Saturday, Mar 22, 2025

અતિભારે વરસાદની આગાહી : ગુજરાતનાં આટલાં જિલ્લામાં અપાયું છે રેડ એલર્ટ 

3 Min Read

Heavy rain forecast

  • હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12 ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13 થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી.

રાજ્યમાં હાલ મેઘમહેર જામી હોવાની વચ્ચે હવામાન વિભાગની (Meteorological Department) નવી આગાહી સામે આવી છે. જેમાં 11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં (Surat District) ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 13 થી 15 જુલાઇ સુધી ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે, જેને લઈ હવે તંત્ર દ્વારા તમામ નાગરિકો સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદની સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે સંકટ હજુ ટળ્યું નથી. કારણ કે આજે પણ રાજ્યનાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ ? 

11 તારીખ :

હવામાન વિભાગે 11-07-2022માં રોજ નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો વળી અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરતાં લોકોને કામ વગર બહાર નહીં નીકળવા સૂચના અપાઈ છે.

12 તારીખ :

હવામાન વિભાગે 12-07-2022માં રોજ નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ અને અમદાવાદ, આણંદ, નર્મદા, અમરેલી અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જુનાગઢ, ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

13 તારીખ :

હવામાન વિભાગે 11-07-2022માં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર,  ગીર સોમનાથ અને જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે રાજકોટ, અમરેલી,બોટાદ, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

14 તારીખ :

હવામાન વિભાગે 14-07-2022માં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો વળી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો –

Share This Article