ઓનલાઈન કરતા ઓફલાઇન ફૂડ સસ્તું ? યુઝરે Zomatoનું બિલ શેર કરી પર્દાફાશ કર્યો

Share this story

Is offline food cheaper than online

  • લિંક્ડઇન યુઝર રાહુલ કાબરાએ ઝોમેટો ઓર્ડર બિલ અને તે જ ઓર્ડરના ઓફલાઇન બિલની તસવીરો શેર કરી છે. જેમાં કુલ ઓર્ડરની રકમમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. કાબરાએ ઝોમેટોથી વેજ બ્લેક પેપર સોસ, વેજિટેબલ ફ્રાઇડ રાઇસ અને મશરૂમ મોમો ઓનલાઇન મંગાવ્યા હતા.

આજના સમય ખોરાક (Food), દવા (Medicine) અને રાશન (Ration)નો સમાન ફક્ત એક ક્લિક દૂર છે. વર્તમાન સમયે ઓનલાઇન ફૂડ (Online Food) ઓર્ડર કરવું એ સામાન્ય વાત બની ગઈ છે. ઝોમેટો (Zomato) અને સ્વિગી જેવા પ્લેટફોર્મ્સ (Online Food delivery Platforms) યુઝર્સને ઘણી ઓફર્સ આપે છે. જેથી આવી સર્વિસ લોકોને કિફાયતી લાગે છે. પરંતુ, આ ઓફર્સ પછી પણ રેસ્ટોરન્ટ (Restaurant) અથવા હોટલમાં રૂબરૂ ગયા કરતા ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું સસ્તું છે?

મુંબઈના એક વ્યક્તિએ આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે. તેને ઝોમેટો મારફતે ખાવાનું મંગાવવું મોંઘું પડ્યું છે. તેણે ઝોમેટો અને રેસ્ટોરન્ટમાંથી એક સરખું ખાવાનું મંગાવ્યું હતું અને બંનેના રેટમાં જે તફાવત જોવા મળ્યો હતો તે જોઈને તે ચોંકી ગયો હતો.

રાહુલ કાબરા નામના વ્યક્તિએ લિંક્ડઇન પર ઓનલાઈન અને ઓફલાઇન એમ બંને બિલ મૂક્યા હતા. ઝોમેટો અને રેસ્ટોરન્ટના બિલમાં તફાવત જોઇને લોકો પણ ચોંકી ગયા હતા. ઝોમેટોએ તો 75 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીને પણ ફૂડ માટે 690 રૂપિયા લીધા હતા, જ્યારે રેસ્ટોરન્ટે તે જ ફૂડ માટે 512 રૂપિયા વસૂલ્યા હતા! આ બાબતે ઘણા યુઝર્સે ઝોમેટોની ઝાટકણી કાઢતી કોમેન્ટ્સ કરી હતી.

શું છે આખી વાત ?

લિંક્ડઇન યુઝર રાહુલ કાબરાએ ઝોમેટો ઓર્ડર બિલ અને તે જ ઓર્ડરના ઓફલાઇન બિલની તસવીરો શેર કરી છે. જેમાં કુલ ઓર્ડરની રકમમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. કાબરાએ ઝોમેટોથી વેજ બ્લેક પેપર સોસ, વેજિટેબલ ફ્રાઇડ રાઇસ અને મશરૂમ મોમો ઓનલાઇન મંગાવ્યા હતા. 75 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ પણ ઝોમેટોનું બિલ 690 રૂપિયા થઈ ગયું. કાબરાએ આ જ સામાન જે રેસ્ટોરન્ટમાંથી ઝોમેટોએ ડિલિવર કર્યો હતો ત્યાંથી ખરીદ્યો હતો, જેમાં કાબરાને માત્ર રેસ્ટોરન્ટમાં જ 512 રૂપિયા ચૂકવવા પડતા હતા. આ રીતે બંને બિલ વચ્ચેનો તફાવત 178 રૂપિયા હતો.

રાહુલ કાબરાએ ઉમેર્યું હતું કે, “ધારો કે, ઝોમેટો ફૂડ સર્વિસ પ્રોવાઇડરને વિઝીબલિટી અને વધુ ઓર્ડર લાવે છે. તો શું તેણે આટલી ઊંચી કિંમત લેવી જોઈએ?

પોસ્ટ આગની જેમ વાયરલ થઈ :

રાહુલ કાબરાની આ પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટ પર 11,000 લાઈક અને 1,700 થી વધુ કોમેન્ટ આવી છે. બીજા ઘણા યુઝર્સે પણ એક સમાન પ્રોડક્ટની કિંમત ઉંચી બતાવવામાં આવી હોવાની ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે લખ્યું છે કે, ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા લૂંટ ચલાવવા આવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું કે, મેનુ એક જ રાખવું જોઈએ અને તેમનો ચાર્જ અલગથી લેવો જોઈએ.

એક યુઝરે કમેન્ટ કરી ઈન્દોરમાં સ્વિગી સાથેનો પોતાનો અનુભવ વર્ણવ્યો છે. તેણે લખ્યું છે કે, હું નજીકની રેસ્ટોરન્ટમાંથી થાળી મંગાવવા માંગતો હતો. સ્વિગીએ 120 પ્લસ ડિલિવરી ચાર્જ તરીકે કિંમત બતાવી હતી. હું રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યો હતો, તેથી મેં તે થાળી રેસ્ટોરન્ટમાંથી લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે તે જ થાળી 99માં ઉપલબ્ધ હતી. મેં સ્વિગીને તે જ ફૂડ માટે 40 ટકા વધુ એટલે કે, લગભગ 140 રૂપિયા ચૂકવ્યા હોત.

અન્ય એક યુઝરે ઉમેર્યું હતું કે, “ડોરડાશ જેવી યુએસ બેઝ્ડ ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ ખાદ્ય ચીજો માટે રેસ્ટોરાં જેટલી જ કિંમત જાળવી રાખે છે. જો કે, તેઓ અલગથી ડિલિવરી ફી લે છે. આ રીતે ત્યાં પારદર્શિતા છે અને ગ્રાહક જાણે છે કે તે શેના માટે વધુ ચૂકવણી કરે છે.

આ પણ વાંચો –