Do you also search for customer
- ગૂગલ ઉપર અલગ અલગ કુરિયર કંપની, બેંક, વોલેટ એપ્લીકેશનના ફેક કસ્ટમર કેર નંબરો મુકીને ભારત ભરમાંથી દોઢ કરોડથી વધુની છેતરપીંડી સામે આવી છે. જાણો કઇ રીતે આવી છેતરપીંડીથી તમે કઇ રીતે બચી શકશો.
શહેરમાં (Surat fraud) એક લાલાબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગૂગલ (customer care numbers from Google ) ઉપર અલગ અલગ કુરિયર કંપની, બેંક, વોલેટ એપ્લીકેશનના ફેક કસ્ટમર કેર નંબરો મુકીને ભારતભરના ૨૦થી વધુ રાજ્યોના ૭૪૪ લોકો સાથે દોઢ કરોડથી વધુની છેતરપીંડી (Fraud) સામે આવી છે. ઝારખંડના જામતારાથી ઓપરેટ થતી આ આંતરરાજ્ય ગેંગનો સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે (Cyber Crime Cell) પર્દાફાશ કર્યો છે. આ આરોપીઓએ ગુગલ ઉપર VELEX કુરિયરનો કસ્ટમર કેર નંબર મેળવેલ તે મોબાઇલ નંબર ઉપર ફોન કરતા આરોપીઓએ લીંક મોકલી કુલ્લે રૂ.૧,૬૩,૯૦૩/- UPI થી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્જકશન કરીને ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી.
આ સમગ્ર કૌભાંડ ઝારખંડ જામતારા ખાતેથી ઓપરેટ થતો હોવાની અને સુરત શહેરના અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટોનો ઉપયોગ થયેલ માહિતી મળી હતી. આ છેતરપીંડીમાં બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટો એનાલીસીસ કરતા સુરત શહેરના અલગ અલગ બેંક એકાઉન્ટો સમીમ અન્સારી નામનો વ્યક્તિ ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમને ઝારખંડ, જામતારા ખાતે તપાસમાં મોકલતા જામતારા ખાતેથી કુલ-૦૨ આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ (૧) મોહમ્મદ સીરાજ S/O ફકરૂદીન મંજુરમીંયા અંસારી રહે. જામતારા (ઝારખંડ) (૨) મોહમ્મદ નાઝીર S/O સાબા લાલમિંયા અંસારી રહે,જામતારા (ઝારખંડ) (૩) મોહમ્મદ આરીફ S/O કરમુલમીંયા જરજીસમીંયા અંસારી હાલ રહે.સુરત મુળ રહે.જામતારા (ઝારખંડ) (૪) હેમંતકુમાર S/O સંપતીરામ જગેશ્વર રામ રહે.સુરત, મુળ રહે.આજમગઢ (ઉત્તરપ્રદેશ) (૫) અરવિંદ S/O મનજીભાઇ હરજીભાઇ જમોડ હાલ રહે.સુરત મુળ રહે.ભાવનગર (૬) અજયભાઇ S/O પરષોત્તમભાઇ માવજીભાઇ મકવાણા હાલ રહે.સુરત મુળ રહે.ભાવનગર (૭) કૌશીક S/O બાબુભાઇ દયારામ નિમાવત હાલ રહે.સુરત મુળ રહે.સુરેન્દ્રનગર (૮) શિલ્પા W/O કૌશીક બાબુભાઇ નિમાવતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ આરોપીઓ ભારતભરમાં અલગ અલગ કુરિયર કંપની જેવી કે, VELEX, DTDC courrier, Bluedart, Delhivery courier, Amazon Delivery, Amway courier, professional courier company, meesho.com, SKYKING courier વિગેરેના ખોટા કસ્ટમર કેર મોબાઇલ નંબરો ગુગલ ઉપર મુકતા હતા. કસ્ટમર તે મોબાઇલ નંબર ઉપર ફોન કરે તેઓને લીંક મોકલી અથવા એનીડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી કસ્ટમરોના બેંક એકાઉન્ટોમાંથી રૂપિયા ટ્રાન્સફર કરીને લોકો સાથે છેતરપીંડી કરતા હતા. અલગ-અલગ બેન્કોના કસ્ટમર કેરમાં ગુગલ ઉપર તેઓના મોબાઇલ નંબરો મૂકી ઓનલાઇન ફ્રોડ કરે છે.
અલગ અલગ વોલેટ એપ્લીકેશનના ગુગલ ઉપર ખોટા કસ્ટમર કેર મોબાઇલ નંબરો મુકી ઓનલાઇન ફ્રોડ આચરે છે. અલગ અલગ કંપનીઓના ગુગલ ઉપર ખોટા કસ્ટમર કેર મોબાઇલ નંબરો મુકી ઓનલાઇન ફ્રોડ કરે છે. લોકો પાસે અલગ અલગ લોભામણી લલચામણી વાતો કરી સ્ક્રીન શેરીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી છેતરપીંડી આચરે છે. KBC ના નામે લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરે છે.
દેશના આ રાજ્યોમાં આટલી છેતરપીંડી :
ઉત્તરપ્રદેશ 106, તેલંગણા 27, રાજસ્થાન 18, મહારાષ્ટ્ર 14, દિલ્હી 20, આંધ્રપ્રદેશ 02, બિહાર 4, ચંદીગઢ 3, છત્તીસગઢ 4, હરીયાણા 4, મધ્યપ્રદેશ 2, ઓડીસ્સા 4, પંજાબ 7, તમીલનાડુ 8, ઉત્તરાખંડ 5, પશ્વિમબંગાળ 3, હીમાચલ પ્રદેશ 1, કેરલા 1, કણાાટક 1, ગુજરાત 27 અને અન્ય 12 કુલ્લે-૨૭૩ ફરીયાદ તેમાં કુલ્લે રૂ.૬૪,૮૭,૫૪૦/- ની છેતરપીંડી કરવામાં આવી છે. આ સિવાય અન્ય ૭૬ મોબાઇલ નંબરો મળી આવેલ તે આધારે નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોટાલ (NCCRP) ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ-૪૭૧ જેટલી ફરીયાદ થયેલ હોવાનું અને તેમાં આશરે રૂ.૬૩,૫૮,૭૫૬/- ની છેતરપીંડી થઇ હોવાની જાણ થઇ હતી.
આ પણ વાંચો –