દિલ્હીમાં વીજળીની કિંમતમાં થશે વધારો, DERCએ આપી મંજૂરી, જાણો ક્યારથી ભાવ વધારો લાગુ થશે 

Share this story

Electricity prices will go up in Delh

  •  વીજળીના વધેલા દર 10 જૂનથી લાગુ થશે અને આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.

દેશમાં કોલસાની અછત (Lack of coal) અને સીએનજી ગેસના (CNG gas) ભાવમાં વધારાની અસર હવે વીજ ગ્રાહકો પર થવા જઈ રહી છે. DERCએ રાજધાનીમાં વીજળીની કિંમતમાં (The cost of electricity) વધારો કરવા સબંધી નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ વીજળીના કિંમતમાં વધારાની મંજૂરી DERCએ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટના (Power Purchase Adjustment Cost) રૂપમાં આપી છે.

દિલ્હીની ત્રણ ખાનગી પાવર કંપનીઓ BSES યમુના, BSES રાજધાની અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન કંપની (TPDDL) ને પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટના રૂપમાં વીજળીના દરો વધારવાની મંજૂરી મળી ગઈ છે. આ વધારો રાજધાનીના અલગ-અલગ વિસ્તારોમાં 2થી 6%નો હશે.

BSES યમુના વિસ્તારમાં 6%, BSES રાજધાનીમાં 4% અને TPDDLના વિસ્તારોમાં 2% વીજળી ભાવોમાં વધારો થશે. વીજળીના વધેલા દર 10 જૂનથી લાગુ થશે અને આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. કોલસાની અછત અને ભૂતકાળમાં તેની વધેલી કિંમતોને કારણે પાવર જનરેશન દ્વારા વીજળીના દરોમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને DERC દ્વારા મંજૂરી આપવામાં આવી છે.