લગ્ને લગ્ને કુંવારો : 32 વર્ષની વયે એક-બે નહીં 12 લગ્નો કર્યા, પત્નીઓ પાસે કરાવતો હતો ગંદુ કામ

Share this story

Bachelor of marriage

  • તેણે 12 લગ્નો કર્યા હતા અને એક પત્નીને બીજી પત્નીની ખબર ન પડે તેવી વ્યવસ્થા પણ કરી હતી.

બિહાર

32 વર્ષની વયે 12 વખત લગ્ન ! વાંચીને અશક્ય લાગે ને? પણ આ હકીકત છે. બિહારના (bihar)એક શખ્સે આવું કૃત્ય કર્યું છે. તેણે 32 વર્ષની વયે એક બે નહીં પણ 12 લગ્નો (Marriage) કર્યા છે અને આજે પણ તે પોતાની જાતને કુંવારો (Bachelor) ગણાવે છે ! આ કિસ્સો બિહારના કિશનગંજ પૂર્ણિયાનો (Kishanganj Purnia) છે. જ્યાં શમશાદ ઉર્ફે મુન્નવર નામના શખ્સે અનેક લગ્નો કર્યા હતા અને હજુ પણ પોતાને કુંવારો હોવાનું જણાવી વધુ એક લગ્ન કરવાની ફિરાકમાં હતો. જોકે, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ તેણે કરેલા કુકર્મો પરથી પડદો ઉઠ્યો છે.

સગીરાને ફસાવી અપહરણ કર્યું :

શમશાદ હવસખોર હોવાનું બહાર આવ્યું છે. તેણે 12 લગ્નો કર્યા હતા અને એક પત્નીને બીજી પત્નીની ખબર ન પડે તેવી વ્યવસ્થા પણ કરી હતી. 12-12 લગ્નો કરીને પણ હવસ શાંત ન થતા તેણે સગીર બાળાને નિશાન બનાવી હતી અને લગ્ન કરવાના ઇરાદે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પૂર્ણિયા જિલ્લાના અનગઢ પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ થઈ હતી. તપાસમાં ખબર પડી કે, આરોપી કોચાધામન પોલીસ સ્ટેશન વિસ્તારના અનારકલીનો રહેવાસી છે. આ કેસમાં કિશનગંજ પોલીસની મદદ પણ લેવામાં આવી હતી.

યૂપી લઈ જઈ દેહવ્યાપાર માટે વેચી દેતો :

આ દરમિયાન તેની ધરપકડ થતા પોલીસ સમક્ષ તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ બાબતે એસડીપીઓ અનવર જાવેદે જણાવ્યું હતું કે, શમશાદ આશિક મિજાજનો છે અને તે સરળતાથી યુવતીઓને પોતાની જાળમાં ફસાવી દે છે. ત્યારબાદ લગ્ન કરીને અંતે તેમને યૂપી લઈ જતો હતો અને દેહવ્યાપાર માટે વેચી દેતો હતો. આ રીતે દરેક પત્નીનો સોદો કર્યા બાદ તે અલગ-અલગ વિસ્તારોમાં નવી પત્ની શોધતો હતો.

સાઇકો ટાઇપનો માણસ છે શમશાદ : પોલીસ

આ કેસમાં આરોપીને જેલ હવાલે કરી દેવાયો છે અને આટઆટલા લગ્ન કર્યા હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. આ કેસ અંગે અનગઢના એસએચઓ પૃથ્વી પાસવાને જણાવ્યું કે, 27 નવેમ્બર 2015ના રોજ અનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક યુવતી ગુમ થઇ હતી. સગીરાના પિતાએ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. જેમાં તેણે મહંમદ શમશાદ પર તેની સગીર પુત્રીનું અપહરણ કરી લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં તે ત્યારથી ફરાર હતો, પરંતુ બહાદુરગંજ પોલીસની મદદથી અનગઢ પોલીસે કિશનગંજ જિલ્લામાંથી તેની ધરપકડ કરી હતી.

અનગઢ પોલીસ સ્ટેશનના એસઆઈ શંકર સુમને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં છ મહિલાઓ સાથે લગ્ન કર્યા હોવાની સાબિતી મળી છે. એક મહિલા અનંતનાગ પોલીસ સ્ટેશન વિસ્તારની અને પાંચ કિશનગંજ જિલ્લાની છે. પોલીસના જણાવ્યા અનુસાર 32 વર્ષીય શમશાદ સાઇકો ટાઇપનો માણસ છે. તે યુવતીઓને પ્રેમમાં ફસાવી લગ્ન કરતો હતો.

આ પણ વાંચો –