નવી દિલ્હી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના (Congress President Sonia Gandhi) અંગત સચિવ પીપી માધવન (Personal Secretary PP Madhavan) પર 26 વર્ષીય મહિલાએ દુષ્કર્મનો (Mischief) આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદ પર 25 જૂને કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ઉત્તર નગર પોલીસ સ્ટેશનમાં (Uttar Nagar Police Station) મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે માધવને નોકરી અને લગ્નની લાલચ આપી હતી. હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. પીડિતાના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરી 2022એ આરોપીએ પીડિતાને ઈન્ટરવ્યુ માટે સુંદર નગર સ્થિત એક મકાનમાં બોલાવી. આરોપ છે કે પીડિતાની સાથે ઘણીવાર દુષ્કર્મ કરવામાં આવ્યુ.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન સામે દુષ્કર્મનો આરોપ લગાવનારી પીડિતાએ કહ્યુ છે કે આરોપીએ તેનાથી સત્ય છુપાવ્યુ. માધવનના ફોન કોલથી જ તેને તે પરિણીત હોવાની જાણકારી મળી. પીપી માધવને પહેલા પોતાને છુટાછેટા લીધા હોવાનું જ્ણાવ્યું હતું.
તપાસ દરમિયાન પીડિતાએ પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યુ છે કે પીપી માધવને તેની સાથે લગ્ન કરવાનુ વચન આપ્યું હતું. તેમણે પોતે છુટાછેટા લીધેલા હોવાનું જ્ણાવ્યું હતું. એક દિવસ પીપી માધવન પીડિતા સાથે ફોન પર વાત કરી રહ્યા હતા તો અચાનક તેમણે કહ્યુ કે તેમની પત્નીને પીડિતા વિશે જાણ થઈ ગઈ છે. પત્નીથી આ વાત છુપાવવા માટે તેઓ હવે ફોનમાં તેનુ નામ બદલીને લખશે, જેથી તેમના આ સંબંધનો ખુલાસો પત્નીની સામે ના થાય. જોકે આ ઘટના બાદથી પીડિતાએ માધવનનો વિરોધ કરવાનુ શરૂ કરી દીધું હતું.
લગ્નનું કહેતા ધમકી આપી :
પીડિતાને જ્યારે માધવન પરિણીત હોવાની જાણ થઈ તો તે પરેશાન થઈ ગઈ. બાદમાં તેણે નક્કી કર્યુ કે માધવને તેને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ છે તો તે લગ્ન કરવા દબાણ કરશે. પીડિતાએ લગ્ન કરવા દબાણ કર્યુ અને ફોન પર વાત કરવાનુ અને મેસેજ કરવાનુ બંધ કરી દીધુ તો માધવન ગુસ્સે થઈ ગયા. પીડિતાનો આરોપ છે કે બાદમાં ગુસ્સામાં માધવને એક શખ્સને પીડિતાના ઘરે મોકલ્યો અને તેને ધમકી આપી કે જો તે વાત નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવતા એ પણ કહ્યુ કે માધવને તેને એક નેતા સાથે સંબંધ બનાવવાનુ પણ કહ્યુ હતુ, જેની તેણે ના પાડી હતી.
પીડિતાનુ કહેવુ છે કે તે ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં સવારે 10 વાગે ફરિયાદ કરવા પહોંચી. આખો દિવસ અધિકારીઓની અવર જવર રહી. મોડી રાતે તેમની ફરિયાદ નોંધવામાં આવી. પીડિતાના જણાવ્યા અનુસાર તેને રાતે 3.30 વાગ્યા સુધી સ્ટેશનમાં રોકવામાં આવી.
મારા વિરુદ્ધ આરોપ પાયાવિહોણા – માધવન :
માધવને પોતાની ઉપર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે રાજકીય બદલાના કારણે તેમની છબીને ખરાબ કરવા માટે તેમની પર આરોપ લગાવાયા છે. અમુક મીડિયા રિપોર્ટના માધ્યમથી તેમને જાણ થઈ છે કે ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ યૌન શોષણનો કેસ નોંધાયો છે. તેઓ 25 જૂને ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં રજૂ થયા હતા અને ઘટનાનુ સ્પષ્ટીકરણ આપ્યુ હતુ. જે બાદ તેમને જવા માટે કહેવામાં આવ્યુ હતુ. મારી પાસે પૂરતા પુરાવા છે કે મારા વિરુદ્ધ કેસ રાજકીય બદલાના કારણે નોંધવામાં આવ્યો છે. આ મને બદનામ કરવાનુ ષડયંત્ર છે.
આ પણ વાંચો –