ગુજરાતમાં ફેક IPL નેટવર્કનો ભાંડાફોડ, નકલી મેચમાં હર્ષા ભોગલેના અવાજમાં થતી કોમેન્ટ્રી

Share this story

Fake IPL network busted in Gujarat

  •  મહેસાણા પોલીસે આ મામલે 4 લોકોની ધરપકડ કરી અને રશિયામાં બેઠેલા મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા. ગામના યુવાનોને પ્રતિ મેચ 400 રૂપિયા આપીને સટ્ટાના ભાવ પ્રમાણે રમવા માટે નિર્દેશ આપવામાં આવતો હતો.

વડનગરના (Vadnagar) મોલીપુર ગામ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની માફક ચાલી રહેલી એક નકલી ક્રિકેટ લીગનો ભાંડાફોડ થયો છે. આ સમગ્ર કૌભાંડનું રશિયાથી સંચાલન થઈ રહ્યું હતું અને એક નકલી ક્રિકેટ લીગ, નકલી મેદાન, નકલી ક્રિકેટર તથા નકલી કોમેન્ટેટર (Fake commentator) પર અસલી સટ્ટો રમવાની ફિલ્મી કહાની ચાલી રહી હતી.

મોબાઈલ એપ પર લાઈવ થતી હતી મેચ :

રશિયામાં બેઠેલી એક વ્યક્તિના ઈશારા પર ચાલી રહેલા આ સમગ્ર કૌભાંડ માટે મોલીપુર ગામ ખાતે એક ફાર્મ ખરીદવામાં આવ્યું હતું અને તેને ક્રિકેટના મેદાનમાં ફેરવી દેવામાં આવ્યું હતું. તેમાં ફ્લડ લાઈટ લગાવાઈ હતી અને પીચ પણ તૈયાર કરવામાં આવી હતી. તેને આઈપીએલનું સ્વરૂપ આપવા માટે મલ્ટી કેમ સેટઅપ, કોમેન્ટ્રી બોક્સ સહિતની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને એથી પણ આગળ એક મોબાઈલ એપ પર મેચ લાઈવ પણ થતી હતી.

કઈ રીતે ચાલતું હતું તિકડમ :

આ માટે ગામના છોકરાઓને ભાડે રાખવામાં આવતા હતા અને તેમને પ્રતિ મેચ 400 રૂપિયા આપવામાં આવતા હતા. સટ્ટાના ભાવ એટલે કે રેટ પ્રમાણે ગામના નકલી ક્રિકેટર્સને ક્યારે ચોગ્ગો મારવાનો છે, ક્યારે આઉટ થવાનું છે વગેરે નિર્દેશો આપવામાં આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ક્રિકેટ કીટ, સ્પીકર, લાઈટ, મલ્ટી કેમેરા સેટઅપ સહિતની અનેક વસ્તુઓ જપ્ત કરી છે અને 4 આરોપીઓની ધરપકડ કરી છે. તે ચારેય આરોપી સામે સટ્ટાબાજી, છેતરપિંડી સહિતના અનેક મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને રશિયામાં રહીને આ સમગ્ર નેટવર્કનું સંચાલન કરનારા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ નકલી કોમેન્ટેટર હર્ષા ભોગલેના અવાજમાં ક્રિકેટ કોમેન્ટ્રી કરતો હતો. હર્ષા ભોગલેએ પોતે પણ આ રિપોર્ટને ટ્વિટ કરીને પોતે તે કોમેન્ટેટરને સાંભળવા ઈચ્છે છે તેમ લખ્યું હતું.

આ પણ વાંચો –