Home Blog Page 1390

આધાર કાર્ડમાં થવાનો છે આ સુધારો, UIDAI બનાવ્યો છે ખાસ પ્લાન

0

This update is going

  • આધાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, સરકારી કામથી લઈને બેન્કિંગ અથવા અન્ય જરૂરી કામો માટે આધાર હોવું અનિવાર્ય છે, સાથે જ આધાર કાર્ડમાં આપવામાં આવેલી માહિતીને પૂરી રીતે અપડેટેડ હોવી, આપણા બધા માટે ખૂબ જ મહત્વની છે.

વર્તમાન સમયમાં આધાર (Aadhar) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, સરકારી કામથી લઈને બેન્કિંગ (Banking) અથવા અન્ય જરૂરી કામો માટે આધાર હોવું અનિવાર્ય છે, સાથે જ આધાર કાર્ડમાં આપવામાં આવેલી માહિતીને પૂરી રીતે અપડેટેડ હોવી, આપણા બધા માટે ખૂબ જ મહત્વની છે. Unique Identification Authority of India (UIDAI) સમય-સમય પર આધારને લઈને બધી રીતના અપડેટ્સ આપે છે. હવે UIDAI એ આધાર સંબંધિત છેતરપિંડી રોકવા માટે એક પ્લાન લાવવાનો છે.

UIDAI નો પ્લાન :

હવે UIDAIએ આધાર સાથે જન્મ અને મૃત્યુનો ડેટા જોડવાનો નિર્ણય લીધો છે, આના અંતર્ગત હવે નવજાત શિશુને અસ્થાયી આધાર નંબર આપવામાં આવશે, પછી તેને બાયોમેટ્રિક ડેટાની સાથે અપગ્રેડ કરવામાં આવશે. આટલું જ નહીં, મૃત્યુની નોંધણીના રેકોર્ડને પણ આધારની સાથે જોડવામાં આવશે, જેથી આ નંબરોનો દુરુપયોગને રોકી શકાય. એટલે કે આધારમાં હવે દરેક વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીના આંકડાઓને જોડવામાં આવશે.

બે પાયલટ પ્રોજેક્ટનો પ્લાન :

UIDAI ના એક અધિકારીની તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘જન્મની સાથે જ આધાર નંબરની ફાળવણી કરવાથી આ સુનિશ્ચિત થશે કે, બાળક અને પરિવારને સરકારી યોજનાઓનો લાભ મળી શકે, આનાથી કોઈ પણ સામાજિક સુરક્ષાના લાભથી વંચિત રહેશે નહીં, આવી જ રીતે મૃત્યુના ડેટાને આધાર સાથે જોડવાથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાના દુરૂપયોગને રોકી શકાશે. હાલમાં એવા અનેક મામલાઓ સામે આવે છે, જેમાં લાભાર્થીના મૃત્યુ પછી પણ તેના આધારનો ઉપયોગ થઇ રહ્યો છે, આ જ કારણે ટૂંક સમયમાં જ 2 પાયલટ પ્રોજેક્ટ શરૂ થશે.’

જાણો શું છે ઝીરો આધાર ?

સમય-સમય પર UIDAI ગ્રાહકોના હિત માટે પ્લાન રજૂ કરતો રહે છે, હવે UIDAI એ ઝીરો આધારની ફાળવણી કરવાની પણ યોજના બનાવી રહ્યો છે, જેથી બનાવટી આધાર નંબર જનરેટ નહીં થશે. એટલે કે, કોઈ પણ રીતની છેતરપિંડી થઇ શકશે નહીં, આ અંતર્ગત એક વ્યક્તિને એકથી વધુ આધાર નંબરની ફાળવણી કરી શકાશે નહીં. ઝીરો આધાર નંબર એવા લોકોને આપવામાં આવે છે, જેમની પાસે જન્મ, નિવાસ અથવા આવકનો કોઈ પુરાવો ન હોય, આવા વ્યક્તિને આધાર ઇન્ટ્રોડ્યૂસર વેરીફાઈડ ઈલેક્ટ્રોનિક સાઈનના માધ્યમથી આધાર ઈકોસિસ્ટમથી ઇન્ટ્રોડ્યૂસ કરે છે.

આ પણ વાંચો –

8 જુલાઈ શુક્રવારના રોજ આ છ રાશિના લોકો પર રહેશે સાઈબાબાની ખાસ કૃપા- જાણો આજનું રાશિફળ

Sai Baba’s special zodiac signs

મેષઃ- મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ- અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય.મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ- મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુનારોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ- દિવસ દરમ્યાન આનંદની અનૂભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ- થોડું ગુસ્સાનું પ્રમાણ રહે.નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ- સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબુત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ઢાળવી ભાગ્યનો સાથ મળતાં ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ- સોંદર્ય, કલા અને રસીક તત્વમાં સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિકઃ- સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. ‌િપ્ર‌ય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ- જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીયક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ- નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ ‌આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ- ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ- મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.

આ પણ વાંચો –

પંજાબના સીએમ ભગવંત માન બન્યાં વરરાજા, ગુરપ્રીત સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો

0

Punjab CM Bhagwant Mann

  • પંજાબના સીએમ ભગવંત માને ચંદીગઢ સ્થિત તેમના નિવાસસ્થાને ડૉ. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા. તેણે સાદગી સાથે ગાંઠ બાંધી. તેમના લગ્નની ઘણી આકર્ષક તસવીરો સામે આવી છે.

પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માન (Hon’ble Chief Minister Bhagwant) આજે લગ્નના બંધનમાં બંધાયા છે. તેમણે ડો.ગુરપ્રીત કૌર (Dr. Gurpreet Kaur) સાથે તેમના ચંડીગઢ (Chandigarh) ખાતેના નિવાસસ્થાને સાદગી સાથે લગ્ન કર્યા. માનના આ બીજા લગ્ન છે. લગ્ન પહેલા જ ભગવંત માનને સોશિયલ મીડિયા (Social media) પર અભિનંદન મળવા લાગ્યા હતા. લગ્ન બાદ વર-કન્યાની આરાધ્ય તસવીરો પણ સામે આવી છે. જણાવી દઈએ કે આ લગ્ન સમારોહમાં વધારે ભીડ નહોતી.

મન પીળી પાઘડી અને સોનેરી કુર્તામાં વરરાજા બન્યો હતો :

સમારોહમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હતા. તેણે લવલી કપલની તસવીરો પણ શેર કરી છે. તેણે પંજાબીમાં કહ્યું, ‘સદે વીર દા વ્યાહ, સાનુ ગોડે ગોડે ચાહ’ એટલે મારા મોટા ભાઈના લગ્ન અને આજે હું ખૂબ ખુશ છું. હવે મોટા ભાઈના લગ્ન પછી નાનાનો નંબર લેવાનો છે.

લગ્નમાં અરવિંદ કેજરીવાલ પણ પહોંચ્યા હતા :

આ કાર્યક્રમમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ પહોંચ્યા હતા. તેઓએ લગ્નની વિધિઓ કરી. ડો.ગુરપ્રીત કુરુક્ષેત્રના પેહોવાના રહેવાસી છે. 30 વર્ષીય ગુરપ્રીતે લગ્ન પહેલા ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી હતી. આ પછી અભિનંદનનો ધસારો થયો હતો. જણાવી દઈએ કે ગુરપ્રીત ભગવંત માન કરતા 16 વર્ષ નાનો છે. માનના વર્ષ 2015માં તેની પહેલી પત્નીથી છૂટાછેડા થઈ ગયા હતા.

અરવિંદ કેજરીવાલે આ પ્રસંગે કહ્યું કે, મને ખુશી છે કે આજે મારા નાના ભાઈના લગ્ન થઈ રહ્યા છે. આ એક નવી શરૂઆત છે. ભગવાન બંનેને આશીર્વાદ આપે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું, અમને ખુશી છે કે અમારા ભાઈ આજે જીવનનો નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે. તેની માતાનું સ્વપ્ન ફરી સ્થાયી થવાનું હતું. આજે તેનું સપનું સાકાર થયું.

આ પણ વાંચો –

ટ્રક ડ્રાઈવરમાંથી બન્યો દારૂનો સપ્લાયર: 40થી વધુ ગુનાઓમાં આરોપી નાગદાન ગઢવીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

0

Truck driver turns into liquor supplier

  • ગુજરાતમાં પોલીસના ચોપડે વોન્ટેડ અને નામચીન બુટલેગર નાગદાન ગઢવીની હરિયાણાથી ધરપકડ કર્યા બાદ નાગદાન ગઢવીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં વિદેશી દારૂના (Foreign liquor) વેપલામાં સંડોવાયેલ અને વિવિધ પોલીસ સ્ટેશનોના ચોપડે વોન્ટેડ બુટલેગર (Wanted bootlegger) નાગદાન પ્રભુદાન ટાપરીયા (ગઢવી) ની હરિયાણાના ગુરૂગ્રામ (Gurugram) ખાતેથી સ્ટેટ મોનિટરીંગ સેલે (State Monitoring Cell) ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે નાગદાન ગઢવીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

નાગદાન ગઢવીએ હરિયાણામાં દારૂની નકલી ફેક્ટરી બનાવી હતી :

નાગદાન ગઢવી કે જેને હરિયાણામાં દારૂની નકલી ફેક્ટરી બનાવી હતી. નાગદાન ગઢવીએ પોતે ત્રણ મહિનાથી હરિયાણામાં રહેતો હોવાની પણ કબૂલાત કરી હતી. વઢવાણમાં ટ્રક ડ્રાઇવરની નોકરી કરતા કરતા નાગદાન દારૂનો સપ્લાયર બન્યો હતો.

નાગદાન વર્ષ 2017થી ફરાર હતો અને તે છેલ્લા 3 મહિનાથી હરિયાણામાં રહેતો હતો. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલે નાગદાન ગઢવીની હરિયાણાના ગુરુગ્રામ ખાતે વૈભવી ફ્લેટમાંથી ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે, નાગદાન વિરુદ્ધ દારૂની હેરાફેરીના 40થી વધુ ગુનાઓ નોંધાયા છે.

નાગદાન ગઢવી હરિયાણાથી ગુજરાતમાં દારૂનું નેટવર્ક સંભાળતો :

નાગદાન ગઢવી હરિયાણાથી ગુજરાતમાં દારૂનું નેટવર્ક સંભાળતો. જણાવી દઇએ કે, બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ગુરૂગ્રામ ખાતે સેકટર 104ના પુરી એમરલ્ડ બેય.ફલેટમાંથી નાગદાન ગઢવીને ઝડપી પાડયો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધીક્ષક નિર્લિપ્ત રાય અને ટીમને બાતમી મળી હતી કે, ‘નાગદાન ગઢવી હરિયાણાના ગુરૂગ્રામ ખાતે છે.’

આ પણ વાંચો :

હરામી નાળામાં બીએસએફનો સપાટો, 10 પાકિસ્તાની બોટ સાથે ચારની ધરપકડ

0

BSF raid in Harami Nala

  • Kutch BSF : દરિયો તોફાની હોવા છતાં બોર્ડર એન્ડ સિક્યોરિટી ફોર્સે દિલધકડ કાર્યવાહી કરીને હરામી નાળામાંથી પાકિસ્તાનની 10 બોટ ઝડપી પાડી.

બોર્ડર સિક્યોરિટી ફોર્સે હરામી નાળા (Harami Nala) વિસ્તારમાં સપાટો બોલાવતા એક સાથે 10 પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ સાથે જ બીએસએફએ ચાર માછીમારની પણ ધરપકડ (BSF arrest 4 pakistani fishermen) કરી છે. બીએસએફના ખાસ અમ્બુશ દળ તરફથી પિલર નંબર 1165 અને 1166 પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, જપ્ત કરેલી બોટમાંથી માછલી સિવાય અન્ય વસ્તુઓ મળી નથી. ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા જ આ વિસ્તારમાં બે પાકિસ્તાની માછીમાર (Two Pakistani fishermen) ઝડપાયા હતા. એવી માહિતી મળી છે કે ભારે વરસાદની આગાહી હોવાથી દરિયો તોફાની હોવા છતાં બીએસએફ તરફથી દિલધડક કામગારી કરીને ઘૂસણખોરી અટકાવવામાં આવી હતી.

કચ્છમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે માંડવીના બીદડા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાણી પહોંચ્યાના 24 કલાકની અંદર નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. ગાબડા બાદ કેનાલના પાણી ખેતરમાં ઘૂસી ગયા હતા.

પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ :

ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coastguard) દ્વારા દીલધડક રેસ્કયૂ ઓપરેશન (Rescue operation) હાથ ધરવામા આવ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડના મેરીટાઈમ રેસ્ક્યૂ કોર્ડીનેશન સેન્ટરને માહિતી મળી હતી કે યુએઈના ખોર ફક્કનથી કારવાર તરફ જતા ગ્લોબલ કીંગ 1 નામના કાર્ગો જહાજમાં પાણી ભરાઈ રહ્યુ છે. જેના પગલે પોરબંદરના (Porbandar) દરિયાથી 195 કિલોમીટર દૂરથી પસાર થતા કાર્ગો જહાજની મદદ માટે ભારતીય કોસ્ટગાર્ડ તૈયાર થઈ ગચું હતું.

આ પણ વાંચો –

 

IND vs PAK Asia Cup 2022 : ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, જાણો ક્યાં અને ક્યારે છે તેમની વચ્ચે ક્રિકેટ મેચ

0

IND vs PAK Asia Cup 2022

  • India Vs Pakistan Cricket Match: હવે ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક ખુશખબર સામે આવી છે. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે એશિયા કપમાં ખૂબ જ જલ્દી મેચ રમાવાની છે.

ભારત અને પાકિસ્તાન (India Pakistan Cricket Match) વચ્ચે મેચ થવાની છે, એવું સાંભળીને ક્રિકેટ રસિકો ભારત-પાકિસ્તાનની મેચ જોવા ઉતાવળા થઇ જતા હોય છે. ત્યારે હવે ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક ખુશખબર સામે આવી છે. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે એશિયા કપમાં ખૂબ જ જલ્દી મેચ રમાવાની છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે એશિયા કપની (Asia Cup 2022) મેજબાની શ્રીલંકા કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022ની શરૂઆત 27 ઓગસ્ટના રોજ થશે. જોકે, હજી સુધી ટૂર્નામેન્ટનું શેડ્યુઅલ જાહેર કરવામાં નથી આવ્યું.

આ દિવસે ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન :

રિપોર્ટ્સ અનુસાર, એશિયા કંપની શરૂઆતના બીજા જ દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ યોજાઈ શકે છે. મહત્વનું છે કે, 28 ઓગસ્ટના રોજ રવિવાર છે અને ભારત-પાકિસ્તાનની મેચ માટે આનાથી વધુ સારો બીજો કોઈ દિવસ ન હોઈ શકે. રવિવાર અને ભારત-પાકિસ્તાનની મેચના સંગમનો ફાયદો એશિયન ક્રિકેટ કાઉન્સિલ સહિત બ્રોડકાસ્ટર્સને વધુમાં વધુ TRP મળી શકે છે. જેના કારણે આ મેચ માટે રવિવાર પસંદ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી દીધું છે. આ ઉપરાંત યુએઈ, નેપાળ, ઓમાન, હોંકૉન્ગ અને બાકીની ટીમો વચ્ચે ક્વોલિફાયર રાઉન્ડ રમાશે. ટીમ ઇન્ડિયા આ વખતે ડીફેન્ડીગ ચેમ્પિયન છે, જેણે ગત ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં બાંગ્લાદેશને હાર આપી હતી.

પાછલી મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું :

ભારતે પાકિસ્તાન સામે રમવા અને શ્રીલંકા પ્રવાસ માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. જેને લઈને શ્રીલંકાએ ટૂર્નામેન્ટ માટે તૈયારીઓ આરંભી દીધી છે. 21 ઓગસ્ટથી ક્વોલિફાયર રાઉન્ડ શરુ કરી દેવામાં આવશે. તો 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ટૂર્નામેન્ટની મેચ રમાશે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા, જયારે પાકિસ્તાનની કેપ્ટનશીપ બાબર આઝમ સંભાળશે. ગત ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાને 10 વિકેટે જીત મેળવી હતી.

ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત જીત મેળવી :

ગત એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતે બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવીને 7મી વખત આ ટાઇટલ જીત્યું હતું. ટીમ ઇન્ડિયા આ પહેલા 1984, 1988, 1990, 1991, 1995, 2010 અને 2016માં એશિયા કપના ટાઇટલ્સ જીતી ચૂક્યું છે. જે બાદ શ્રીલંકાએ 5 વખત અને પાકિસ્તાને 2 વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

આ પણ વાંચો –

અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો નવો Video થયો વાયરલ, જાણો કેમ ઉઠ્યા પોલીસ પર સવાલ

0

Ajmer Dargah Khadim Salman

  • નુપુર શર્માને ધમકી આપવાના મામલે ધરપકડ કરાયેલા રાજસ્થાનના અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

નુપુર શર્માને (Nupur Sharma) ધમકી આપવાના મામલે ધરપકડ કરાયેલા રાજસ્થાનના (Rajasthan) અજમેર દરગાહના ખાદિમ (Khadim of Ajmer Dargah) સલમાન ચિશ્તીનો (Salman Chishti) એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોલીસની કસ્ટડીમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોથી મોટો વિવાદ પણ ઊભો થયો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ વીડિયો શેર કરીને ગહેલોત સરકારની (Gehlot government) પોલીસ પર સલમાન ચિશ્તીને બચાવવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

વાત જાણે એમ છે કે અમજેરના સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ નુપુર શર્માને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો ખુબ વાયરલ થયો. સલમાન ચિશ્તીએ નુપુર શર્માનું માથું વાઢનારાને ઈનામ આપવાની જાહેરાત કરી હતી. જો કે વીડિયો વાયરલ થયા બાદ તેની પોલીસે ધરપકડ કરી લીધી.

ભાજપના નેતા અમિત માલવીયએ આ વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં પોલીસ સલમાન ચિશ્તીને નુપુર શર્માનું માથું વાઢી નાખવાનો વીડિયો જે વાયરલ થયો તેના પર એવું સમજાવતી જોવા મળે છે કે તેણે નશામાં આ નિવેદન આપ્યું હતું જેથી કરીને તેને (સલમાન) બચાવી શકાય. શું કોંગ્રેસના શાસનમાં હિન્દુ જીવનનું મહત્વ છે? રાજસ્થાન પોલીસ ઉદયપુરની ઘટનાને પણ ટાળી શકતી હતી. વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસન એકશન મોડમાં આવી ગયું છે. ત્યારબાદ દરગાહના સીઓ સંદીપ સારસ્વતને હટાવી દેવાયા છે. આ વીડિયોમાં સંદીપ સારસ્વત જ સલમાનને સમજાવતા હોવા મળે છે.

અત્રે જણાવવાનું કે એડિશનલ એસપી વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે સલમાન ચિશ્તીએ નુપુર શર્મા મામલે આપત્તિજનક અને ભ્રામક નિવેદનવાળો વીડિયો વાયરલ કર્યો હતો. આ મામલે તેની ધરપકડ થઈ ગઈ છે. પોલીસે એ પણ જણાવ્યું કે સલમાન પહેલેથી જ અપરાધિક પ્રવૃતિવાળો છે. તેના વિરુદ્ધ અગાઉ 13 કેસ અલગ અલગ  પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. જેમાં હત્યાના મામલા પણ સામેલ છે. એક કેસમાં તો આરોપીને સજા પણ થઈ ચૂકી છે.

આ પણ વાંચો –

શા માટે દર વર્ષે 7 જુલાઈના રોજ કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ ચોકલેટ ડે ? જાણો રોચક કહાની

Why is World Chocolate Day

  • મીડિયા રિપોર્ટ્સ મુજબ દુનિયામાં સૌથી વધારે ચોકલેટનો વપરાશ સ્વિત્ઝરલેન્ડમાં થાય છે. સ્વિત્ઝરલેન્ડમાં અંદાજે એક વ્યક્તિ વર્ષે 8.8 કિલો ચોકલેટ ખાય છે. કદાચ એટલા માટે જ  સ્વિત્ઝરલેન્ડ પોતાના શાનદાર ચોકલેટ ઉદ્યોગ માટે દુનિયાભરમાં વખણાય છે.

ચોકલેટ (Chocolate) પ્રેમ લગભગ દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. મોટાભાગના લોકો પોતાની ખુશી ચોકલેટની સાથે સેલિબ્રેટ કરવાનું પસંદ કરે છે. દર વર્ષે જુલાઈ મહિનામાં ‘વર્લ્ડ ચોકલેટ ડે (World Chocolate Day)’ મનાવવામાં આવે છે. આજના સમયમાં કોઈપણ સેલિબ્રેશન (Celebration) હોય લોકો ચોકલેટ ખાવાનું કે ગિફ્ટ કરવાનું પસંદ કરે છે. એટલુ જ નહીં તહેવારોમાં પણ ચોકલેટનું ચલણ વધી ગયુ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચોકલેટ ડે પણ ઉજવવામાં આવે છે. પરંતુ શુ તમને ખબર છે કે 7 જુલાઈ એ જ કેમ ચોકલેટ ડે મનાવવામાં આવે છે?

ક્યારે થઈ હતી ચોકલેટ દિવસની શરૂઆત :

જોકે, હજુ સુધી ચોક્કસ માહિતી નથી મળી કે ચોકલેટ દિવસની ઉજવણી કરવાની શરૂઆત ક્યારથી થઈ હતી. પરંતુ કહેવામાં આવે છે કે ચોકલેટની શોધ 16મી સદીમાં કરવામાં આવી. 1550માં 7 જુલાઈના રોજથી યૂરોપમાં ચોકલેટની વર્ષગાંઠ મનાવવાની શરૂઆત થઈ હતી. આ અંગે અલગ અલગ રિપોર્ટ્સમાં અનેક દાવા કરવામાં આવે છે. ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ નામનો સ્ત્રોત રહેલો છે. જેને ખાવાથી બ્લડ ફ્લોમાં સુધારો થાય છે અને હાર્ટના રોગો થવાનું જોખમ પણ ઘટે છે. જોકે, આ વાત અંગે એક્સપર્ટ્સનો મત અલગ હોઈ શકે. આજકાલ બજારમાં અનેક પ્રકારની ચોકલેટ જેમકે, હોટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ, ચોકલેટ કેક, બ્રાઉની ચોકલેટ જેવી અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે.

આ દેશમાં સૌથી વધુ ચોકલેટ ખવાય છે :

મીડિયા રિપોર્ટ્સ મુજબ દુનિયામાં સૌથી વધારે ચોકલેટનો વપરાશ સ્વિત્ઝરલેન્ડમાં થાય છે. સ્વિત્ઝરલેન્ડમાં અંદાજે એક વ્યક્તિ વર્ષે 8.8 કિલો ચોકલેટ ખાય છે. કદાચ એટલા માટે જ  સ્વિત્ઝરલેન્ડ પોતાના શાનદાર ચોકલેટ ઉદ્યોગ માટે દુનિયાભરમાં વખણાય છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં 8.1 અને જર્મનીમાં વ્યક્તિદીઠ 7.9 કિલો ચોકલેટનું સેવન કરવામાં આવે છે. તમને જાણીને દુઃખ થશે પરંતુ સૌથી વધુ ચોકલેટ ખવાતા દેશોમાં ભારતનો સમાવેશ ટોપ-10માં પણ નથી. જોકે, ભારતમાં ચોકલેટ ખાવાનું અને ગિફ્ટ કરવાનું ચલણ જે રીતે વધે છે તેને જોતા આગામી કેટલાક વર્ષોમાં ભારત પણ મોસ્ટ ઈટિંગ ચોકલેટ કન્ટ્રીમાં શામેલ થઈ શકે છે.

આ પણ વાંચો –

 

19 મેના રોજ મુસેવાલાને મારવાનું આયોજન હતું ? પંજાબ પોલીસની તપાસમાં સામે આવ્યું સત્ય 

0

Was it planned to kill Musewala

  • જ્યારે પંજાબ પોલીસે આ હત્યામાં પકડાયેલા હથિયારના સપ્લાયર બલદેવની પૂછપરછ કરી ત્યારે તેણે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૂછપરછ દરમિયાન બલદેવે જણાવ્યું કે તે 19 મેના રોજ હથિયારો પહોંચાડવા ભટિંડા ગયો હતો.

પંજાબી ગાયિકા સિંધુ મુસેવાલાની હત્યા (Punjabi singer Sindhu Musewala) બાદ પંજાબ પોલીસને નવી માહિતી મળી રહી છે. વધુ એક નવી માહિતી સામે આવી રહી છે કે સિદ્ધુ મુસેવાલાને 29 મેના બદલે 19 મેના રોજ મારવાની યોજના હતી. જ્યારે પંજાબ પોલીસે આ હત્યામાં પકડાયેલા હથિયારના સપ્લાયર બલદેવની (Baldev) પૂછપરછ કરી ત્યારે તેણે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૂછપરછ દરમિયાન બલદેવે જણાવ્યું કે તે 19 મેના રોજ હથિયારો પહોંચાડવા ભટિંડા ગયો હતો. બલદેવે ભટિંડા પેટ્રોલ પંપ (Bhatinda petrol pump) પર મનદીપ તુફાન, મણિ રૈયા અને એક અજાણ્યાને હથિયાર (Weapon) આપ્યા હતા. આ ત્રણેય પાસે પહેલાથી જ વધુ હથિયારો હતા.

શસ્ત્રો આપ્યા પછી બલદેવ સહિત દરેક પંપથી ડબવાલી તરફ આગળ વધે છે, જ્યાં મનુ પહેલેથી જ સ્કોર્પિયો વાહનમાં હાજર છે. જણાવી દઈએ કે મનુની ભૂમિકાને લઈને દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેણે પહેલા મૂઝવાલા પર ફાયરિંગ કર્યું હતું. કારણ કે તે તેની બહેનની કથિત છેડતીનો બદલો લેવા માંગતો હતો. બલદેવ લોરેન્સનો સાથી છે અને છેલ્લા દોઢ મહિનાથી ગોલ્ડી બારના નિર્દેશનમાં કામ કરી રહ્યો હતો. તે સિગ્નલ એપ દ્વારા ગોલ્ડી સાથે વાતચીત કરતો હતો. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, ગોલ્ડીએ ખાસ ધ્યાન રાખ્યું હતું કે બલદેવને હથિયાર સપ્લાય કરવાનું કારણ ખબર ન પડે.

19 મેના રોજ પણ ગોલ્ડીએ સિગ્નલ એપ દ્વારા બલદેવને શસ્ત્રો એકત્રિત કરીને ભટિંડા મોકલવા સૂચના આપી હતી. પંજાબ પોલીસની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે સંદીપ નામના વ્યક્તિએ 19મી મેના રોજ સત્યવીરના ફોર્ચ્યુનરથી ભટિંડા પેટ્રોલ પંપ પર આ બધું મોકલ્યું હતું. હવે તપાસ કરવામાં આવી રહી છે કે સંદીપની સંપૂર્ણ ભૂમિકા શું હતી અને તે કઈ ગેંગ માટે કામ કરતો હતો. પરંતુ એ ચોક્કસ છે કે 19મી તારીખે સમગ્ર સિક્વન્સ ચેઇનમાં તેમની ભૂમિકા સૌથી વધુ હતી. પંજાબ પોલીસની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ દિવસે એટલે કે 19 મેના રોજ સિદ્ધુ મુસેવાલા તેના ઘરે હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી તમામ ફરાર છે.

આ પણ વાંચો –

બીજેપી નેતા તેજિંદર બગ્ગાએ CM ભગવંત માનને લગ્નની ભેટ મોકલી, કિંમત જાણીને હેરાન થઈ જશો !

0

BJP leader Tejinder Bagga

  • સીએમ માન ચંદીગઢમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે. બીજેપી નેતા તેજિન્દર સિંહ બગ્ગાએ મુખ્યમંત્રી ભગવંત માનના લગ્ન પર શુભેચ્છા પાઠવી.

પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માન (Hon’ble Chief Minister Bhagwant) આજે  લગ્નના બંધનમાં બંધાશે. આ તેના બીજા લગ્ન હશે. સીએમ માન ચંદીગઢમાં ડૉ ગુરપ્રીત કૌર (Dr. Gurpreet Kaur) સાથે લગ્ન કરશે. બીજેપી નેતા તેજિન્દર સિંહ બગ્ગાએ (Tejinder Singh Bagga) મુખ્યમંત્રી ભગવંત માનના લગ્ન પર શુભેચ્છા પાઠવી.

બીજેપી નેતા બગ્ગાએ ટ્વિટર પર રૂ. 568ના ઓર્ડરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે તેમણે ભગવંત માનને ઓનલાઈન મોકલ્યો છે. તેજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યું કે ભગવંત માનના લગ્ન પર મેં તેમને ફૂલોનો ગુલદસ્તનો ઓર્ડર કર્યો છે.

તેમણે ટ્વિટ કર્યું, ‘ભગવંત માન જીને તેમના લગ્ન પર ફૂલ અને શુભેચ્છાઓ મોકલ્યા.’ ભાજપના તેજીન્દર બગ્ગા ટ્વિટર પર એક્ટિવ રહે છે. તેમણે ભગવંત માનને કોમેડિયન સીએમ કહ્યા.

छवि

લગ્નમાં માત્ર નજીકના લોકોને જ આમંત્રણ આપ્યું છે :

CM ભગવંત માન ચંદીગઢમાં એક ખાનગી સમારંભમાં ડૉ. ગુરપિત કૌર સાથે લગ્ન કરશે. ભગવંત માન-ગુરપ્રીત કૌરના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબના કેબિનેટ મંત્રીઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.

કોણ છે ડૉક્ટર ગુરપ્રીત કૌર :

32 વર્ષીય ડૉ ગુરપ્રીત કૌર શીખ સમુદાયમાંથી આવે છે. ભગવંત માન અને ગુરપ્રીત કૌરનો પરિવાર વર્ષોથી એકબીજાને ઓળખે છે. ગુરપ્રીત કૌર કુરુક્ષેત્રની રહેવાસી છે. તેના પિતા ખેડૂત છે. ગુરપ્રીત કૌરને બે બહેનો છે, જેઓ વિદેશમાં રહે છે. ભગવંત માનની પત્ની ગુરપ્રીત કૌર તબીબી અભ્યાસ દરમિયાન સુવર્ણ ચંદ્રક વિજેતા હતી.

ભગવંત માનની માતા અને બહેને પોતે ગુરપ્રીત કૌરને પસંદ કરી છે. ગુરપ્રીત કૌર ભગવંત માનના પરિવારની નજીક છે. સીએમ માનની માતા ડૉ. કૌરને પસંદ કરે છે. માન તેની માતાના કહેવા પર જ બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે સીએમ માનના 6 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. સીએમ માનની પહેલી પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. શપથ ગ્રહણ સમારોહમાં ભગવંત માનના બંને બાળકો આવ્યા હતા.

આ પણ વાંચો –