી પણ માહિતી મળી છે કે ઝુબેરે ઘણું ડોનેશન મેળવ્યું છે, કોણે અને કયા હેતુ માટે આપ્યું તેની પણ તપાસ કરવામાં આવશે.

પોલીસ અધિકારીએ શું કહ્યું ?

આ મહિનાની શરૂઆતમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “ભારતીય દંડ સંહિતાની કલમ 153-એ (આઈપીસી) પત્રકાર ઝુબેર (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) વિરુદ્ધ અને 295-A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય) નોંધવામાં આવ્યા છે.

નોંધનીય છે કે પત્રકાર મોહમ્મદ ઝુબૈર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નુપુર શર્મા અને સાધુઓને ‘નફરત ફેલાવનારા’ કહ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓએ ઝુબેરની ધરપકડને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, જે પણ ભાજપની નફરત, ધર્માંધતા અને જુઠ્ઠાણાનો પર્દાફાશ કરે છે તે તેમના માટે ખતરો છે. સત્યના એક અવાજની ધરપકડ કરવાથી હજારો વધુ અવાજો ઊભા થશે. સત્ય હંમેશા જીતે છે…”

આ પણ વાંચો –

 

Share This Article