Ban on sale of Panipuri in Kathmandu
- નેપાળના કાઠમાંડૂમાં હાલ ઘણી નવી બીમારીઓ દસ્તક આપી રહી છે. બીમારીને જોતા વિસ્તારમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
નેપાળ
કાઠમાંડૂ (Kathmandu) ઘાટીના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં (Lalitpur Metropolitan City) પાણીપુરીના (Panipuri) વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે ઘાટીમાં કોલેરાના કેસ વધી રહ્યા છે. અહીં અત્યાર સુધી કોલેરાના 12 કેસ સામે આવ્યા છે. શનિવારે શહેરમાં પાણીપુરીના વેચાણ અને ડિસ્ટ્રીબ્યૂશન પર રોક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના પ્રશાસનની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે પાણીપુરીમાં ઉપયોગમાં લેવામાં આવેલા પાણીમાં કોલેરાના બેક્ટેરિયા (Cholera bacteria) મળી આવ્યા હતા.
નગર પોલીસ પ્રમુખ સીતારામ હચેથુએ જણાવ્યા અનુસાર, શહેરમાં ભીડ-ભાડ વાળા વિસ્તાર અને કોરિડોરમાં ક્ષેત્રમાં પાણીપુરીના વેચાણ પર રોક લગાવવા માટે આંતરિક તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઘાટીમાં કોલેરાનો ખતરો વધી રહ્યો છે.
સાત કેસ સામે આવ્યા :
સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાઠમંડૂમાં વધુ સાત લોકો કોલેરા સંક્રમિત હોવાની સાથે અત્યાર સુધી કોલેરાના રોગિઓની કુલ સંખ્યા 12 સુધી પહોંચી ગઈ છે. મહામારી વિજ્ઞાન અને રોગ નિયંત્રણ વિભાગના નિર્દેશક ચુમાનલાલ દાસના જણાવ્યા અનુસાર, કાઠમાંડૂ મહાનગરમાં કોલેરાના પાંચ કેસની ઓળખ કરવામાં આવી છે અને ચંદ્રગિરી નગર પાલિકા અને બુધનિલકાંઠા નગર પાલિકામાં એક એક કેસ આવ્યા છે.
સંક્રમિતોની સારવાર ટેકૂ સ્થિત સુકરરાજ ટ્રોપિકલ એન્ડ ઈન્ફેક્શિય ડિઝીઝ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. તે પહેલા રાજધાનીના અલગ અલગ વિસ્તારમાં કોલેરાના પાંચ કેસ મળ્યા હતા. સંક્રમિતોમાં બેને પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે.
આ પણ વાંચો –
- ગુજરાતમાં જન્મેલ બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન, 50 દેશોમાં ફેલાયેલો છે કારોબાર.
- ગુજરાત બન્યુ હુક્કાબાર… અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો