2 વર્ષના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને રસ્તા પર બેસી રહ્યો મોટો ભાઈ, જાણો શું છે સમગ્ર ઘટના

Share this story

Big brother sitting on the roa

  • પંચરની દુકાન દ્વારા ગુજરાન ચલાવતા શખ્સ પાસે એમ્બ્યુલન્સને ચુકવવા માટેના પૈસા ન હોવાથી તેઓ પોતાના મોટા દીકરાને મૃતદેહ સાથે છોડીને ઘરે ગયા હતા.

સોશિયલ મીડિયામાં (Social media) એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં એક નાનકડો છોકરો પોતાના ખોળામાં એક માસૂમના મૃતદેહને લઈને રસ્તા પર દીવાલને અડીને બેઠેલો જણાય છે. આ ઘટના મધ્ય પ્રદેશના (Madhya Pradesh) મુરૈના જિલ્લાની છે અને તે બાળકના પિતા પોતાના મૃતક દીકરાના મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સ (Ambulance) શોધવા રઝળપાટ કરી રહ્યા હતા તે સમયે લેવામાં આવેલી છે.

એક નાનકડા બાળકને આ પ્રકારે મૃતદેહ સાથે બેઠેલું જોઈને રસ્તા પર લોકોની ભારે ભીડ જામી હતી તથા ઉપરી અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. મુરૈના ખાતે અંબાહના બડફરા ગામમાં રહેતા પૂજારામ જાટવના 2 વર્ષના દીકરાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ હતી અને શરૂઆતમાં ઘરેલુ નુસખા અપનાવવા છતાં બાળકને કોઈ રાહત નહોતી મળી. બાળકના પેટમાં થઈ રહેલો દુખાવો અસહ્ય જણાયો એટલે તેઓ તેને લઈને મુરૈના ખાતેની જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તે સમયે તેમનો 8 વર્ષનો મોટો દીકરો ગુલશન પણ તેમના સાથે હતો.

જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજા નામના તે બાળકનું મોત થયું હતું. અસહાય બનેલા પૂજારામે પોતાના દીકરાના મૃતદેહને ઘરે પહોંચાડવા મદદ કરવા માટે હોસ્પિટલના અધિકારીઓ સમક્ષ અનેક કાકલૂદી કરી હતી. હોસ્પિટલના અધિકારીઓએ તેમને એમ્બ્યુલન્સની વ્યવસ્થા માટે નિશ્ચિત રકમની ચુકવણી કરવા જણાવ્યું હતું. પંચરની દુકાન દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પૂજારામ પાસે પૈસા ન હોવાથી તેમણે પોતાના મોટા દીકરા ગુલશનને મૃતદેહ સાથે હોસ્પિટલ બહાર બેસાડવાનો નિર્ણય લીધો હતો જેથી તેઓ ઘરે પહોંચી શકે.

લોકોના ટોળાએ અધિકારીઓને જાણ કરી ત્યાર બાદ એક પોલીસકર્મીએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી. પૂજારામના કહેવા પ્રમાણે તેમને નથી ખબર કે તેમના દીકરાએ શું ખાઈ લીધું જેથી તેની તબિયત બગડી. ડોક્ટર પાસે લઈ ગયા એટલે તેને હીંગ, ઈનો આપવા કહેવામાં આવ્યું હતું. પરંતુ તબિયતમાં કોઈ સુધારો નહોતો થયો.

આ તરફ મુરૈનાના સિવિલ સર્જનના કહેવા પ્રમાણે તેમણે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી પરંતુ ગાડી પહોંચે ત્યાં સુધીમાં તે બાળકના પિતા જતા રહ્યા હતા.

આ પણ વાંચો –