Home Blog Page 1385

તમે પણ કસ્ટમર કેર નંબર ગૂગલ પરથી સર્ચ કરીને લો ? તો તમારું ખાતુ થઇ શકે છે ખાલી

Do you also search for customer

  • ગૂગલ ઉપર અલગ અલગ કુરિયર કંપની, બેંક, વોલેટ એપ્લીકેશનના ફેક કસ્ટમર કેર નંબરો મુકીને ભારત ભરમાંથી દોઢ કરોડથી વધુની છેતરપીંડી સામે આવી છે. જાણો કઇ રીતે આવી છેતરપીંડીથી તમે કઇ રીતે બચી શકશો.

શહેરમાં (Surat fraud) એક લાલાબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગૂગલ (customer care numbers from Google ) ઉપર અલગ અલગ કુરિયર કંપની, બેંક, વોલેટ એપ્લીકેશનના ફેક કસ્ટમર કેર નંબરો મુકીને ભારતભરના ૨૦થી વધુ રાજ્યોના ૭૪૪ લોકો સાથે દોઢ કરોડથી વધુની છેતરપીંડી (Fraud) સામે આવી છે. ઝારખંડના જામતારાથી ઓપરેટ થતી આ આંતરરાજ્ય ગેંગનો સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે (Cyber Crime Cell) પર્દાફાશ કર્યો છે. આ આરોપીઓએ ગુગલ ઉપર VELEX કુરિયરનો કસ્ટમર કેર નંબર મેળવેલ તે મોબાઇલ નંબર ઉપર ફોન કરતા આરોપીઓએ લીંક મોકલી કુલ્લે રૂ.૧,૬૩,૯૦૩/- UPI થી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્જકશન કરીને ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી.

આ સમગ્ર કૌભાંડ ઝારખંડ જામતારા ખાતેથી ઓપરેટ થતો હોવાની અને સુરત શહેરના અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટોનો ઉપયોગ થયેલ માહિતી મળી હતી. આ છેતરપીંડીમાં બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટો એનાલીસીસ કરતા સુરત શહેરના અલગ અલગ બેંક એકાઉન્ટો સમીમ અન્સારી નામનો વ્યક્તિ ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમને ઝારખંડ, જામતારા ખાતે તપાસમાં મોકલતા જામતારા ખાતેથી કુલ-૦૨ આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ (૧) મોહમ્મદ સીરાજ S/O ફકરૂદીન મંજુરમીંયા અંસારી રહે. જામતારા (ઝારખંડ) (૨) મોહમ્મદ નાઝીર S/O સાબા લાલમિંયા અંસારી રહે,જામતારા (ઝારખંડ) (૩) મોહમ્મદ આરીફ S/O કરમુલમીંયા જરજીસમીંયા અંસારી હાલ રહે.સુરત મુળ રહે.જામતારા (ઝારખંડ) (૪) હેમંતકુમાર S/O સંપતીરામ જગેશ્વર રામ રહે.સુરત, મુળ રહે.આજમગઢ (ઉત્તરપ્રદેશ) (૫) અરવિંદ S/O મનજીભાઇ હરજીભાઇ જમોડ હાલ રહે.સુરત મુળ રહે.ભાવનગર (૬) અજયભાઇ S/O પરષોત્તમભાઇ માવજીભાઇ મકવાણા હાલ રહે.સુરત મુળ રહે.ભાવનગર (૭) કૌશીક S/O બાબુભાઇ દયારામ નિમાવત હાલ રહે.સુરત મુળ રહે.સુરેન્દ્રનગર (૮) શિલ્પા W/O કૌશીક બાબુભાઇ નિમાવતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ આરોપીઓ ભારતભરમાં અલગ અલગ કુરિયર કંપની જેવી કે, VELEX, DTDC courrier, Bluedart, Delhivery courier, Amazon Delivery, Amway courier, professional courier company, meesho.com, SKYKING courier વિગેરેના ખોટા કસ્ટમર કેર મોબાઇલ નંબરો ગુગલ ઉપર મુકતા હતા.  કસ્ટમર તે મોબાઇલ નંબર ઉપર ફોન કરે તેઓને લીંક મોકલી અથવા એનીડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી કસ્ટમરોના બેંક એકાઉન્ટોમાંથી રૂપિયા ટ્રાન્સફર કરીને લોકો સાથે છેતરપીંડી કરતા હતા. અલગ-અલગ બેન્કોના કસ્ટમર કેરમાં  ગુગલ ઉપર તેઓના મોબાઇલ નંબરો મૂકી ઓનલાઇન ફ્રોડ કરે છે.

અલગ અલગ વોલેટ એપ્લીકેશનના ગુગલ ઉપર ખોટા કસ્ટમર કેર મોબાઇલ નંબરો મુકી ઓનલાઇન ફ્રોડ આચરે છે. અલગ અલગ કંપનીઓના ગુગલ ઉપર ખોટા કસ્ટમર કેર મોબાઇલ નંબરો મુકી ઓનલાઇન ફ્રોડ કરે છે. લોકો પાસે અલગ અલગ લોભામણી લલચામણી વાતો કરી સ્ક્રીન શેરીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી છેતરપીંડી આચરે છે. KBC ના નામે લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરે છે.

દેશના આ રાજ્યોમાં આટલી છેતરપીંડી :

ઉત્તરપ્રદેશ 106, તેલંગણા 27, રાજસ્થાન 18, મહારાષ્ટ્ર 14, દિલ્હી 20, આંધ્રપ્રદેશ 02, બિહાર 4, ચંદીગઢ 3, છત્તીસગઢ 4, હરીયાણા 4, મધ્યપ્રદેશ 2, ઓડીસ્સા 4, પંજાબ 7, તમીલનાડુ 8, ઉત્તરાખંડ 5, પશ્વિમબંગાળ 3, હીમાચલ પ્રદેશ 1, કેરલા 1, કણાાટક 1, ગુજરાત 27 અને અન્ય 12 કુલ્લે-૨૭૩ ફરીયાદ તેમાં કુલ્લે રૂ.૬૪,૮૭,૫૪૦/- ની છેતરપીંડી કરવામાં આવી છે. આ સિવાય અન્ય ૭૬ મોબાઇલ નંબરો મળી આવેલ તે આધારે નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોટાલ (NCCRP) ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ-૪૭૧ જેટલી ફરીયાદ થયેલ હોવાનું અને તેમાં આશરે રૂ.૬૩,૫૮,૭૫૬/- ની છેતરપીંડી થઇ હોવાની જાણ થઇ હતી.

આ પણ વાંચો –

૧૩ જુલાઈ બુધવારના રોજ આ રાશિના ભક્તો સાંઇબાબાની અપાર કૃપા વરસશે- જાણો આજનું રાશિફળ

13th July – Know today’s horoscope

મેષ :
આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આદ્યાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભ :
ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતા જણાય.

‌મિથુન :
ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવો નાણાંકીય રોકાણોનું આયોજન ફાયદાકારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સાફ રહેશે.

કર્ક :
આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્ર વર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહ :
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરીયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારૂં રહેશે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી.

કન્યા :
ગઈકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલા :
આવકનું પ્રમાણ જળવાતા, માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને.

વૃશ્ચિક :
ગઈકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારૂં રહે

ધન :
આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડીયો, ટી.વી. જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકર :
આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે પણ વખતસર નાણાંની સગવડ થઈ જશે. દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસ ટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભ :
શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલીંગ જેવા ક્ષેત્રમાં લાભ આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જુના મિત્રોને મળવાનું શકય બને. તેમનો સાથ સહકાર મળતો જણાય.

મીન :
આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ, પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

આ પણ વાંચો –

2 વર્ષના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને રસ્તા પર બેસી રહ્યો મોટો ભાઈ, જાણો શું છે સમગ્ર ઘટના

0

Big brother sitting on the roa

  • પંચરની દુકાન દ્વારા ગુજરાન ચલાવતા શખ્સ પાસે એમ્બ્યુલન્સને ચુકવવા માટેના પૈસા ન હોવાથી તેઓ પોતાના મોટા દીકરાને મૃતદેહ સાથે છોડીને ઘરે ગયા હતા.

સોશિયલ મીડિયામાં (Social media) એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં એક નાનકડો છોકરો પોતાના ખોળામાં એક માસૂમના મૃતદેહને લઈને રસ્તા પર દીવાલને અડીને બેઠેલો જણાય છે. આ ઘટના મધ્ય પ્રદેશના (Madhya Pradesh) મુરૈના જિલ્લાની છે અને તે બાળકના પિતા પોતાના મૃતક દીકરાના મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સ (Ambulance) શોધવા રઝળપાટ કરી રહ્યા હતા તે સમયે લેવામાં આવેલી છે.

એક નાનકડા બાળકને આ પ્રકારે મૃતદેહ સાથે બેઠેલું જોઈને રસ્તા પર લોકોની ભારે ભીડ જામી હતી તથા ઉપરી અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. મુરૈના ખાતે અંબાહના બડફરા ગામમાં રહેતા પૂજારામ જાટવના 2 વર્ષના દીકરાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ હતી અને શરૂઆતમાં ઘરેલુ નુસખા અપનાવવા છતાં બાળકને કોઈ રાહત નહોતી મળી. બાળકના પેટમાં થઈ રહેલો દુખાવો અસહ્ય જણાયો એટલે તેઓ તેને લઈને મુરૈના ખાતેની જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તે સમયે તેમનો 8 વર્ષનો મોટો દીકરો ગુલશન પણ તેમના સાથે હતો.

જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજા નામના તે બાળકનું મોત થયું હતું. અસહાય બનેલા પૂજારામે પોતાના દીકરાના મૃતદેહને ઘરે પહોંચાડવા મદદ કરવા માટે હોસ્પિટલના અધિકારીઓ સમક્ષ અનેક કાકલૂદી કરી હતી. હોસ્પિટલના અધિકારીઓએ તેમને એમ્બ્યુલન્સની વ્યવસ્થા માટે નિશ્ચિત રકમની ચુકવણી કરવા જણાવ્યું હતું. પંચરની દુકાન દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પૂજારામ પાસે પૈસા ન હોવાથી તેમણે પોતાના મોટા દીકરા ગુલશનને મૃતદેહ સાથે હોસ્પિટલ બહાર બેસાડવાનો નિર્ણય લીધો હતો જેથી તેઓ ઘરે પહોંચી શકે.

લોકોના ટોળાએ અધિકારીઓને જાણ કરી ત્યાર બાદ એક પોલીસકર્મીએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી. પૂજારામના કહેવા પ્રમાણે તેમને નથી ખબર કે તેમના દીકરાએ શું ખાઈ લીધું જેથી તેની તબિયત બગડી. ડોક્ટર પાસે લઈ ગયા એટલે તેને હીંગ, ઈનો આપવા કહેવામાં આવ્યું હતું. પરંતુ તબિયતમાં કોઈ સુધારો નહોતો થયો.

આ તરફ મુરૈનાના સિવિલ સર્જનના કહેવા પ્રમાણે તેમણે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી પરંતુ ગાડી પહોંચે ત્યાં સુધીમાં તે બાળકના પિતા જતા રહ્યા હતા.

આ પણ વાંચો –

અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન ! વરસાદમાં લોકોની વ્હારે આવશે પોલીસ

0

Ahmedabad police action plan

  • પોલીસ હેડ કવાર્ટર ખાતે પણ તરવૈયા પોલીસ જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. જો કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય અને કોઈ બચાવ કામગીરીની જરૂર હોય તો પોલીસ પાસે 100 એર ટ્યુબ, 100 લાઈવ જેકેટ પણ ઉપલબ્ધ છે.

અમદાવાદ શહેરમાં રવિવારે રાત્રે પડેલા અનરાધાર વરસાદે સમગ્ર શહેરને જળબંબાકાર (Ahmedabad city heavy rain) કરી દીધું હતું. અનેક ઘરો, કોમ્પલેક્ષમાં પાણી ભરાયા હતા. હજી પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી (Ahmedabad heavy rain forecast) હવામાન વિભાગે આપી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad city police) લોકોની મદદ માટે તૈયાર છે. આ માટે શહેર પોલીસે તમામ પ્રકારની કરી દીધી છે. શહેર પોલીસ કમિશનર તરફથી પોલીસ અધિકારીઓને (Police officer) વિસ્તારમાં દેખરેખ રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત એએમસીએ (AMC) બનાવેલા કંટ્રોલ રૂમ ખાતે પણ પોલીસ સ્ટાફને તૈનાત રાખવામાં આવ્યા છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને કોઈ જગ્યાએ પોલીસની મદદની જરૂર હોય તો તાત્કાલિક પોલીસ સ્ટાફ પહોંચાડી શકાય.

બીજી તરફ પોલીસ હેડ કવાર્ટર ખાતે પણ તરવૈયા પોલીસ જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. જો કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય અને કોઈ બચાવ કામગીરીની જરૂર હોય તો પોલીસ પાસે 100 એર ટ્યુબ, 100 લાઈવ જેકેટ પણ ઉપલબ્ધ છે. આ સિવાય જો કોઈ વાહન ચાલકના વાહન બંધ પડી જાય અને ટ્રાફિકની સમસ્યા થાય તો આ વાહનને ત્યાંથી દૂર કરવા માટે પોલીસની 14 જેટલી ક્રેન પણ ઉપલબ્ધ છે.

વરસાદની પરિસ્થતિમાં કોઈ જગ્યાએ ટ્રાફિક ના થાય તે માટે ટ્રાફિક પોલીસને પણ કામગીરી માટેની સૂચના આપવામાં આવી છે. ગઇકાલે શહેરની સિમ્સ હોસ્પિટલમાં એક પાંચ વર્ષના બાળકને બ્લડની ત્વરિત જરૂર હતી. જોકે, અનેક જગ્યાએ પાણી ભરાયાં હોવાથી પરિવાર મુશ્કેલીમાં મૂકાયો હતો. પરંતુ પોલીસને જાણ થતાં જ પોલીસે તાત્કાલિક બ્લડ પહોંચાડવામાં મદદ કરી હતી.

શહેરમાં સરેરાશ 8.5 ઇંચ વરસાદ :

અમદાવાદમાં રવિવારે એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિ (Ahmedabad Heavy rain) ઊભી થઈ ગઈ હતી. શહેરમાં 24 કલાકમાં સરેરાશ 8.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. અમુક વિસ્તારોમાં 18 ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો હતો. શહેરની અનેક સોસાયટીઓમાં સોમવારે સવારે પણ જળબંબાકારની સ્થિતિ હતી. નીચાણવાળા વિસ્તારો જ નહીં, પરંતુ જ્યાં કોઈ દિવસ પાણી આવતું ન હતું તે વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

આ પણ વાંચો –

આ વસ્તુઓ ખાવાથી પિતા બનવાની ક્ષમતા ગુમાવી બેસશો, પુરુષોએ ન ખાવી જોઈએ આટલી વસ્તુઓ

0

By eating these things

  • પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા કેમ ઘટી રહી છે ? શું આ ખરેખર મોટી સમસ્યા છે ? શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જવાબદાર છે? આજે અમે તમને આ તમામ બાબતોના જવાબો આપવાના છીએ.

છેલ્લા કેટલાક વર્ષોમાં પુરૂષોના શુક્રાણુઓની (Sperm) સંખ્યા સતત ઘટી રહી છે. આ પાછળના કારણો તમને આશ્ચર્યચકિત કરી શકે છે. સામાન્ય રીતે પુરૂષો સ્પર્મ હેલ્થ (Sperm health) પર વધુ ધ્યાન આપતા નથી. મોટાભાગના પુરૂષોને ખ્યાલ નથી હોતો કે આહાર અને જીવનશૈલીને (Lifestyle) કારણે પણ શુક્રાણુ ઓછા થઇ જાય છે.

પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા કેમ ઘટી રહી છે ? શું આ ખરેખર મોટી સમસ્યા છે ? શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જવાબદાર છે ? આજે અમે તમને આ તમામ બાબતોના જવાબો આપવાના છીએ.

શુક્રાણુઓની સંખ્યા ઓછી થવી એ ખરેખર સમસ્યા છે ?

શુક્રાણુઓની સંખ્યા ઓછી થવી એ ખરેખર એક મોટી સમસ્યા છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 38 વર્ષમાં પુરૂષોના સ્પર્મ કાઉન્ટમાં 59 ટકાનો ઘટાડો થયો છે. શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે મોટાભાગના યુગલોને સંતાન મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે..

શુક્રાણુઓની સંખ્યા કેમ ઘટી રહી છે ? શું તે આપણા આહારને કારણે છે ?

પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા પાછળનું કારણ શું છે તે શોધવું ખૂબ જ મુશ્કેલ છે. કેટલાક લોકો માને છે કે તેમના ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી પણ આમ થાય છે. વળી, કેટલાક નિષ્ણાતો ખિસ્સામાં રાખેલ ફોનમાંથી નીકળતી ગરમી સ્પર્મ પર ખરાબ અસર કરતી હોવાનું માને છે. સ્થૂળતા પણ તેના પાછળનું કારણ ગણવામાં આવે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્પર્મ કાઉન્ટ ઓછા થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આપણે ખોરાકમાં શું ખાઈએ છીએ તે ખૂબ મહત્વનું છે અને તેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક અભ્યાસો અનુસાર, કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી સ્પર્મ પર ખરાબ અસર પડે છે. પરંતુ કેટલીક વસ્તુઓ સ્પર્મ કાઉન્ટને પણ વધારે છે.

શુક્રાણુઓના સ્વાસ્થ્ય પર આ વસ્તુઓની પડે છે ખરાબ અસર :

પ્રોસેસ્ડ મીટ– ઘણા અભ્યાસોમાં જણાવવામાં આવ્યું છે કે પ્રોસેસ્ડ મીટના સેવનથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. પ્રોસેસ્ડ મીટમાં હોટ ડોગ્સ, સલામી, બીફ, બેકન વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ ખાવામાં ખૂબ જ સારી લાગે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. ઘણા અભ્યાસોમાં ફલિત થયું છે કે પ્રોસેસ્ડ રેડ મીટ ખાવાથી શુક્રાણુઓની સંખ્યા ઘટે છે અને સાથે જ શુક્રાણુઓની ગતિ પણ ઓછી થાય છે.

ટ્રાન્સ ફેટ– હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે ટ્રાન્સ ફેટ હૃદય રોગનું જોખમ વધારે છે. વર્ષ 2011માં કરવામાં આવેલા એક સ્પેનિશ અભ્યાસમાં સામે આવ્યું હતું કે શરીરમાં ટ્રાન્સ ફેટની વધુ માત્રાને કારણે શુક્રાણુઓની સંખ્યા ઘટવા લાગે છે.

સોયા ઉત્પાદનો– સોયા ઉત્પાદનોમાં ફાયટોસ્ટ્રોજેન્સ- એસ્ટ્રોજન જેવા તત્વો હોય છે જે છોડમાંથી આવે છે. બૉસ્ટનમાં ફર્ટિલિટી ક્લિનિકમાં 99 પુરુષો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે વધુ માત્રામાં સોયા પ્રોડક્ટ્સનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે.

હાઈ ફેટ ડેરી પ્રોડક્ટ્સ– દૂધ તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે પરંતુ તમે તેમાં શુક્રાણુને ફાયદો થતો નથી. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ ચરબીવાળા ડેરી ઉત્પાદનોના વપરાશને કારણે પુરુષોમાં શુક્રાણુઓની ગતિમાં ઘટાડો અને શુક્રાણુના આકારમાં અસમાનતા જોવા મળે છે

આ 3 વસ્તુઓનું સેવન પુરુષોમાં શુક્રાણુના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે :

માછલી – માછલીમાં ઓમેગા- 3 ફેટી એસિડ વધુ માત્રામાં જોવા મળે છે. તમે લાલ અથવા પ્રોસેસ્ડ મીટને બદલે માછલીનું સેવન કરી શકો છો.

ફળો અને શાકભાજી – ફર્ટિલિટી ક્લિનિકમાં 250 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ફળો, શાકભાજી અને ખાસ કરીને લીલા શાકભાજી અને કઠોળ ખાનાર લોકોમાં શુક્રાણુઓની ગુણવત્તા એકદમ યોગ્ય જોવા મળી હતી.

ઉપરાંત, આવી વસ્તુઓનું સેવન ન કરનારા લોકોની સરખામણીમાં આ લોકોમાં શુક્રાણુઓની ગતિશીલતામાં વધારો જોવા મળ્યો હતો. છોડમાંથી મળતી દરેક વસ્તુમાં કો-એન્ઝાઇમ Q10, વિટામિન સી અને લાઇકોપીન જેવા એન્ટી-ઓક્સિડન્ટ્સમાં જોવા મળે છે. શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે આ સૂક્ષ્મ પોષકતત્વો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

અખરોટ – વર્ષ 2012માં કરવામાં આવેલા એક અભ્યાસમાં 21 થી 35 વર્ષની વયના 117 પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બધા પુરુષોને 12 અઠવાડિયા સુધી દરરોજ લગભગ 18 અખરોટ ખાવાની સલાહ આપવામાં આવી હતી. બાદમાં સંશોધકોએ અભ્યાસ પહેલા અને પછી આ પુરુષોના શુક્રાણુના પરિમાણોનું વિશ્લેષણ કર્યું હતું.

જેમાં અખરોટ ખાવાથી પુરુષોના વીર્યમાં સુધારો જોવા મળ્યો હતો. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. ઓમેગા 3 ફેટી એસિડથી ટેસ્ટિકલ્સમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેના કારણે વીર્યની માત્રા અને ઉત્પાદન બંને વધે છે.

શુક્રાણુઓની તંદુરસ્તી સુધારવા આવું પણ કરો :

ઓર્ગેનિક શાકભાજી ખાઓ અને જમતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. પ્રોસેસ્ડ મીટને બદલે માછલી ખાઓ. તળેલું અને જંક ફૂડનો વપરાશ ઓછો કરો. સિગારેટ ન પીવી. જો તમારું વજન વધારે હોય તો તેને ઓછું કરો.

આ પણ વાંચો –

રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક વિસ્તારોમાં ભરાયાં પાણી ! રેડ એલર્ટ જાહેર

0

Megharaja’s stormy batting in Rajkot

  •  રાજકોટમાં રાત્રે 1:00 વાગ્યાથી બપોરે 12:વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.

રાજકોટમાં (Rajkot) આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં રાત્રે 1:00 વાગ્યાથી બપોરે 12:વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા એક કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોએ (Drivers) ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રવિવારે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી હવે આજે રાજકોટની સ્થિતિ પણ કંઈક એવી જ છે. રાજકોટમાં સવારે બે કલાકમાં જ 2 ઈંચથી વદુ વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયું હતું.

રાજકોટમાં અતિ ભારે વરસાદના કારણે સૌથી વધુ પાણી પોપટ પરાના અંડરબ્રીઝમાં આવતા ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જેલ પોપટપરા માઉટન પોલીસ લાઈન સહિતના વિસ્તારોનો વાહન વ્યવહાર બંધ થતાં સંપર્ક વિહોણા બન્યા છે.

પોપટ પરાના નાલા બાદ રેલનગરના નવા અંડર બ્રીઝમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો અને પોલીસ દ્વારા બેરિગેટ રાખી લોકોને અવરજવર નહીં કરવા અટકાવ્યા હતા.

રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં રાત્રેથી લઈને બપોર સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે જેને કારણે રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યા હતા. આજી નદીના પાણી મંદિર પરિસરમાં ઘૂસ્યા બાદ મુશ્કેલી સર્જાઈ હતી. ડેમના દરવાજા ખોલાયા બાદ નજીકના ગામોને એલર્ટ કરાયા છે અને લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો –

20 વર્ષની આ અભિનેત્રી સૌથી વધુ ફી વસુલ કરી રહી છે અને રૂબીના દિલાઈકને ઘણી પાછળ છોડી દીધી 

The 20-year-old actress is charging

  • ‘ખતરો કે ખિલાડી’ ટૂંક સમયમાં ટીવીની દુનિયામાં દસ્તક આપી શકે છે. સ્પર્ધકો પણ આ માટે સખત મહેનત કરી રહ્યા છે. હાલમાં જ આ શોના સ્પર્ધકોની ફી સામે આવી છે.

ટીવીના સૌથી ફેમસ શો ‘ખતરો કે ખિલાડી’ (Khatron ke khiladi )નું શૂટિંગ આ દિવસોમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ શોના દરેક ટાસ્કને સ્પર્ધકો પોતાની મહેનતથી પૂર્ણ કરી રહ્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે રૂબીના દિલાઈક ‘ખતરોં કે ખિલાડી 12’માં સૌથી વધુ ફી વસૂલે છે. પરંતુ તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 20 વર્ષની અભિનેત્રી ફી વસૂલવાના મામલે રૂબીના દિલાઈક (Ruby’s Dilaik) અને શિવાંગી જોશી (Shivangi Joshi) જેવી ટોચની અભિનેત્રીઓને પછાડી રહી છે. આજે અમે તમને ‘ખતરો કે ખિલાડી’ના સ્પર્ધકોની ફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જન્નત અને ફૈઝલની ફી :

જન્નત ઝુબેર ‘ખતરો કે ખિલાડી 12’ની સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક છે. ‘ખતરો કે ખિલાડી 12’ ની સૌથી યુવા સ્પર્ધક, જન્નત ઝુબૈર સૌથી વધુ કમાણી કરનાર સેલેબ છે. TOI ના અહેવાલ મુજબ તે પ્રતિ એપિસોડ 18 લાખ રૂપિયા ચાર્જ કરે છે! સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનેલા અભિનેતા મિસ્ટર ફૈસુ ઉર્ફે ફૈઝલ શેખ ‘ખતરો કે ખિલાડી 12’નો બીજો સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક છે. શ્રી ફૈસુ પણ જન્નતથી પાછળ નથી. રિપોર્ટ અનુસાર, તેને પ્રતિ એપિસોડ 17 લાખ રૂપિયાનો તગડો પગાર મળી રહ્યો છે.

રૂબીના અને શિવાંગીની ફી :

‘બિગ બોસ 14’ની વિજેતા રૂબીના દિલાઈક આ સિઝનની સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાંથી એક છે. તેથી જ તે ‘ખતરો કે ખિલાડી 12’ની સૌથી વધુ કમાણી કરનારની યાદીમાં ટોપ 3માં છે. રિપોર્ટ્સ અનુસાર, રૂબિના દિલાઈક પ્રતિ એપિસોડ 10-15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘બાલિકા વધૂ 2’ ફેમ શિવાંગી જોશી રોહિત શેટ્ટીના શો ‘ખતરોં કે ખિલાડી 12’ માટે 15 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.

પ્રતીક અને સર્જનની ફી

‘બિગ બોસ 15’ ફેમ પ્રતીક સહજપાલે બધાને પ્રભાવિત કર્યા છે અને ચાહકોએ ‘ખતરો કે ખિલાડી 12’માં તેને ખૂબ જ પસંદ કર્યો છે. દેખીતી રીતે તેને દર અઠવાડિયે 10 લાખ રૂપિયા મળે છે. ‘કુમકુમ ભાગ્ય’ ફેમ સૃતિ ઝા ‘ખતરોં કે ખિલાડી 12’ થી પોતાનો રિયાલિટી ટીવી શો ડેબ્યૂ કરી રહી છે, તેને દર અઠવાડિયે 5 લાખ રૂપિયા મળે છે.

આ પણ વાંચો –

 

સૂર્યકુમાર યાદવની આ સિક્સરે તેંડુલકરને પણ બનાવ્યો ફેન ! યાદવ પર થઈ રહ્યો છે વાહ વાહીનો વરસાદ 

0

This six of Suryakumar Yadav

  • સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીની છેલ્લી T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી હતી. સચિન તેંડુલકર પણ સૂર્યકુમારની ઈનિંગથી આશ્વસ્ત થઈ ગયો હતો અને તેણે ટ્વિટર પર તેની જોરદાર પ્રશંસા કરી હતી.

સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની છેલ્લી મેચમાં 55 બોલમાં 117 રન ફટકાર્યા હતા. જ્યાં સુધી તે ક્રિઝ પર હતો ત્યાં સુધી એવું લાગતું ન હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ હારી શકે છે. ભારત છેલ્લી મેચ ઈંગ્લેન્ડ (England) સામે 17 રને હારી ગયું હતું. જો કે આખી દુનિયા સૂર્યકુમારના વખાણ કરી રહી છે. પરંતુ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) તેની પ્રશંસામાં કરેલું ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. સચિને ટ્વિટર પર જણાવ્યું કે તેને સૂર્યકુમારના કયા શોટ્સ સૌથી વધુ પસંદ આવ્યા.

તેંડુલકરે ટ્વિટર પર લખ્યું, ‘શાનદાર સદી સૂર્યકુમાર યાદવ. આખી ઈનિંગ દરમિયાન ખૂબ જ જોરદાર શોટ્સ હતા, પરંતુ ઓવર ધ પોઈન્ટથી સ્કૂપ વડે સિક્સર મારનારાઓને કોઈ જવાબ નહોતો. સૂર્યકુમારે પોતાની ઇનિંગ દરમિયાન 14 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 198 રન જ બનાવી શકી હતી. સૂર્યકુમાર યાદવ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યા ન હતા.

સ્થિતિ એવી હતી કે સૂર્યકુમાર સિવાય ભારત તરફથી સૌથી વધુ રન શ્રેયસ અય્યરના ખાતામાંથી બન્યા હતા. શ્રેયસે 28 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ 11-11 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયા ભલે આ મેચ હારી ગઈ હોય, પરંતુ સિરીઝ 2-1થી જીતી લીધી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 જુલાઈથી બે મેચની વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે.

આ પણ વાંચો –

નવસારીની જીવાદોરી એવી પૂર્ણા નદીનો પ્રકોપ, પ્રશાસન ઘોર નિંદરમાં રહેતાં કરોડોનું નુકશાન

0

Outbreak of Purna river

  • નવસારી જિલ્લાનું ફ્લટ કંટ્રોલ વિભાગ એટલા માત્ર વરસાદના આંકડા નોધવાનું જ કામ કરતુ હોય તેવી ઘટનાના કારણે આજે શહેરની લગભગ 50 હજાર જનતાએ કરોડો રૂપિયાનું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે.

પૂર્ણા નદીમાં (Purna river) ગત રાત્રીથી પાણી ભરાવાની શરૂઆત થતા જ લોકોને સલામત સ્થળે (In a safe place) ખસેડવાના બદલે પ્રશાસન (Administration) જાણે અંધારામાં જ રહ્યુ હોય તેમ લાગતા મહત્તમ નીચાણવાળા દુકાનોમાં પાણી ભરાય ગયા હતા. કેટલાક ઘરો પાણીમાં ડુબતા લોકો તેમનો સામાન પણ બચાવી શક્યા ન હોવાનું જણાવી રહ્યા હતા.

નવસારી પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયા એવા ઉપરવાસ મહુવા, વાલોડ, વ્યારા, સોનગઢ, નિઝર ડોલવણમા ગતરોજ ભારે વરસાદ પડતાં તેનું પાણી નવસારીની પૂર્ણા નદીમાં આવ્યું હતું. શહેરમાં વરસાદ ઓછો પડ્યો હતો, પરંતુ ઉપરવાસની પૂર્ણા નદીનું પાણી નવસારીમાં આવતા જ પૂર્ણાની સપાટી દર કલાકે વધતી હોવા છતાં પ્રશાસન ઉંઘતું રહ્યું હતું, જેના કારણે લોકો તેમનો માલસામાન બચાવી શક્યા ન હતા. સોનગઢ ખાતે 169મીમી વરસાદ તો મહુવા 63મીમી વરસાદનું પાણી ચાર કલાકમાં નવસારી પૂર્ણા નદી પર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ હતી.

આજે વહેલી સવારે નવસારીના ગ્રીડ રોડ પર પાણી ફરી વળતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો નવસારી-સુરત માર્ગ પર ટાટા સ્કુલ પાસે જ પાણી આવી જતાં આ માર્ગ પણ વાહનચાલકો માટે બંધ કરાયો હતો. નવસારીમા શાંતાદેવી રોડનો સમગ્ર વિસ્તાર, પ્રકાશ ટોકીઝનો વિસ્તાર, રાયચંદરોડ, બંદરરોડ, ભેસતખાડા, રીંગરોડ, મંગુભાઇ પટેલના જુના ઘર, કાળાપુલ, ભાજપ કાર્યલય કમલમનો વિસ્તાર, સી.આર.પાટીલ સંકુલ, કાછીયાવાડી વિસ્તારમાં 15 ફૂટ પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. સવારે પ્રશાસને મહત્તમ લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો –

સ્ટીવ સ્મિથે તેનું સિડનીમાં આલીશાન ઘર વેચી કમાયો આટલા મોટો નફો !

Steve Smith made such

  • સ્ટીવ સ્મિથે સિડનીના કિંગ્સ રોડ પરનું ઘર વેચ્યું છે. આનાથી તેમને ઘણો નફો થયો છે. સ્ટીવ સ્મિથની ગણના વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે.

સ્ટીવ સ્મિથ (Steve Smith) વિશ્વના ખતરનાક બેટ્સમેનો (Dangerous batsmen)માંનો એક છે. તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયાના (Australia) સ્ટીવ સ્મિથે સિડનીના કિંગ્સ રોડ ખાતેનું પોતાનું ઘર વેચી દીધું છે. જેના કારણે તેમને બમણો નફો થયો છે. સ્ટીવ સ્મિથ તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે. ક્રિકેટરો તેમની રાષ્ટ્રીય ટીમ (National team) અને વિશ્વની લીગમાં રમીને પૈસા કમાય છે. પછી તેઓ તેમની મહેનતની કમાણી ઘણી વસ્તુઓમાં રોકાણ કરે છે.

સ્ટીવ સ્મિથે પોતાનું ઘર વેચી દીધું :

ઈનસાઈડ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર કિંગ્સ રોડ પર સ્થિત ઘર સ્ટીવ સ્મિથ અને તેની પત્ની ડેની વિલિસે વર્ષ 2020માં 35 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ ઘરનું ઈન્ટિરિયર ખૂબ જ સુંદર હતું. તે જ સમયે, તે રહેવા માટે સલામત સ્થળ છે. ચાર બેડરૂમ, ત્રણ બાથરૂમ ઘર ખરીદવા માટે ચાર પક્ષોએ નોંધણી કરાવી હતી.

આટલો નફો કમાયો :

સ્ટીવ સ્મિથનું ઘર એક મહાન સ્થાન પર છે. તેમાં જીમ, મોટો હોલ અને બહાર સારી બેઠક વ્યવસ્થા છે. તે જ સમયે, વિન્ડોની બહારથી સારું દૃશ્ય છે. સ્ટીવ સ્મિથે તેનું ઘર 65 કરોડ રૂપિયામાં વેચ્યું, જેનાથી તેને લગભગ 30 કરોડ રૂપિયાનો નફો થયો.

સ્ટીવ સ્મિથ શ્રીલંકા પ્રવાસ પર છે :

સ્ટીવ સ્મિથ લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. હાલમાં ઓસ્ટ્રેલિયા ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચ ધમાકેદાર સ્ટાઈલમાં 10 વિકેટે જીતી લીધી હતી. સ્ટીવ સ્મિથ પ્રથમ મેચમાં માત્ર 10 રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચો –