ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, વર્લ્ડકપ બાદ લોકો માટે બની ગયા હતા ‘હીરો’

Share this story

The England legend

  • ઈંગ્લેન્ડના 2019 વિશ્વ કપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગને મંગળવારે તાત્કાલિક પ્રભાવથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ નિર્ણય લેવો તેમના માટે કપરો છે.

કેપ્ટન મોર્ગન (Captain Morgan) બંને ફોર્મેટમાં ઈંગ્લેન્ડ (England) તરફથી સૌથી વધુ રન બનાવનારા તથા સૌથી વધુ મેચ રમનારા ખેલાડી તરીકે તેમની કારકિર્દીને સમાપ્ત કરી રહ્યાં છે. આ સાથે તે ઈંગ્લેન્ડને વન-ડે વિશ્વ કપ જીતાડનારા પહેલા પુરૂષ પણ છે. મૉર્ગનના આ નિર્ણયની શક્યતા હતી. કારણકે લાંબા સમયથી તે કંગાળ ફોર્મ અને ઈજાથી ઝઝૂમી રહ્યાં હતા.

તેઓ ડોમેસ્ટિ ક્રિકેટ (Domestic cricket) રમવાનુ ચાલુ રાખશે અને ધ હેન્ડ્રેડ પ્રત્યોગિતામાં લંડન સ્પિરીટની કેપ્ટનશિપ પણ કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (International cricket) સંન્યાસ લીધા બાદ ઈયોન મોર્ગને કહ્યું, બેશક આ મારા કારકિર્દીનો સુખદ અધ્યાય રહ્યો. સંન્યાસનો નિર્ણય કરવો સરળ ન હતો. પરંતુ મારું માનવુ છે કે મારા માટે આમ કરવાનો યોગ્ય સમય છે.

હું બે વિશ્વ કપ વિજેતા ટીમમાં રમવા માટે ભાગ્યશાળી રહ્યો છું :

તેમણે કહ્યું, હું બે વિશ્વ કપ વિજેતા ટીમમાં રમવા માટે ભાગ્યશાળી રહ્યો છું. પરંતુ મારું માનવુ છે કે ઈંગ્લેન્ડની સફેદ બોલની ટીમોનુ ભવિષ્ય પહેલેથી વધુ ઉજ્જવળ છે. અમારી પાસે પહેલેથી ઘણો વધારે અનુભવ, વધુ તાકાત અને વધારે ઊંડાઈ છે. 2015માં એલેસ્ટર કુકના અનુગામી તરીકે નિયુક્ત કર્યા બાદ મૉર્ગને 126 વન-ડે અને 72 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડનુ નેતૃત્વ કર્યુ. આ દરમ્યાન મોર્ગનની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડ 2016 વર્લ્ડ T20નુ રનર અપ હતુ અને બાદમાં ટીમે 2019 વન-ડે વિશ્વ કપ પોતાના નામે કર્યો.

આ પણ વાંચો –