નવસારીની જીવાદોરી એવી પૂર્ણા નદીનો પ્રકોપ, પ્રશાસન ઘોર નિંદરમાં રહેતાં કરોડોનું નુકશાન

Share this story

Outbreak of Purna river

  • નવસારી જિલ્લાનું ફ્લટ કંટ્રોલ વિભાગ એટલા માત્ર વરસાદના આંકડા નોધવાનું જ કામ કરતુ હોય તેવી ઘટનાના કારણે આજે શહેરની લગભગ 50 હજાર જનતાએ કરોડો રૂપિયાનું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે.

પૂર્ણા નદીમાં (Purna river) ગત રાત્રીથી પાણી ભરાવાની શરૂઆત થતા જ લોકોને સલામત સ્થળે (In a safe place) ખસેડવાના બદલે પ્રશાસન (Administration) જાણે અંધારામાં જ રહ્યુ હોય તેમ લાગતા મહત્તમ નીચાણવાળા દુકાનોમાં પાણી ભરાય ગયા હતા. કેટલાક ઘરો પાણીમાં ડુબતા લોકો તેમનો સામાન પણ બચાવી શક્યા ન હોવાનું જણાવી રહ્યા હતા.

નવસારી પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયા એવા ઉપરવાસ મહુવા, વાલોડ, વ્યારા, સોનગઢ, નિઝર ડોલવણમા ગતરોજ ભારે વરસાદ પડતાં તેનું પાણી નવસારીની પૂર્ણા નદીમાં આવ્યું હતું. શહેરમાં વરસાદ ઓછો પડ્યો હતો, પરંતુ ઉપરવાસની પૂર્ણા નદીનું પાણી નવસારીમાં આવતા જ પૂર્ણાની સપાટી દર કલાકે વધતી હોવા છતાં પ્રશાસન ઉંઘતું રહ્યું હતું, જેના કારણે લોકો તેમનો માલસામાન બચાવી શક્યા ન હતા. સોનગઢ ખાતે 169મીમી વરસાદ તો મહુવા 63મીમી વરસાદનું પાણી ચાર કલાકમાં નવસારી પૂર્ણા નદી પર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ હતી.

આજે વહેલી સવારે નવસારીના ગ્રીડ રોડ પર પાણી ફરી વળતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો નવસારી-સુરત માર્ગ પર ટાટા સ્કુલ પાસે જ પાણી આવી જતાં આ માર્ગ પણ વાહનચાલકો માટે બંધ કરાયો હતો. નવસારીમા શાંતાદેવી રોડનો સમગ્ર વિસ્તાર, પ્રકાશ ટોકીઝનો વિસ્તાર, રાયચંદરોડ, બંદરરોડ, ભેસતખાડા, રીંગરોડ, મંગુભાઇ પટેલના જુના ઘર, કાળાપુલ, ભાજપ કાર્યલય કમલમનો વિસ્તાર, સી.આર.પાટીલ સંકુલ, કાછીયાવાડી વિસ્તારમાં 15 ફૂટ પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. સવારે પ્રશાસને મહત્તમ લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો –