FASTag fraud fact check : જાણો કાર સાફ કરતી વખતે FASTagમાંથી પૈસા સાફ કરવાના વાયરલ વીડિયોનું સત્ય

Share this story

FASTag fraud fact check

  • હાલમાં આવી અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક લોકોએ FASTagમાં રહેલી રકમની ઉઠાંતરી થતી હોવાની ફરિયાદ કરી છે. અનેક લોકો વિચારી રહ્યા છે કે, ટોલ પ્લાઝા પરથી પસાર થયા વગર રકમ કેવી રીતે કપાઈ ગઈ. આ મામલે તપાસ કરતા એક અલગ જ મામલો સામે આવ્યો છે. આ મામલા સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે.

ટોલ પ્લાઝા (Toll Plaza) પર ટોલની ચૂકવણી કરવા માટે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર તરફથી ફાસ્ટેગ (FASTag)ની શરૂઆત કરવામાં આવી હતી. ફાસ્ટેગની મદદથી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ પ્લાઝા પર ઊભા રહ્યા વગર ટોલ ટેક્સની ચૂકવણી કરી શકાય છે. આ પરિસ્થિતિમાં ટોલ પ્લાઝા પર વધુ સમય સુધી રાહ જોવી પડતી નથી. હેકર્સ હવે ફાસ્ટેગ એકાઉન્ટ (Fastag account) પર નજર રાખી રહ્યા છે અને તેની ઉઠાંતરી કરી રહ્યા છે.

નવી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી :

ટોલ કલેક્શન સિસ્ટમમાં પહેલા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાઓ દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી સમગ્ર દેશમાં ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2014માં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ (ફાસ્ટેગ) સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ સ્કીમને વિસ્તારિત કરવામાં આવી હતી.

હેકર્સે હેક કરી સિસ્ટમ :

FASTag કોઈ ઓફિશિયલ ટેગ પાર્ટનર બેન્કમાંથી ખરીદી શકાય છે. વાહનો પર હવે FASTag લગાવવો જરૂરી છે. જેથી ટોલ પ્લાઝા પરથી પસાર થઈએ તો સ્કેનર આ ફાસ્ટેગને સ્કેન કરી લે છે અને એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય છે. હેકર્સ હવે ખૂબ જ એક્ટીવ થઈ ગયા છે અને તેઓ ફાસ્ટેગમાંથી પણ પૈસા કાઢી રહ્યા છે.

અલગ જ મામલો સામે આવ્યો :

હાલમાં આવી અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક લોકોએ FASTagમાં રહેલી રકમની ઉઠાંતરી થતી હોવાની ફરિયાદ કરી છે. અનેક લોકો વિચારી રહ્યા છે કે, ટોલ પ્લાઝા પરથી પસાર થયા વગર રકમ કેવી રીતે કપાઈ ગઈ. આ મામલે તપાસ કરતા એક અલગ જ મામલો સામે આવ્યો છે. આ મામલા સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે. જોકે આ વીડિયો કેટલો સાચો છે તેની પુષ્ટી gujaratguardian કરતું નથી.

આ પ્રકારે ચોરી થાય છે :

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બાળક કારને સાફ કરવાના બહાને કાચ સુધી પહોંચી જાય છે. ત્યાર બાદ બાળક પોતાનો હાથ કાચ પર લાગેલ ફાસ્ટેગ પર વારંવાર ફેરવી રહ્યો છે. જેના પરથી લાગે છે કે, બાળક કારને સાફ કરી રહ્યો છે, પરંતુ તે કાચ પર લાગેલ ફાસ્ટેગને સ્કેન કરીને એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છે.

ફાસ્ટેગમાંથી પૈસા કપાવા લાગે છે :

બાળકે હાથમાં ઘડિયાળ જેવું કોઈ ગેઝેટ પહેર્યું છે. આ એક સ્કેનર છે, આ સ્કેનરથી જેટલી વાર ફાસ્ટેગ પર ફેરવવામાં આવે છે, તેટલી વાર ફાસ્ટેગમાંથી પૈસા કપાવા લાગે છે. સ્કેનરમાં એમાઉન્ટ પણ ફિક્સ કરી દેવામાં આવે છે અને તે અનુસાર રકમ કપાવા લાગે છે. જ્યાં સુધીમાં મોબાઈલ ફોનમાં મેસેજ આવે ત્યાં સુધીમાં બાળક કાર સાફ કરીને ત્યાંથી જતો રહે છે.

જોકે FASTag NETC તરફથી આ મામલે એક ટ્વીટ કરીને જાણાવવામાં આવ્યું છે કે ફાસ્ટેગનો ઉપયોગ કરવો સુરક્ષિત છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યુ છે કે, નમસ્તે, NETC FASTag વ્યવહારો ફક્ત સંબંધિત ભૌગોલિક સ્થાનોથી NPCI દ્વારા ઓનબોર્ડ કરાયેલા નોંધાયેલા વેપારીઓ (ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટર્સ) દ્વારા જ શરૂ કરી શકાય છે. કોઈપણ અનધિકૃત ઉપકરણ NETC FASTag પર કોઈપણ નાણાકીય વ્યવહાર શરૂ કરી શકશે નહીં. તે એકદમ સલામત છે.

આ પણ વાંચો –